TV ચેનલ પરના વિધાનોએ કાનપુરમાં તોફાન જગાવ્યા અને અખાતી દેશોમાં વિરોધ કરાવ્યો, તે પહેલાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વિચાર્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવાના મુદ્દે ફેલાયેલી ગરમી ઘટાડવાનો સમય થઇ ગયો હતો. જ્યારે જ્યારે કોઇ મોટા મુદ્દા પર સરકાર માટે મોટી સમસ્યા સર્જાવાનું જોખમ હોય કે દેશમાં શાંતિને માટે જેાખમ આવતું હોય, ત્યારે મળી સમજીને એક બીજાના સથવારે કામ કરતા આવ્યા છે. તેથી તા. 20મી મેએ પોતાના પક્ષના હોદ્દેદારોને પોતાની સરકારના 8 વર્ષની સિધ્ધિ વિશે વિરોધ પક્ષના કોઇ છટકામાં નહીં ફસાવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આ 8 વર્ષ સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણને સમર્પિત રહ્યા છે અને અત્યારે ભારતીય જનતા પક્ષ માટે આવતા 25 વર્ષ માટે લક્ષ્ય નકકી કરવાનો અને તેને માટે સતત કામ કરવાનો સમય થઇ ગયો છે. મોદીએ કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો પોતાના સ્વાર્થી હેતુ માટે ઝેર રેડવા તંગદિલીની નાની ઘટનાઓ પણ શોધતા ફરે છે. તમને દેશના વિકાસના મુદ્દાઓથી ચલિત કરવાના પ્રયાસો થશે પણ તમારે આ મુદ્દાઓને વળગી રહેવાનું છે.
‘અમને પૂજા કરવા દો’ એવી કેટલીક હિંદુ સ્ત્રીઓની અરજીને પગલે કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદની વિડીયોગ્રાફી કરવાનો હુકમ કર્યો, પછી હિંદુ દેવતા મળી આવતા જાગેલા વિવાદમાં પરસ્પર સંમતિનો માર્ગ અપનાવવાનો અનુરોધ મોહન ભાગવતે કર્યો તેમાં આશ્ચર્ય નથી. ત્રણ દાયકા પહેલા રામ મંદિરના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જેવું આંદોલન કર્યું હતું, તેવું કોઇ આંદોલન જ્ઞાનવાપીના મામલે સંઘ કરે તેવી શકયતાનો મોહન ભાગવતે આ રીતે ઇન્કાર કર્યો હતો. કટ્ટરપંથીઓના આશ્ચર્ય વચ્ચે ભાગવતે સંઘના કાર્યકરો અને સહયોગી સંસ્થાઓને એવો સંકેત આપવાનું પસંદ કર્યું હતું કે દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી. જ્ઞાનવાપી શૃંગાર ગૌરી મુદ્દાનો પણ હિંદુ – મુસલમાનોએ મળી સમજીને ઉકેલ લાવી શકે છે. અદાલત તરફથી ચુકાદો આવે તો તેનો બંને પક્ષકારોએ સ્વીકાર કરવો પડશે.
મોદી અને ભાગવત કેમ મામલો ઠંડો પાડવા માંગે છે? દેખીતી રીતે વડાપ્રધાન અને સંઘના વડાને લાગ્યું કે જુદા જુદા રાજયોમાં પૂજાના સ્થળ માટેના વિવાદને આંદોલન દ્વારા ઉકેલવાના પ્રયાસોથી દેશની કોમી એકતા જોખમમાં આવશે. તે ઉપરાંત આ વર્ષે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે, ત્યારે જુદા જુદા ક્ષેત્રોની યોજનાઓ પાર પાડવાના પ્રયાસો સૌથી વધુ કરવા માટેનું સરકારનું ધ્યાન અન્યત્ર ખેંચી જશે. લોકસભાની 2024ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પક્ષની ઉણપો દૂર કરવા માટે 1990ના દાયકા જેવું મંદિરનું નવું આંદોલન થતું જોવા તત્પર કેટલાક વિરોધી જૂથોની ટીકાઓ પર ઠંડુ પાણી રેડાય તે જોવાની ખ્વાહેશ સંઘના વડા તરીકે ભાગવતે કરી હતી. ‘દરેક મસ્જિદને મંદિરમાં ફેરવી નાંખવામાં આવશે અને લગભગ 30,000 મસ્જિદોને હિંદુઓ હસ્તગત કરશે. એવો આક્ષેપ કરી લઘુમતીઓમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનારને સંઘના વડાના વકતવ્યથી જોરદાર જવાબ અપાયો હોવાનું લાગે છે.
