નવી દિલ્હી: દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં (Ladakh) હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. લદ્દાખ સામાન્ય રીતે શાંતિપૂર્ણ પ્રદેશ છે. પરંતુ હાલ ત્યાંના લોકોને રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તેમજ લદ્દાખવાસીએ સરકાર સમક્ષ ચાર માંગણીઓ રાખી છે. તેમજ રરીયલ લાઇફના ‘ફુનસુક વાંગળુ ઉર્ફે રેન્ચો’ એટલેકે સોનમ વાંગચૂકે (Sonam Wangchuk) જ્યાં સુધી તેમની ચાર માંગણીઓ પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી આમરણ અનશન (Fasting) સાથે 21 દિવસીય ભુખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે.
તારીખ 5 ઓગસ્ટ, 2019ના રોજ લદ્દાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયા બાદ જાણે કેન્દ્ર સરકાર તેમને અને તેમના કાનુની હકોને ભૂલી ગઇ હોય તેમ લાગતા લદ્દાખ વાસીઓએ આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનમાં દેશની 10 ટકા વસ્તી જેટલો ભાગ એટલે કે સમગ્ર લદ્દાખવાસીઓ અનશન બેસી ગયા છે. તેમજ વાંગચુકે લોકોને 17 માર્ચે એટલેકે આવતી કાલે ઉપવાસ રાખવા કરી વિનંતી કરી છે. તેમજ અનશન ઉપર બેસવા પાછળ કારણ સામે આવતા સમગ્ર દેશના ધરતીના સ્વર્ગ લદ્દાખના સમર્થનમાં સામે આવ્યા છે.
લદ્દાખના લોકોની ચાર માંગણીઓ
1. લદ્દાખના લોકો કેન્દ્ર પાસે લદ્દાખ બંધારણની છઠ્ઠી સૂચિમાં રાજ્યને ઉમેરવાની માંગ કરી રહ્યા છે. એટલેકે લદ્દાખને ટ્રાઇબલ તેમજ તેના કુદરતી સ્ત્રોતોને સંરક્ષિત કરવાની માંગ છે. જેના પ્રમાણે લદ્દાખમાં કોઇ માઇનિંગ, ખનન કે વૃક્ષોનું કપાણ થઇ શકશે નહી. વાસ્તવમાં લદ્દાખ હિમાલય પ્રદેશમાં આવેલ રાજ્ય છે. તેમજ ત્યાંનુ વાતાવરણ પ્રદૂષણને સહન કરી શકે તેમ નથી. આ સાથે જ જો લદ્દાખની સુંદરતાને આમ જ સ્વચ્છ અને સુરક્ષિત રાખવી હોય તો ત્યાંની પ્રકૃતિને બચાવવી જરૂરી છે. આ માટે ત્યાના લોકો છઠ્ઠી સૂચિની માંગ કરી રહ્યા છે.
2. લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. જેના હેઠળ લદ્દાખવાસીઓ લદ્દાખની સુરક્ષાની માંગ પણ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે જમ્મુ અને કાશ્મીરથી અલગ થવા પછી લદ્દાખ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પરંતુ અહીંના લોકો પાસે પોતાની સરકાર નથી. માટે તેમની તખલીફો અને તેમની માંગો કેન્દ્ર સરકાર સુધી પહોંચાડી શકાતી નથી. કારણ કે તેમના પક્ષે બોલવા માટે કોઇ પ્રતિનીધી નથી. જે પૂર્ણ રાજ્યના દરજ્જા વિના શક્ય પણ નથી.
3. આ સાથે જ લદ્દાખના લોકોની માંગણી છે કે ત્યાંના લોકોને લોક સભા માટે બે MP આપવામાં આવે. જેથી તેઓ પોતાનો મત આપી પોતાનો પ્રતિનિધિ પસંદ કરી શકે. તેમજ દેશના અન્ય રાજ્યોની જેમ અહીં પણ ચૂંટણી થઇ શકે. જણ્વી દઇયે કે અગાઉ જમ્મુ અને કશ્મીરથી અલગ થવા પહેલા લદ્દાખ પાસે 4 MP હતા. જે વિભાજન બાદ 0 (શૂન્ય) થઇ ગયા હતા. પરંતુ થોડા જ સમય બાદ લદ્દાખને પોતાના પ્રથમ MP પ્રાપ્ત થયા હતા. જેમણે લોકસભામાં પોતાની વાત રાખી હતી. તેમજ તેમનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થયો હતો.
4. લદ્દાખના લોકોની ચોથી અને અંતિમ માંગ એ છે કે લદ્દાખમાં પબ્લીક સર્વીસ કમીશન બનાવવા આવે. જેનાથી ત્યાંના લોકોને થઇ રહેલી અગવડોની ફરિયાદ તેઓ અહીંના પબ્લીક સર્વીસ કમીશનમાં નોંધાવી શકે. તેમજ આ કમિશન લદ્દાખના વાતાવરણ સહિત સંપૂર્ણ લદ્દાખની સુવિધાનું ધ્યાન રાખી શકે.