વિમ્બલડન : વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ (Wimbledon grand slam) ટેનિસ ટૂર્નામેન્ટમાં ભારતની (Indian) સાનિયા મિર્ઝા (sania mirza)એ મહિલા ડબલ્સ (women doubles)માં વિજયી શરૂઆત (Starting with wining) કરીને પોતાની પાર્ટનર બેથાની માટેરકની સાથે મળીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. સાનિયા-બેથાનીની જોડીએ અહીં પહેલા રાઉન્ડમાં અમેરિકાની ડેજેરે ક્રોચિક અને ચિલીની એલેક્સા ગોરાચીની જોડીને એક કલાક અને 27 મિનીટ સુધી ચાલેલી મેચમાં 7-5, 6-3થી હરાવી હતી. પહેલા રાઉન્ડમાં સાનિયા અને બેથાની વચ્ચે કોર્ટ પર સારી જુગલબંધી જોવા મળી હતી.
વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે (Novak djokovich)અહીં રમાઇ રહેલી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં સરળતાથી બીજો રાઉન્ડ જીતીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ (enter in third round) કર્યો હતો, આ સાથે જ તે ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે 15મી વાર ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ્યો છે. રાફેલ નડાલ અને રોજર ફેડરરના 20 ગ્રાન્ડસ્લેમ જીતવાની બરોબરી કરવા માટે અહીં રમી રહેલા જોકોવિચે કેવિન એન્ડરસનને 6-3, 6-4, 6-3થી હરાવ્યો હતો. જોકોવિચની અહીં 84 મેચમાં આ 74મી જીત રહી હતી. આ સાથે જ જોકોવિચની નજર છેલ્લા 52 વર્ષમાં ત્રણ ગ્રાન્ડસ્લેમ જીતનારા પહેલા અને ટેનિસ ઇતિહાસના પાંચમા ખેલાડી બનવા પર સ્થિર થઇ છે. અત્યાર સુધી ટેનિસ ઇતિહાસમા 1933માં જેક ક્રોફર્ડ, 1938માં ડોનાલ્ડ બઝ, 1956માં લ્યૂ હોડ અને 1962 તેમજ 1969માં લોડ લેવરે જ આ સિદ્ધિ મેળવી છે.
વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સમાં એક તરફ ત્રીજી ક્રમાંકિત એલિના સ્વિતોલીના (Elina svitolina), ચોથી ક્રમાંકિત સોફિયા કેનિન તેમજ 15મી ક્રમાંકિત મારિયા સાકારી ઉપરાંત બેલિન્ડા બેનસિચ અપસેટનો શિકાર બનીને ટૂર્નામેન્ટમાંથી આઉટ થઇ ગઇ હતી, ત્યારે બીજી તરફ બીજી ક્રમાંકિત એરિના સેબાલેન્કા, સાતમી ક્રમાંકિત ઇગા સ્વીટેક, 11મી ક્રમાંકિત ગર્બાઇન મુગુરૂઝા, 8મી ક્રમાંકિત કેરોલિના પ્લીસકોવા, 18મી ક્રમાંકિત એલિના રિબાકીના અને 14મી ક્રમાંકિત બાર્બોરા કેર્ઝીકોવાએ પોતપોતાની મેચ જીતી લઇને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. બુઘવારે રાત્રે રમાયેલી બીજા રાઉન્ડની મેચમાં સ્વિતોલીનાને પોલેન્ડની મેગ્ડા લિનેટેએ સાવ સરળતાથી 6-3, 6-4થી હરાવીને સ્પર્ધા બહાર મુકી હતી. તો ચોથી ક્રમાંકિત સોફિયા કેનિનને તેના જ દેશની મેડિસન બ્રેંગલે 6-2, 6-4થી હરાવી હતી.
મારિયા સાકારીને શેલ્બી રોજર્સે 7-5, 6-4થી હરાવીને આઉટ કરી હતી. જ્યારે બેલિન્ડા બેનસિચ પહેલા રાઉન્ડમાં જ કાઝા જુવાન સામે હારી ગઇ હતી. બીજી ક્રમાંકિત સેબેલેન્કાએ બીજા રાઉન્ડમાં બ્રિટનની કેટી બોલ્ટર સામે પહેલો સેટ ગુમાવ્યા પછી વાપસી કરીને મેચ 4-6, 6-3, 6-3થી જીતી લીધી હતી, જ્યારે અન્ય મહિલા ક્રમાંકિત ખેલાડીઓએ સરળતાથી જીત મેળવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.