Editorial

અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પ જીતી જતાં રશિયા-યુક્રેન યુદ્ધ અટકી જશે?

અમેરિકામાં નવેમ્બરમાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન પોતાના દેશમાં ચાલી રહેલા યુદ્ધને ભૂલી ન જવાય તે સુનિશ્ચિત કરવા યુક્રેનના નિવૃત્ત સૈનિકોનું એક જૂથ વૉશિંગ્ટન ડીસીના કેન્દ્રમાં એકઠું થયુ હતું. કેટલાક લોકો નૅશનલ મૉલના ઘાસ પર પ્રૉસ્થેટિક રનિંગ બ્લૅડ પહેરીને બેઠા છે, કારણ કે તેઓ અમેરિકાની રાજધાનીના કેન્દ્રમાં આવેલા આ વિસ્તારમાંથી 10 કિલોમીટરની દોડમાં ભાગ લેવાના હતા. તેમણે તેમના રાષ્ટ્રીય ઝંડાનાં વાદળી અને પીળાં રંગનાં કપડાં પહેર્યાં હતા. આ બધા લોકો યુદ્ધમાં ઘાયલ થયા હતા અને કેટલાકે તો તેમનાં અંગો ગુમાવવા પડ્યાં હતાં. દિમિત્રી કામેન્સચિક તેમના રનિંગ શર્ટને સરખું કરે છે. તે શર્ટના આગળના ભાગમાં તેમના પિતા વિક્ટરનું શ્વેત-શ્યામ ચિત્ર છે. રશિયાએ કરેલા હુમલા વખતે વિક્ટર યુદ્ધમાં માર્યા ગયા હતા.

26 વર્ષના દિમિત્રીએ તેમનો ડાબો હાથ અને જમણા હાથની આંગળીઓ બખ્મુત શહેર નજીક ડ્રોન ઑપરેટર તરીકે કામ કરતી વખતે ઈજા થતાં ગુમાવી હતી. દિમિત્રી કહે છે, “હું અહીં હાજર છું તેનું મુખ્ય કારણ એ છે કે હું મારા મૃત પિતાનું સન્માન કરવા ઇચ્છું છું, જેથી તેઓ જોઈ શકે કે તેમના બધા પ્રયાસો નિષ્ફળ ગયા નથી.” “અમેરિકન લોકોનો, અમેરિકાનો ટેકો ખૂબ જ મહત્ત્વનો છે,” એમ દિમિત્રી ઉમેરે છે. અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી ટ્રમ્પ જીતી ગયા છે ત્યારે તેના પર યુક્રેનમાં યુદ્ધના ભાવિનો બહુ મોટા આધાર છે, પરંતુ રશિયા-યુક્રેન વચ્ચેનો સંઘર્ષ વ્હાઇટ હાઉસમાં પ્રવેશવાની સ્પર્ધામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.

અમેરિકન રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં સ્ત્રીઓ અને પુરુષોની અલગ-અલગ પસંદગીની વાસ્તવિકતા શું છે?  મુસ્લિમ અમેરિકન મતદારોને રિઝવવા માટે ટ્રમ્પ શું-શું કરયું હતું રાષ્ટ્રપતિ ચૂંટણી 2024, કમલા હૅરિસ, ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયા-યુક્રેન યુદ્ધ, દમિત્રો કમેનસ્ચિક યુક્રેનના છે અને 2023માં બખમૂતની લડાઈમાં એક હાથ અને જમણી આંખ ગુમાવી ચૂક્યા છે. વૉશિંગ્ટનથી 190 કિલોમીટર દૂર ઉત્તર પૂર્વના ફિલાડેલ્ફિયામાં પ્રચારકોનું એક જૂથ સિટી સેન્ટર નજીક પથ્થરનાં પગથિયાં પર એકઠું થયું છે. એ પગથિયાં રોકી નામની ફિલ્મને લીધે પ્રસિદ્ધ થયું હતું. વિરોધ પ્રદર્શનકર્તાઓ પશ્ચાદભૂમાં વાદળી અને પીળા ધ્વજ લહેરાવી રહ્યા  હતા.

