પંજાબમાં મળેલા ચોંકાવનારા વિજયને પગલે કોઇ વિવાદે કે આમ આદમી પાર્ટી આપ 2024 માં ભારતીય જનતા પક્ષ માટે લોકસભાની ચૂંટણીમાં પડકાર બની રહેશે. આપ બીજા રાજયમાં વિજેતા બનનાર પહેલો પ્રાદેશિક પક્ષ બન્યો છે અને કોંગ્રેસ જયાં ખતમ થશે ત્યાં તેનું સ્થાન લઇ શકશે. બંગાળમાં વિક્રમજનક રીતે ત્રીજી વાર વિજેતા બનનાર મમતા બેનરજી પણ અગાઉ તૃણમૂલ કોંગ્રેસને ત્રિપુરામાં સત્તા અપાવી શકયા ન હતા અને ગોવામાં કે મણિપુરમાં ભારતીય જનતા પક્ષની લહેર સામે ટકી નહીં શકયા. પંજાબમાં આપનો વિજય બતાવે છે કે અરવિંદ કેજરીવાલનું લોક કલ્યાણનું રાજકારણ મતદારોમાં કામ કરી ગયું છે અને પંજાબમાં સ્ત્રીઓ માટે રોકડ સહાય, સારી શાળા-કોલેજો, વીજળી-પાણી મફત આપવાની યોજના, નોકરીનું સર્જન વગેરે વાજિંત્ર જાણે પંજાબમાં પણ વગાડયું છે, પણ દિલ્હીમાં મફત આપવાની યોજનાથી આગળ તેઓ વધી શકયા નથી. પંજાબના મતદારો શિરોમણિ અકાલી દળથી અને તેમનાં પરિવારોના વર્ચસ્વથી ધરાઇ ગયા હતા. કોંગ્રેસના રાજમાં પણ દેખાયેલા આંતરિક ઝઘડા અને ભ્રષ્ટાચારથી મતદારો ધરાઇ ગયા હતા. તેથી સુશાસનની આશાએ દિલ્હીના મતદારોની જેમ તેઓ પણ આપના શરણે ગયા.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેમાં પણ વિજય મેળવવાનું કેજરીવાલ વિચારતા હશે. સંયુકત વિરોધ પક્ષોના મુખ્ય પહેલની વાત આવે છે ત્યારે અત્યાર સુધી બહારના રહેલા કેજરીવાલની હવે પછીની શ્રેષ્ઠ રાજકીય વ્યૂહરચના તરીકે તેને જોઇ શકાય. મમતા કે ચંદ્રશેખર રાવ, સ્તાલિન શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા વિરોધ પક્ષના નેતાઓએ કેજરીવાલને અત્યાર સુધી જે પણ ગંભીરતાથી તેઓ લે છે તેનાથી વધુ ગંભીરતાથી લેવા પડશે એમાં કોઇ શંકા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ટક્કર લેવા વૈકલ્પિક મંચની રચના માટે આ નેતાઓની થતી ગંભીર ચર્ચા મંત્રણામાં કેજરીવાલની અત્યાર સુધી બાદબાકી કરવામાં આવી છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ ઉપરાંત જે ચાવીરૂપ રાજયોમાં આવતા બે વર્ષમાં ચૂંટણી થવાની છે તેમાં 2023 ના પૂર્વાર્ધમાં કર્ણાટક, ત્રિપુરા, મેઘાલયમાં નાગપ્રદેશ તેમજ 2023 ના ઉત્તરાર્ધમાં તેલંગણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ રાજયોમાં આપની ગણના માત્ર ઉપસ્થિતિ નથી ભલે આવા પક્ષના ભારતીય જનતા પક્ષ સામે વૃધ્ધિ પામવા અને સ્પર્ધા કરવાની વિશાળ ક્ષમતા છે.