અગ્રણી મુસલમાન નેતાઓ અસદુદ્દીન ઓવૈસી, અબુ આઝમી, મેહબૂબા મુફતી, ઉમર અબ્દુલ્લા અને ફારૂખ અબ્દુલ્લા હિંદુ – મુસ્લિમ મુદ્દાઓ પર નિયમિતપણે નિવેદન કરતા હતા. તેઓ કહેતા કે જ્ઞાનવાપી અને મથુરા જેવા મુદ્દાઓ મુસલમાનો પર દમન કરવાની મોટી યોજનાના ભાગ છે પણ મોહન ભાગવતના વકતવ્યને તેમની હવા કાઢી નાંખી છે. આમ છતાં ઓવૈસી અને અન્ય ટીકાકારોને લાગે છે કે ભાગવતનું વિધાન હૃદય પરિવર્તન નહીં પણ રાજકીય પરિવર્તન બતાવે છે. ભારતીય જનતા પક્ષના વરિષ્ટ નેતાઓ સંયમ બતાવે છે પણ T.R.P. વધારવાની TVની લ્હાયમાં નુપૂર શર્મા જેવા પ્રવકતાઓ ફસાઇ જાય છે. ત્યાં સુધી કે ઓમાનના મોટા મુફતીએ પણ નુપૂરના વિધાનનો વિરોધ કર્યો અને અખાતના દેશોમાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું પણ એલાન થયું.
સરકાર પરિસ્થિતિને કાબુમાં લેવાની કોશિશ કરતી હતી, ત્યારે પક્ષે નુપૂરને સસ્પેન્ડ કરી તેના વિધાનથી અળગળ કેવાથી જાહેરાત કરી હતી કે કેટલાક મુસલમાન પ્રતિનિધિઓ TV ચર્ચામાં શિવલિંગના મામલે એવા વિવાદાસ્પદ વિધાન કરતા હતા કે ભારતીય જનતા પક્ષના નવા પ્રવકતાઓ તેમની જાળમાં આવી ગયા. મોદી અખાતી દેશો સાથે સંબંધ સુધારવાના વ્યાયામમાં લાગ્યા તો વરિષ્ઠ નેતાઓએ સંયમ દાખવ્યો અને નુપૂર શર્માએ પણ પોતાની TV પરની ટીકા પાછી ખેંચી જે તેણે પહેલા કરવું જોઇતુ હતુ. સવાલ એ છે કે મામલો જ્યારે અદાલતમાં છે, ત્યારે ચૂપ રહેવાનું ભારતીય જનતા પક્ષે નકકી કર્યું છે ત્યારે આ વિવાદ ટાળી શકાયો હોત? પક્ષે નુપૂર શર્મા સામે જે પગલા લીધા તેની સામે પણ પક્ષમાં જ કેટલાક કાર્યકરોનો આક્રોશ છે અને એવો મત છે કે આ સમયે પક્ષે તેની પડખે ઊભા રહેવું જોઇએ. શિવલિંગ, હિંદુ માન્યતા અને વિચારોની ઠેકડી ઊડાડનારાઓ સામે પક્ષે શું પગલાં લીધા એવા પણ પ્રશ્નો થાય છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
