Sports

WI vs SL 1st T20: કૈરન પોલાર્ડે એક જ ઓવરમાં છ સિક્સર ફટકારી : યુવરાજ સિંહનો રેકોર્ડ બરાબર

ગુરુવારે એન્ટિગુઆ પર વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન કૈરન પોલાર્ડ (Kieron Pollard) એ યુવરાજ સિંહ અને હર્ષેલ ગિબ્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારી (hits six sixes in one over) છે. પોલાર્ડ આ રીતે વેસ્ટ ઇન્ડીઝના પ્રથમ ક્રિકેટર બન્યા છે. તેણે શ્રીલંકાના અકિલા ધનંજયના બોલ પર આ પરાક્રમ કર્યું છે. શ્રીલંકા સામેની શ્રેણીની પહેલી મેચમાં તેણે આ પ્રદર્શન કરી બતાવ્યું હતું .

https://twitter.com/KirketVideoss/status/1367278365087047680?s=20

પોલાર્ડ ટી -20 આંતરરાષ્ટ્રીય ઇતિહાસમાં આ સિદ્ધિ હાંસલ કરનારો બીજો બેટ્સમેન બન્યો છે. સૌ પ્રથમ, આ સિદ્ધિ ભારતના યુવરાજસિંહે (Yuvraj Singh’s record) કરી હતી. 2007 ના ટી -20 વર્લ્ડ કપ દરમિયાન તેણે ઇંગ્લેન્ડ સામેની એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. ત્યારબાદ આ ભારતીય ઓલરાઉન્ડરે ગ્રુપ મેચ દરમિયાન સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં 36 રનની લૂંટ ચલાવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ સિક્સર લગાવનાર પોલાર્ડ ત્રીજો બેટ્સમેન છે. દક્ષિણ આફ્રિકાના હર્શેલ ગિબ્સે 2007 ના વનડે વર્લ્ડ કપમાં એક ઓવરમાં 36 રન બનાવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. ગિબ્સે નેધરલેન્ડના બોલર ડેન વેન બુંગેના તમામ 6 બોલમાં સિક્સર ફટકારી હતી.

મેચની વાત કરીએ તો શ્રીલંકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. તેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત સારી રહી હતી, જેમાં લેન્ડલ સિમોન્સ અને એવિન લુઇસે પ્રથમ વિકેટ માટે 52 રનની ભાગીદારી નોંધાવી હતી. આઇપીએલ પહેલા પોલાર્ડ આ પ્રકારના ફોર્મમાં છે, તે વિરોધી ટીમો માટે ચિંતાનો વિષય છે. પોલાર્ડે આઈપીએલમાં 164 મેચમાં 3,023 રન બનાવ્યા છે, જેમાં 15 અર્ધસદીનો સમાવેશ છે. આ સમય દરમિયાન, તેનો સ્ટ્રાઇક રેટ 149.87 છે. અને પોલાર્ડે અત્યાર સુધીમાં 60 વિકેટ ઝડપી છે, જેણે બોલિંગને પણ એક આકર્ષક પાસું બતાવ્યું હતું.

યુવરાજસિંહે આ પ્રથમ વર્લ્ડ ટી 20 માં 19 સપ્ટેમ્બર 2007 ના રોજ ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ સામે કર્યું હતું. વન ડે ઈન્ટરનેશનલમાં હર્ષેલ ગિબ્સ આ કરિશ્મા કરનાર પ્રથમ બેટ્સમેન હતો. જેના સમય દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમમાં નવા ચેહરામાં આ તમામ નામો સામેલ થયા હતા, જેમાં કેપ્ટન ધોની, બેટ્સમેન કોહલી સહિતના ખેલાડી સાથે આ કરિશ્મા કરવા પાછળ ગેમ સ્પિરિટ સાથે જવાબી રમત પણ રહી હતી. ગિબ્સે દક્ષિણ આફ્રિકા તરફથી રમતી વખતે નેધરલેન્ડ સામે વર્લ્ડ કપમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. તેણે લેગ સ્પિનર ​​ડેન વેગ બેંગની ઓવરમાં સિક્સર ફટકારી હતી.

અકિલા ધનંજયે પણ આ મેચમાં હેટ્રિક લીધી હતી. તેણે એવિન લેવિસ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરણને આઉટ કર્યો. ધનંજયે તેની ચાર ઓવરમાં 62 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝે 41 બોલ બાકી રહેતાં ચાર વિકેટથી મેચ જીતી હતી. પોલાર્ડ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. શ્રીલંકાએ 131 રન બનાવ્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top