પંજાબના વિજય સામે આપે વિસ્તરવાની ક્ષમતા બતાવી છે જયારે કોંગ્રેસે પતનની, હિમાચલ પ્રદેશ પંજાબની પડોશમાં છે પણ ત્યાં ગયા નવેમ્બરમાં કોંગ્રેસે મંડી લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં અને આ પછી ફતેહપુર અને જુબ્બાલ કોટ ખાઇ વિધાનસભા બેઠક શાસક ભારતીય જનતા પક્ષના ઉમેદવારને હરાવી જીતી લીધી હતી. 1995 થી ભારતીય જનતા પક્ષના ગઢ રહેલા ગુજરાતના સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગણનાપાત્ર બેઠક આપે જીતી હતી. હમણાં હમણાં ગુજરાતમાં કોંગ્રેસની આંતરિક કટોકટી વધુ બહાર આવી છે. સોનિયા ગાંધી તેમ જ રાહુલ ગાંધીના ચાવીરૂપ સહાયક અહમદ પટેલના નિધન પછી આવું વધારે થઇ રહ્યું છે. આપણને એવું કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ અને પંજાબના સંભવિત મુખ્ય પ્રધાન ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવી આપની પ્રચારઝુંબેશનાં શ્રીગણેશ કરશે. પણ કેજરીવાલ જાણે છે કે મોદી તેા વતન રાજયમાં ભારતીય જનતા પક્ષને હારવા નહીં દે.
ઉત્તર પ્રદેશમાં ઝળહળતા વિજય પછી મોદીએ ગુજરાતમાં પક્ષને સચેત બનાવવા બે દિવસ ગાળ્યા. આમ છતાં કેજરીવાલ માટે ખરી કસોટી પંજાબ બની રહેશે. તેમના દિલ્હી મોડેલ પંજાબમાં તેમને વિજય અપાવ્યો છે. હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી થશે ત્યાં સુધીમાં રૂા. 3 લાખ કરોડના દેવા હેઠળ કચડાયેલા પ્રતિબળો તેમની કસોટી થશે. આ ઉપરાંત મફતિયા લાભનાં વચનોનું પાલન કરવા ઉપરાંત આપને માદક પદાર્થો અને બેરોજગારીના મુદ્દા પર કંઇક કરવું પડશે અને શિક્ષણનું સ્તર સુધારવું પડશે. આરોગ્ય સેવાઓ પર ધ્યાન આપવું પડશે અને ઉદ્યોગોની હાલત સુધારવી પડશે. કહે છે કે પંજાબમાં જનસંસાધન પ્રાપ્તિ મોટો પડકાર રહ્યો છે.
કુલ મહેસુલ આવકમાં પંજાબના વેરા પ્રાપ્તિનો હિસ્સો 2015 અને 2021 ની વચ્ચે પડોશના હરિયાણા રાજયના 63 ટકાની સરખામણીમાં 51 ટકા રહ્યો છે. કેજરીવાલને વેરાની ચોરી નિયંત્રણમાં લેવાની અને તે દ્વારા રૂા. 20000 કરોડથી રૂા. 25000 કરોડ વધારાના વેરા નાંખ્યા વગર પ્રાપ્ત કરવાની આશા છે. પંજાબમાં ખેતીની ઉપજ વધુ થાય છે પણ ખેતી આધારિત ઉદ્યોગો નથી વધતા તેનું શું? કેજરીવાલ પોતાના રાજયની નાણાંકીય પરિસ્થિતિ નહીં સુધારે તો ભારતીય જનતા પક્ષ સિવાયના અન્ય મુખ્ય મંત્રીઓની જેમ તેમણે પણ કટોરો લઇને ઊભા રહેવું પડશે. કેજરીવાલ હવે વધુ વ્યવહારુ બન્યા છે. ભારતીય જનતા પક્ષની રીતરસમ જોઇ તે પોતાની હાલચાલ બદલશે. પંજાબ સારી શરૂઆત છે પણ મોદીએ ગુજરાત મોડેલમાં પરિણામ બતાવ્યાં તેમ તેમણે પણ પરિણામ બતાવવાં પડશે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પંજાબમાં મળેલા ચોંકાવનારા વિજયને પગલે કોઇ વિવાદે કે આમ આદમી પાર્ટી આપ 2024 માં ભારતીય જનતા પક્ષ માટે લોકસભાની ચૂંટણીમાં પડકાર બની રહેશે. આપ બીજા રાજયમાં વિજેતા બનનાર પહેલો પ્રાદેશિક પક્ષ બન્યો છે અને કોંગ્રેસ જયાં ખતમ થશે ત્યાં તેનું સ્થાન લઇ શકશે. બંગાળમાં વિક્રમજનક રીતે ત્રીજી વાર વિજેતા બનનાર મમતા બેનરજી પણ અગાઉ તૃણમૂલ કોંગ્રેસને ત્રિપુરામાં સત્તા અપાવી શકયા ન હતા અને ગોવામાં કે મણિપુરમાં ભારતીય જનતા પક્ષની લહેર સામે ટકી નહીં શકયા. પંજાબમાં આપનો વિજય બતાવે છે કે અરવિંદ કેજરીવાલનું લોક કલ્યાણનું રાજકારણ મતદારોમાં કામ કરી ગયું છે અને પંજાબમાં સ્ત્રીઓ માટે રોકડ સહાય, સારી શાળા-કોલેજો, વીજળી-પાણી મફત આપવાની યોજના, નોકરીનું સર્જન વગેરે વાજિંત્ર જાણે પંજાબમાં પણ વગાડયું છે, પણ દિલ્હીમાં મફત આપવાની યોજનાથી આગળ તેઓ વધી શકયા નથી. પંજાબના મતદારો શિરોમણિ અકાલી દળથી અને તેમનાં પરિવારોના વર્ચસ્વથી ધરાઇ ગયા હતા. કોંગ્રેસના રાજમાં પણ દેખાયેલા આંતરિક ઝઘડા અને ભ્રષ્ટાચારથી મતદારો ધરાઇ ગયા હતા. તેથી સુશાસનની આશાએ દિલ્હીના મતદારોની જેમ તેઓ પણ આપના શરણે ગયા.
ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં આ વર્ષના અંતભાગમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તેમાં પણ વિજય મેળવવાનું કેજરીવાલ વિચારતા હશે. સંયુકત વિરોધ પક્ષોના મુખ્ય પહેલની વાત આવે છે ત્યારે અત્યાર સુધી બહારના રહેલા કેજરીવાલની હવે પછીની શ્રેષ્ઠ રાજકીય વ્યૂહરચના તરીકે તેને જોઇ શકાય. મમતા કે ચંદ્રશેખર રાવ, સ્તાલિન શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે જેવા વિરોધ પક્ષના નેતાઓએ કેજરીવાલને અત્યાર સુધી જે પણ ગંભીરતાથી તેઓ લે છે તેનાથી વધુ ગંભીરતાથી લેવા પડશે એમાં કોઇ શંકા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે ટક્કર લેવા વૈકલ્પિક મંચની રચના માટે આ નેતાઓની થતી ગંભીર ચર્ચા મંત્રણામાં કેજરીવાલની અત્યાર સુધી બાદબાકી કરવામાં આવી છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ ઉપરાંત જે ચાવીરૂપ રાજયોમાં આવતા બે વર્ષમાં ચૂંટણી થવાની છે તેમાં 2023 ના પૂર્વાર્ધમાં કર્ણાટક, ત્રિપુરા, મેઘાલયમાં નાગપ્રદેશ તેમજ 2023 ના ઉત્તરાર્ધમાં તેલંગણા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. આ રાજયોમાં આપની ગણના માત્ર ઉપસ્થિતિ નથી ભલે આવા પક્ષના ભારતીય જનતા પક્ષ સામે વૃધ્ધિ પામવા અને સ્પર્ધા કરવાની વિશાળ ક્ષમતા છે.