TV ચેનલ પરના વિધાનોએ કાનપુરમાં તોફાન જગાવ્યા અને અખાતી દેશોમાં વિરોધ કરાવ્યો, તે પહેલાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વિચાર્યું હતું કે જ્ઞાનવાપી મસ્જિદમાંથી શિવલિંગ મળવાના મુદ્દે ફેલાયેલી ગરમી ઘટાડવાનો સમય થઇ ગયો હતો. જ્યારે જ્યારે કોઇ મોટા મુદ્દા પર સરકાર માટે મોટી સમસ્યા સર્જાવાનું જોખમ હોય કે દેશમાં શાંતિને માટે જેાખમ આવતું હોય, ત્યારે મળી સમજીને એક બીજાના સથવારે કામ કરતા આવ્યા છે. તેથી તા. 20મી મેએ પોતાના પક્ષના હોદ્દેદારોને પોતાની સરકારના 8 વર્ષની સિધ્ધિ વિશે વિરોધ પક્ષના કોઇ છટકામાં નહીં ફસાવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે આ 8 વર્ષ સેવા, સુશાસન અને ગરીબોના કલ્યાણને સમર્પિત રહ્યા છે અને અત્યારે ભારતીય જનતા પક્ષ માટે આવતા 25 વર્ષ માટે લક્ષ્ય નકકી કરવાનો અને તેને માટે સતત કામ કરવાનો સમય થઇ ગયો છે. મોદીએ કહ્યું કે કેટલાક રાજકીય પક્ષો પોતાના સ્વાર્થી હેતુ માટે ઝેર રેડવા તંગદિલીની નાની ઘટનાઓ પણ શોધતા ફરે છે. તમને દેશના વિકાસના મુદ્દાઓથી ચલિત કરવાના પ્રયાસો થશે પણ તમારે આ મુદ્દાઓને વળગી રહેવાનું છે.
‘અમને પૂજા કરવા દો’ એવી કેટલીક હિંદુ સ્ત્રીઓની અરજીને પગલે કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદની વિડીયોગ્રાફી કરવાનો હુકમ કર્યો, પછી હિંદુ દેવતા મળી આવતા જાગેલા વિવાદમાં પરસ્પર સંમતિનો માર્ગ અપનાવવાનો અનુરોધ મોહન ભાગવતે કર્યો તેમાં આશ્ચર્ય નથી. ત્રણ દાયકા પહેલા રામ મંદિરના મામલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જેવું આંદોલન કર્યું હતું, તેવું કોઇ આંદોલન જ્ઞાનવાપીના મામલે સંઘ કરે તેવી શકયતાનો મોહન ભાગવતે આ રીતે ઇન્કાર કર્યો હતો. કટ્ટરપંથીઓના આશ્ચર્ય વચ્ચે ભાગવતે સંઘના કાર્યકરો અને સહયોગી સંસ્થાઓને એવો સંકેત આપવાનું પસંદ કર્યું હતું કે દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાની જરૂર નથી. જ્ઞાનવાપી શૃંગાર ગૌરી મુદ્દાનો પણ હિંદુ – મુસલમાનોએ મળી સમજીને ઉકેલ લાવી શકે છે. અદાલત તરફથી ચુકાદો આવે તો તેનો બંને પક્ષકારોએ સ્વીકાર કરવો પડશે.
