વિશ્વની પ્રથમ ક્રમાંકિત ખેલાડી (World no one) ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટી (Ashleigh barty)એ શનિવારે ઇતિહાસ (Make history) રચ્યો હતો. તેણે ફાઈનલ (Final)માં ચેક રિપબ્લિકની કેરોલિના પ્લીસકોવા (Karolina pliskova)ને 6-3, 6-7(4), 6-3 થી હરાવીને પ્રથમ વખત વિમ્બલ્ડન મહિલા સિંગલ્સ (Wimbledon women singles)નો ખિતાબ જીત્યો (Winner) હતો. આ જીત સાથે, બાર્ટીએ બીજી વખત ગ્રાન્ડ સ્લેમ (second time grand slam)નો ખિતાબ પણ જીત્યો છે. આ પહેલા, તેણે 2019 માં ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો હતો.
મહાવતની વાત છે કે આની સાથે જ ઓલ ઇંગ્લેંડ ક્લબને એક નવો ચેમ્પિયન મળી ગયો છે. છેલ્લી વખત આ ગ્રાન્ડ સ્લેમ કોરોનાને કારણે યોજાઇ ન હતી. 2019 માં, રોમાનિયાની સિમોના હેલેપે પ્રથમ વખત આ ખિતાબ જીત્યો હતો. પ્લીસકોવા સાત વર્ષમાં વિમ્બલ્ડન ફાઇનલમાં પહોંચનારી ચેક રિપબ્લિકની પહેલી ખેલાડી હતી. અને જો આ ખિતાબ પ્લીસકોવા જીતી જાય છે તો ચેક રિપબ્લિક માટે પણ આ ઐતિહાસિક પળ બની ગઈ હોય જો કે હાલ આ ખિતાબ ઑસ્ટ્રલિયાના નામે લખાય ચુક્યો છે.
બાર્ટીએ 41 વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન કર્યું
બાર્ટી વિમ્બલ્ડન મહિલા સિંગલ્સનો ખિતાબ જીતનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી બની છે. આ અગાઉ 1980 માં, તેની મૂર્તિ પ્લેયર ઇવોની ગુલાગોંગે બીજો વિમ્બલ્ડનનો ખિતાબ જીત્યો હતો. તે પછી કોઈ પણ ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડી આ ખિતાબ જીતી શકી નથી. પરંતુ બાર્ટીએ શનિવારે તે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું છે.
બાળપણનું સ્વપ્ન પૂર્ણ થયું
વિમ્બલ્ડન ચેમ્પિયન બનવું એ બાર્ટીનું બાળપણનું સ્વપ્ન હતું. તેણે ઘણી વાર કહ્યું હતું કે એક દિવસ હું અહીં ચેમ્પિયન બનીશ. આ મારું સ્વપ્ન અને લક્ષય છે, જે આજે બાર્ટીએ સરળતાથી પૂર્ણ કર્યું. તમને જણાવી દઈએ કે પ્લીસકોવાએ એક કલાક અને 53 મિનિટ સુધી ચાલેલી સેમિ ફાઇનલમાં મેચમાં સબાલેન્કાને 5-7, 6-4, 6-4 થી પરાજિત કરી હતી, જ્યારે બાર્ટીએ 2018 ના ચેમ્પિયન કેર્બરને 6-3, 7-6 (3) થી હરાવી હતી.
મારા માટે ખરેખર રોમાંચક ક્ષણ: બાર્ટી
બાર્ટી પાંચ વર્ષના અંતર પછી વિમ્બલ્ડનના ફાઇનલમાં પહોંચનારી વિશ્વની નંબર 1 બની ગઈ છે. 2019 ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન બાર્ટીએ જણાવ્યું હતું કે તે જાણતી હતી કે તેણે 2018 વિમ્બલ્ડન ચેમ્પિયન પ્લીસકોવાને હરાવવા માટે શ્રેષ્ઠ પ્રદાન આપવાનું હતું. બાર્ટીએ કહ્યું, પ્લીસકોવા એક મહાન ખેલાડી છે. તેમની સામે જીતવા માટે, તમારે કોઈ પણ સંજોગોમાં શ્રેષ્ઠ આપવું પડશે. જો કે આજનો મારો દિવસ સારો રહ્યો અને બધું જ મારા પક્ષમાં હતું.