પંજાબના વિજય સામે આપે વિસ્તરવાની ક્ષમતા બતાવી છે જયારે કોંગ્રેસે પતનની, હિમાચલ પ્રદેશ પંજાબની પડોશમાં છે પણ ત્યાં ગયા નવેમ્બરમાં કોંગ્રેસે મંડી લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં અને આ પછી ફતેહપુર અને જુબ્બાલ કોટ ખાઇ વિધાનસભા બેઠક શાસક ભારતીય જનતા પક્ષના ઉમેદવારને હરાવી જીતી લીધી હતી. 1995 થી ભારતીય જનતા પક્ષના ગઢ રહેલા ગુજરાતના સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગણનાપાત્ર બેઠક આપે જીતી હતી. હમણાં હમણાં ગુજરાતમાં કોંગ્રેસની આંતરિક કટોકટી વધુ બહાર આવી છે. સોનિયા ગાંધી તેમ જ રાહુલ ગાંધીના ચાવીરૂપ સહાયક અહમદ પટેલના નિધન પછી આવું વધારે થઇ રહ્યું છે. આપણને એવું કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ અને પંજાબના સંભવિત મુખ્ય પ્રધાન ભગવંત માન ગુજરાતના પ્રવાસે આવી આપની પ્રચારઝુંબેશનાં શ્રીગણેશ કરશે. પણ કેજરીવાલ જાણે છે કે મોદી તેા વતન રાજયમાં ભારતીય જનતા પક્ષને હારવા નહીં દે.
ઉત્તર પ્રદેશમાં ઝળહળતા વિજય પછી મોદીએ ગુજરાતમાં પક્ષને સચેત બનાવવા બે દિવસ ગાળ્યા. આમ છતાં કેજરીવાલ માટે ખરી કસોટી પંજાબ બની રહેશે. તેમના દિલ્હી મોડેલ પંજાબમાં તેમને વિજય અપાવ્યો છે. હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી થશે ત્યાં સુધીમાં રૂા. 3 લાખ કરોડના દેવા હેઠળ કચડાયેલા પ્રતિબળો તેમની કસોટી થશે. આ ઉપરાંત મફતિયા લાભનાં વચનોનું પાલન કરવા ઉપરાંત આપને માદક પદાર્થો અને બેરોજગારીના મુદ્દા પર કંઇક કરવું પડશે અને શિક્ષણનું સ્તર સુધારવું પડશે. આરોગ્ય સેવાઓ પર ધ્યાન આપવું પડશે અને ઉદ્યોગોની હાલત સુધારવી પડશે. કહે છે કે પંજાબમાં જનસંસાધન પ્રાપ્તિ મોટો પડકાર રહ્યો છે.
કુલ મહેસુલ આવકમાં પંજાબના વેરા પ્રાપ્તિનો હિસ્સો 2015 અને 2021 ની વચ્ચે પડોશના હરિયાણા રાજયના 63 ટકાની સરખામણીમાં 51 ટકા રહ્યો છે. કેજરીવાલને વેરાની ચોરી નિયંત્રણમાં લેવાની અને તે દ્વારા રૂા. 20000 કરોડથી રૂા. 25000 કરોડ વધારાના વેરા નાંખ્યા વગર પ્રાપ્ત કરવાની આશા છે. પંજાબમાં ખેતીની ઉપજ વધુ થાય છે પણ ખેતી આધારિત ઉદ્યોગો નથી વધતા તેનું શું? કેજરીવાલ પોતાના રાજયની નાણાંકીય પરિસ્થિતિ નહીં સુધારે તો ભારતીય જનતા પક્ષ સિવાયના અન્ય મુખ્ય મંત્રીઓની જેમ તેમણે પણ કટોરો લઇને ઊભા રહેવું પડશે. કેજરીવાલ હવે વધુ વ્યવહારુ બન્યા છે. ભારતીય જનતા પક્ષની રીતરસમ જોઇ તે પોતાની હાલચાલ બદલશે. પંજાબ સારી શરૂઆત છે પણ મોદીએ ગુજરાત મોડેલમાં પરિણામ બતાવ્યાં તેમ તેમણે પણ પરિણામ બતાવવાં પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.