મોદી અને ભાગવત કેમ મામલો ઠંડો પાડવા માંગે છે? દેખીતી રીતે વડાપ્રધાન અને સંઘના વડાને લાગ્યું કે જુદા જુદા રાજયોમાં પૂજાના સ્થળ માટેના વિવાદને આંદોલન દ્વારા ઉકેલવાના પ્રયાસોથી દેશની કોમી એકતા જોખમમાં આવશે. તે ઉપરાંત આ વર્ષે જ્યારે આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે, ત્યારે જુદા જુદા ક્ષેત્રોની યોજનાઓ પાર પાડવાના પ્રયાસો સૌથી વધુ કરવા માટેનું સરકારનું ધ્યાન અન્યત્ર ખેંચી જશે. લોકસભાની 2024ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પક્ષની ઉણપો દૂર કરવા માટે 1990ના દાયકા જેવું મંદિરનું નવું આંદોલન થતું જોવા તત્પર કેટલાક વિરોધી જૂથોની ટીકાઓ પર ઠંડુ પાણી રેડાય તે જોવાની ખ્વાહેશ સંઘના વડા તરીકે ભાગવતે કરી હતી. ‘દરેક મસ્જિદને મંદિરમાં ફેરવી નાંખવામાં આવશે અને લગભગ 30,000 મસ્જિદોને હિંદુઓ હસ્તગત કરશે. એવો આક્ષેપ કરી લઘુમતીઓમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરનારને સંઘના વડાના વકતવ્યથી જોરદાર જવાબ અપાયો હોવાનું લાગે છે.
અગ્રણી મુસલમાન નેતાઓ અસદુદ્દીન ઓવૈસી, અબુ આઝમી, મેહબૂબા મુફતી, ઉમર અબ્દુલ્લા અને ફારૂખ અબ્દુલ્લા હિંદુ – મુસ્લિમ મુદ્દાઓ પર નિયમિતપણે નિવેદન કરતા હતા. તેઓ કહેતા કે જ્ઞાનવાપી અને મથુરા જેવા મુદ્દાઓ મુસલમાનો પર દમન કરવાની મોટી યોજનાના ભાગ છે પણ મોહન ભાગવતના વકતવ્યને તેમની હવા કાઢી નાંખી છે. આમ છતાં ઓવૈસી અને અન્ય ટીકાકારોને લાગે છે કે ભાગવતનું વિધાન હૃદય પરિવર્તન નહીં પણ રાજકીય પરિવર્તન બતાવે છે. ભારતીય જનતા પક્ષના વરિષ્ટ નેતાઓ સંયમ બતાવે છે પણ T.R.P. વધારવાની TVની લ્હાયમાં નુપૂર શર્મા જેવા પ્રવકતાઓ ફસાઇ જાય છે. ત્યાં સુધી કે ઓમાનના મોટા મુફતીએ પણ નુપૂરના વિધાનનો વિરોધ કર્યો અને અખાતના દેશોમાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાનું પણ એલાન થયું.
સરકાર પરિસ્થિતિને કાબુમાં લેવાની કોશિશ કરતી હતી, ત્યારે પક્ષે નુપૂરને સસ્પેન્ડ કરી તેના વિધાનથી અળગળ કેવાથી જાહેરાત કરી હતી કે કેટલાક મુસલમાન પ્રતિનિધિઓ TV ચર્ચામાં શિવલિંગના મામલે એવા વિવાદાસ્પદ વિધાન કરતા હતા કે ભારતીય જનતા પક્ષના નવા પ્રવકતાઓ તેમની જાળમાં આવી ગયા. મોદી અખાતી દેશો સાથે સંબંધ સુધારવાના વ્યાયામમાં લાગ્યા તો વરિષ્ઠ નેતાઓએ સંયમ દાખવ્યો અને નુપૂર શર્માએ પણ પોતાની TV પરની ટીકા પાછી ખેંચી જે તેણે પહેલા કરવું જોઇતુ હતુ. સવાલ એ છે કે મામલો જ્યારે અદાલતમાં છે, ત્યારે ચૂપ રહેવાનું ભારતીય જનતા પક્ષે નકકી કર્યું છે ત્યારે આ વિવાદ ટાળી શકાયો હોત? પક્ષે નુપૂર શર્મા સામે જે પગલા લીધા તેની સામે પણ પક્ષમાં જ કેટલાક કાર્યકરોનો આક્રોશ છે અને એવો મત છે કે આ સમયે પક્ષે તેની પડખે ઊભા રહેવું જોઇએ. શિવલિંગ, હિંદુ માન્યતા અને વિચારોની ઠેકડી ઊડાડનારાઓ સામે પક્ષે શું પગલાં લીધા એવા પણ પ્રશ્નો થાય છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.