World

અમેરિકામાં ભારે બરફવર્ષા: તાપમાન માઈન્સ 13 ડીગ્રી, 2 હજાર ફ્લાઈટ રદ

અમેરિકા: અમેરિકામાં કોરોનાના કેસ વધવાની સાથે જ તીવ્ર ઠંડી અને ભારે હિમવર્ષાના બેવડા પ્રકોપથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શિકાગો, ડેનવર સહિત અમેરિકાના અનેક શહેરોમાં હાડ થિજાવી દે તેવી ઠંડી પડી રહી છે. ઘણા વિસ્તારોમાં તાપમાન માઈનસ 13 ડિગ્રી ગગડી ગયું છે. હિમવર્ષા અને વરસાદને કારણે ઉભી થયેલી ખરાબ સ્થિતિને કારણે 2 હજારથી વધુ ફ્લાઈટ્સ સ્થગિત કરવી પડી હતી.

2270થી વધુ ફ્લાઈટ્સ રદ, 7400થી વધુ ફ્લાઈટ્સ મોડી
મીડિયા અહેવાલો અનુસાર, એરલાઇન્સે ગુરુવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 2,270 થી વધુ યુએસ ફ્લાઇટ્સ રદ કરી છે. આટલું જ નહીં, ટ્રેકિંગ સાઈટ ફ્લાઈટ અવેરના જણાવ્યા અનુસાર શુક્રવારે પણ લગભગ 1000 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. ગુરુવારે અનેક ફ્લાઈટ્સનું ટેકઓફ પણ મોડું થયું હતું. મળતી માહિતી મુજબ 7,400થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી.

શિકાગો, ડેનવર જેવા શહેરો ઠંડીની ઝપેટમાં
અમેરિકાના ઘણા વિસ્તારો ભારે હિમવર્ષા અને ઠંડીની ઝપેટમાં છે. શિકાગો અને ડેનવર આમાં મોખરે છે. ગુરુવારે અહીંની એક ક્વાર્ટર એર ટ્રાફિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગુરુવારે સાંજે શિકાગોના O’Hare ઇન્ટરનેશનલ એરપોર્ટ પર તાપમાન માઇનસ 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત, ડલ્લાસ લવ, ડલ્લાસ-ફોર્ટ વર્થ, ડેનવર અને મિનેપોલિસ એરપોર્ટ પરની ફ્લાઈટ્સે સુરક્ષિત મુસાફરીની ખાતરી કરવા માટે ડી-આઈસિંગ લિક્વિડનો છંટકાવ કરવો જરૂરી છે.

મુસાફરીમાં વિલંબ અને ફ્લાઇટ રદ કરવા અંગે ચેતવણી
ખરાબ હવામાનને કારણે અમેરિકાની ઘણી એરલાઈન્સ પણ મુસાફરોની સુવિધાનું ધ્યાન રાખી રહી છે. જેથી કરીને જો મુસાફર ટૂંકી સૂચના પર પોતાનો કાર્યક્રમ બદલવા માંગે તો તેને દંડ ન ભરવો પડે. કડકડતી ઠંડી બાદ પણ એરલાઈન્સ દ્વારા જે મુસાફરોની ફ્લાઈટ કાર્યરત છે તેઓને સમય પહેલા એરપોર્ટ પહોંચી જવાની અપીલ કરવામાં આવી રહી છે. ગ્રેહાઉન્ડ એર એ તેના ગ્રાહકોને ચેતવણી આપતા જાહેર કર્યું છે કે આગામી બે દિવસમાં મિડવેસ્ટમાં પ્રવાસીઓ માટે મુસાફરીમાં વિલંબ અને રદ થઈ શકે છે. અમેરિકાની ટ્રેન સર્વિસ પ્રોવાઈડર કંપની એમટ્રેકે કહ્યું છે કે જે મુસાફરોની ટિકિટ કેન્સલ થઈ રહી છે તેમને કોઈ બીજા દિવસની ટ્રેનોમાં એડજસ્ટ કરવામાં આવશે. જો મુસાફરો એમટ્રેકના કોલ સેન્ટર પર ફોન કરીને અગાઉથી તેમનું રિઝર્વેશન બદલશે તો તેમની પાસેથી વધારાની ફી વસૂલવામાં આવશે નહીં.

Most Popular

To Top