સરકારી કર્મચારીઓનો 8માં પગારપંચનો લાભ મળશે કે નહીં એ તો આવનારો સમય જ બતાવશે. કેન્દ્ર સરકાર દ્વારા 8માં પગાર પંચ અંગે ચર્ચા ચાલી રહી છે. આ સમાચાર આવ્યા પછી લાખો કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ઘણા લોકો આશા રાખી રહ્યા હતા કે નવા પગાર પંચથી તેમના પગારમાં સારો વધારો થશે અને પેન્શનમાં પણ વધારો મળશે. પરંતુ હાલ વધારે ખુશ થવાની જરૂર નથી કેમ કે, હવે એવી માહિતી સામે આવી રહી છે કે દરેક કર્મચારીને આનો સીધો લાભ નહીં મળે. 8માં પગાર પંચનો મુખ્ય લાભ કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓ અને પેન્શનરોને જ મળશે. જે કર્મચારીઓ સીધા કેન્દ્ર સરકારના નિયમો હેઠળ આવે છે, તેઓને જ પગાર અને ભથ્થામાં વધારો થવાની શક્યતા છે. પરંતુ કેટલાક વર્ગો આ લાભથી બહાર રહી શકે છે.
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સ્થિતિ અલગ છે. દરેક રાજ્ય સરકાર પોતાનો નિર્ણય લે છે. જો રાજ્ય સરકાર 8માં પગાર પંચની ભલામણો સ્વીકારશે તો જ રાજ્યના કર્મચારીઓને તેનો લાભ મળશે. નહીં તો તેમને રાહ જોવી પડી શકે છે. સાથે સાથે જાહેર ક્ષેત્રની કંપનીઓ (PSU) અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે પણ સીધો લાભ નક્કી નથી. આ સંસ્થાઓ પોતાનો અલગ પગાર ધોરણ રાખે છે. તેઓ સરકારની ભલામણો અપનાવે તો જ તેઓ આ વધારા માટે પાત્ર ગણાશે. હાલ સુધી કેન્દ્ર સરકાર દ્વારા 8માં પગાર પંચની રચના અંગે કોઈ સત્તાવાર જાહેરાત કે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. હાલમાં ચાલી રહેલી ચર્ચાઓ નિષ્ણાતોના અંદાજ અને વિવિધ સૂત્રો પર આધારિત છે. છતાં કેન્દ્ર સરકારના કાયમી કર્મચારીઓ અને પેન્શનરોમાં આશા છે કે આવનારા સમયમાં તેમને સારો લાભ મળશે કે કેમ એ હજી સૌથી મોટો સવાલ છે. ઘણા કર્મચારીઓ આ અંગે આશા સેવી રહ્યા છે, પરંતુ કેટલાક વર્ગોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. હવે સૌની નજર સરકારની અંતિમ જાહેરાત પર છે. સરકારનું કહેવું છે કે અત્યારે 7માં પગાર પંચના નિયમો મુજબ જ કર્મચારીઓને પગાર અને ભથ્થાં આપવામાં આવી રહ્યા છે. માહિતી મુજબ દેશભરના અંદાજે 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખથી વધુ પેન્શનરો 8માં પગાર પંચ અંગેના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. જો સરકાર આ પંચને મંજૂરી આપે, તો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થવાથી ન્યૂનતમ મૂળ પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.
કોને નહીં મળે 8માં પગાર પંચનો લાભ?
(1) પગાર પંચની ભલામણો માત્ર સરકારી કર્મચારીઓ માટે લાગુ પડે છે. ખાનગી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને તેનો સીધો કોઈ લાભ મળતો નથી.
(2) કેન્દ્ર સરકારના વિભાગોમાં કોન્ટ્રાક્ટ કે એડ-હોક આધારે કામ કરતા અને કેન્દ્રીય સિવિલ સેવા નિયમોમાં ન આવતા કર્મચારીઓને પણ આ વધારાનો લાભ મળવાની સંભાવના ઓછી છે.