India

દેશભરમાં લોકડાઉન લાગશે? અફવાઓ વચ્ચે સરકારે આપી સ્પષ્ટતા, મંત્રીએ કર્યું ક્લિયર

ઈરાન યુદ્ધને લઈને દેશમાં લોકડાઉન લાગવાની ચર્ચાઓ અને અફવાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટ જવાબ આપી દીધો છે. સરકારે કહ્યું છે કે હાલ દેશમાં લોકડાઉન લગાવવાનો કોઈ પણ પ્રકારનો પ્રસ્તાવ નથી અને લોકો ગભરાય નહીં, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી Hardeep Singh Puriએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે લોકડાઉન અંગે ફેલાતી તમામ માહિતી સંપૂર્ણપણે ખોટી અને નિરાધાર છે. તેમણે કહ્યું કે સરકાર પાસે હાલ આવી કોઈ યોજના નથી, આવી વાતો માત્ર અફવા છે.

અફવાઓથી દૂર રહો” સરકારની સ્પષ્ટ અપીલ : હરદીપ સિંહ પુરીએ દેશના નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા અથવા અનધિકૃત સૂત્રોથી મળતી માહિતી પર વિશ્વાસ ન કરો, તેમણે કહ્યું કે સરકાર હાલની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે, પરંતુ લોકડાઉન જેવી કડક કાર્યવાહી કરવાની કોઈ જરૂરિયાત ઉભી થઈ નથી.

ઈરાન યુદ્ધને લઈને વધી હતી ચિંતા : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધના કારણે ભારતમાં કેટલાક વર્ગોમાં ચિંતા વધતી હતી. કોરોના કાળ જેવી પરિસ્થિતિ ફરી સર્જાઈ શકે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહી હતી. આ જ કારણથી લોકોમાં અનિશ્ચિતતા અને ગભરાટ જોવા મળતો હતો. પરંતુ હવે સરકારના સત્તાવાર નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે હાલ દેશ સામાન્ય રીતે ચાલુ રહેશે અને કોઈપણ પ્રકારનો લોકડાઉન લાગશે નહીં.

હાલની સ્થિતિ શું કહે છે?
દેશમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી.
સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
આવશ્યક ચીજવસ્તુઓની કોઈ અછત નથી.
લોકો એ ગભરાવાની જરૂર નથી
.

કુલ મળીને, સરકારના આ સ્પષ્ટ નિવેદન પછી લોકડાઉન અંગેની અફવાઓને સંપૂર્ણ વિરામ મળ્યો છે. નાગરિકોએ સાવચેત રહેવું, પરંતુ ગભરાવું નહીં અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જરૂરી છે.

Most Popular

To Top