Entertainment

‘Sarke Chunar’ પર બવાળો કેમ?

KD The Devil’ના ડિરેક્ટરનો મોટો ખુલાસો, ‘કન્ટ્રોવર્સી માટે નથી બનાવ્યું!’”


ફિલ્મ KD The Devilના ચર્ચાસ્પદ ગીત ‘Sarke Chunar’ને લઈને ઉઠેલા વિવાદ પર હવે ડિરેક્ટર Premએ સ્પષ્ટતા કરી છે. ગીતના લિરિક્સને લઈને સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થયો હતો, તેમજ અભિનેત્રી Nora Fatehiને લઈને પણ વિવાદ ઊભો થયો હતો.

કેટલાક લોકો દ્વારા આ સમગ્ર મામલો ફિલ્મની પબ્લિસિટી માટે ઉભો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થયા હતા. જોકે, પ્રેમે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું, “હું કોઈ પણ પ્રકારની કન્ટ્રોવર્સી નથી ઈચ્છતો. મારી ફિલ્મ એક ઈમોશનલ સ્ટોરી પર આધારિત છે અને આ ગીત માત્ર મનોરંજન માટે બનાવાયું છે. કર્ણાટક અને કેરળમાં લોકો આ ગીત પર ડાન્સ કરી રહ્યા છે.”

પ્રેમે વધુમાં જણાવ્યું કે ગીતનું મૂળ કન્નડ વર્ઝન તેમણે જાતે લખ્યું હતું, જ્યારે હિન્દી લિરિક્સ Raqueeb Alamએ તૈયાર કર્યા હતા. તેમણે સ્વીકાર્યું કે તેમને હિન્દી ભાષાની સંપૂર્ણ સમજ નથી, જેના કારણે કેટલાક શબ્દોના અર્થ પર ધ્યાન નહોતું ગયું અને પછી વિવાદ ઊભો થયો.

વિવાદ વધતા હવે ગીતના કેટલાક વિવાદાસ્પદ શબ્દોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ડિરેક્ટર મુજબ, સુધારેલા વર્ઝનને ટૂંક સમયમાં સેન્સર બોર્ડને મોકલવામાં આવશે. પ્રેમે કહ્યું, “જો કોઈની લાગણી દુભાઈ હોય તો હું દિલથી માફી માંગું છું. આ માત્ર એક નાનો મુદ્દો હતો, જેને વધારે વધારી દેવામાં આવ્યો છે.”

તેમણે ઉમેર્યું કે આજકાલ દુનિયામાં યુદ્ધ અને ગેસ જેવી ગંભીર સમસ્યાઓ ચાલી રહી છે, ત્યારે એક ગીતને લઈને એટલો મોટો વિવાદ કરવો યોગ્ય નથી. હાલ આ મુદ્દે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે, જ્યારે ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદમાં ઘેરાઈ ગઈ છે.

Most Popular

To Top