ત્યારે મેરી કલ્યાના કહેતા  હતા. “ખરેખર તો યુક્રેનના અસ્તિત્વના મુદ્દા દાવ પર લાગે છે.” આ શહેર સ્વિંગ સ્ટેટ એટલે ચૂંટણીમાં નિર્ણાયક બની શકે તેવા રાજ્ય પૅન્સિલ્વેનિયામાં આવેલું છે અને અહીં કમલા હૅરિસ તથા ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એટલી કસોકસની લડાઈ હતી. કે અહીંથી જીત્યા વિના કોઈ પણ ઉમેદવાર માટે વ્હાઇટ હાઉસ પહોંચવાનું મુશ્કેલ હતું.બીજી પેઢીના યુક્રેનિયન અને પ્રચારક મેરીને પાંચમી નવેમ્બર કમલા હૅરિસના વિજયની આશા હતી. કારણ કે ડેમૉક્રેટિક પક્ષનાં ઉમેદવાર કમલા અમેરિકા દ્વારા યુક્રેનને આપવામાં આવતી નોંધપાત્ર લશ્કરી તથા નાણાકીય સહાય ચાલુ રાખવા તૈયાર છે. મેરી કહે છે, “આ રાજ્યમાં 1.20 લાખ યુક્રેનિયન-અમેરિકન છે. તેમની સંખ્યા છેલ્લી બે ચૂંટણીમાં નિર્ણાયક બનેલા લોકોની સંખ્યા કરતાં વધુ છે.

તેથી અમારી પાસે બહુ પ્રભાવશાળી બનવાની સંભાવના હતી.” ઘણા યુક્રેનિયન-અમેરિકન લોકો પરંપરાગત રીતે રિપબ્લિકન ઉમેદવારોની તરફેણમાં મતદાન કરતા રહ્યા છે, કારણ કે સમુદાયના ઘણા સ્થાપક સભ્યો સોવિયેત પ્રભુત્વ ધરાવતા પૂર્વ યુરોપમાંથી ભાગીને અમેરિકા આવ્યા હતા. પૅન્સિલવેનિયામાં સાત લાખથી વધારે પૉલિશ-અમેરિકન લોકો પણ છે. તેઓ ઐતિહાસિક રીતે જમણેરી પક્ષને મત આપતા રહ્યા છે, પરંતુ એ પૈકીના ઘણા હવે રશિયાના વિસ્તારથી ચિંતિત છે. પૅન્સિલવેનિયામાં કટોકટની લડાઈ છે અને માત્ર થોડાક હજાર મતો જ નિર્ણાયક બની શકે છે. રેલીમાં હાજર રહેલા ડેટા વિશ્લેષક રોમન સ્ટ્રેકોવસ્કી કહે છે, “આખી જિંદગી રિપબ્લિકન પાર્ટીને મત આપ્યો હોય અને આજે અહીં કમલા હૅરિસનું સમર્થન કરતા હોય તેવા ઘણા લોકોને હું જાણું છું.”

“મને લાગે છે કે ટ્રમ્પ ચૂંટાયા એટલે  યુક્રેન માટેનું અમેરિકાનું સમર્થન સંપૂર્ણપણે બંધ થઈ જશે અથવા તો નોંધપાત્ર રીતે ઘટી જશે. તે ખૂબ જ વાસ્તવિક જોખમ છે.” યુક્રેન અને રશિયા વચ્ચેના સંઘર્ષનો અંત વાટાઘાટ લાવવાની ડોનાલ્ડ ટ્રમ્પની યોજના છે અને તે રોમન સ્ટ્રાકોવસ્કીની ચિંતાનું કારણ છે. આ યોજનાને લીધે એવી આશંકા સર્જાઈ છે કે મોસ્કોને એક પ્રદેશ આપી દેવા કીવ પર દબાણ કરવામાં આવશે. ન્યૂયૉર્કમાં સપ્ટેમ્બરમાં યોજાયેલી એક પત્રકારપરિષદમાં ટ્રમ્પે કહ્યુ હતું, “મને લાગે છે કે રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે હું ખૂબ જ ઝડપથી સમાધાન કરાવી શકીશ.”

ટ્રમ્પ આ યોજના બાબતે ઘણા વખતથી વાત કરતા રહ્યા છે, પરંતુ તેના અમલીકરણ બાબતે તેમણે ક્યારેય કોઈ સંકેત આપ્યો નથી. ટ્રમ્પે ઉમેર્યું હતું, “યુક્રેનમાં જે થઈ રહ્યું છે અત્યંત શરમજનક છે. આટલાં બધાં મૃત્યુ, આટલો બધો વિનાશ. તે ભયાનક બાબત છે.” “આ બહુ ભયંકર બાબત છે અને તમે જોશો કે તેમાંથી મોટા ભાગની ચુકવણી અમેરિકા કરી રહ્યું છે.” આ ઉનાળા સુધીમાં અમેરિકાએ યુક્રેનને 61.1 અબજ ડૉલરની સૈન્યસહાય પૂરી પાડી હતી, જે કીએવના તમામ યુરોપિયન સમર્થકોના કુલ યોગદાન કરતાં થોડી વધારે હતી.

પૅન્સિલવેનિયાના પૂર્વીય યુરોપિયન સમુદાયો પૈકીના કેટલાકમાં અપ્રિય હોવા છતાં બધા લોકો ડેમૉક્રેટિક પક્ષની તરફેણમાં મતદાન કરવા ઇચ્છતા નથી. પૉલિશ-અમેરિકન કૉમ્યુનિટી ગ્રૂપના નેતા ટિમોથી કુઝમા કહે છે, “અગાઉ ઘણા પૉલિશ લોકોએ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું અને તેઓ ભવિષ્યમાં પણ ટ્રમ્પને સમર્થન આપતા રહેશે.” “ટ્રમ્પ યુક્રેનને રઝળતું છોડી દેશે, એવું અનેક પૉલિશ લોકો માનતા હોય એવું મને લાગતું નથી.” પૅન્સિલવેનિયાની બહારની બક્સ કાઉન્ટી ખાતેની મેડિકલ ઑફિસના મૅનેજ જોલાન્ટા ગોરા કહે છે, “મને લાગે છે કે પુતિન ટ્રમ્પથી થોડા ડરતા હતા. તેમની સાથે કેવો વ્યવહાર કરવો એ તેઓ જાણે છે.”

રશિયામાં આરોપીઓ સામે બે જ વિકલ્પ, ‘યુદ્ધ લડો અથવા જેલમાં રહો’ શું ઉત્તર કોરિયાના સૈનિકો યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની મદદ કરી રહ્યા છે? અમેરિકામાં ઘણા લોકો માને છે કે રશિયા-યુક્રેન યુદ્ધ એક ખર્ચાળ તથા લોહિયાળ સંઘર્ષ છે. નીતિમાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી તેનો અંત થવાનો નથી. કન્સર્ન્ડ વેટરન્સ ફૉર અમેરિકાના સ્ટ્રેટેજિક ડિરેક્ટર જૉન બાયર્નેસ કહે છે, “વાસ્તવિકતા એ છે કે યુદ્ધમાં ઓછા સમયમાં વધુ હજારો લોકોના મોત નહીં થવા દેવાનો એકમાત્ર ઉપાય વાતચીત મારફત સમાધાન કરવાનો છે. તેનો અર્થ એ છે કે બેમાંથી કોઈ પણ દેશને તે જે ઇચ્છે છે તે નહીં મળે, બન્ને પક્ષોને એ જ મળશે, જે તેઓ ઇચ્છે છે.”

જૉન બાયર્નેસના જણાવ્યા મુજબ, સૈન્યમાંના તેમના અનુભવે વિદેશી હસ્તક્ષેપ બાબતે તેમના વધારે સાશંક બનાવ્યા છે અને ટ્રમ્પના નેતૃત્વમાં રિપબ્લિકન પાર્ટી એ જ માર્ગે આગળ વધી છે. તેઓ ઉમેરે છે, “બેમાંથી ગમે તે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવે, અમારી આશા એટલી જ છે કે તેઓ મંત્રણાના માધ્યમથી સમાધાન કરવાનો આગ્રહ કરશે. તેને લીધે યુદ્ધ માટેનું અમેરિકન ફંડિંગ બંધ થશે અને અમેરિકન હથિયારો તથા દારૂગોળાનો પુરવઠો જતો બંધ થશે.”

જોકે, યુક્રેનને એવી આશા છે કે રશિયાને તેણે પચાવી પાડેલા તમામ વિસ્તારોમાંથી પારોઠનાં પગલાં ભરાવવાં માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને ગતિ મળશે. કેટલાક વિશ્લેષકો માને છે કે આ નીતિનો અર્થ એવો થાય કે યુદ્ધના અંત માટે કોઈ સમાધાનની શક્યતા બહુ ઓછી છે. ઍટલાન્ટિક કાઉન્સિલ થિંક ટૅન્કના મેલિંડા હારિંગ કહે છે, “બેમાંથી એકેય પક્ષ વાતચીત કરવા તૈયાર નથી.” “રશિયા વાતચીત કરવાની ઇચ્છા દેખાડતું નથી.

રશિયાને લાગે છે કે તે જીતી રહ્યું છે અને યુદ્ધના મેદાનમાં હજુ પણ આગળ વધી રહ્યું છે.” તેઓ ઉમેરે છે, “આ તબક્કે યુક્રેન પણ વાતચીત કરવા તૈયાર નથી અને તેની પાસે સલામતીની ગૅરંટીની પોતાની કાયદેસરની જરૂરિયાતનો પણ કોઈ જવાબ નથી.” “સલામતીની એકમાત્ર સ્થાયી તથા વાસ્તવિક ગૅરંટી છે અને તે છે નાટોનું સભ્યપદ.” અમેરિકાના રાષ્ટ્રપતિપદની આ સ્પર્ધામાં યુક્રેન જે રીતે ભાગ લેતું જોવા મળી રહ્યું છે તેને ધ્યાનમાં લેતાં ચૂંટણીના પરિણામની, રશિયા સાથેના યુદ્ધના પરિણામ પર બહુ મોટી અસર થશે એવું લાગે છે.

Most Popular

To Top