Entertainment

18+ ફિલ્મમાં અડધી ગાળો મ્યૂટ શા માટે? Deepak Tijoriનો CBFC પર સવાલ

Dhurandhar’ મુદ્દે ઉઠી નવી ચર્ચા “

બોલિવૂડમાં આ દિવસોમાં Dhurandhar: The Revengeનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડતી આ ફિલ્મને દર્શકો અને સેલિબ્રિટીઓ તરફથી ભારે પ્રશંસા મળી રહી છે. પરંતુ આ વચ્ચે અભિનેતા Deepak Tijoriએ ફિલ્મના સેન્સરશિપ મુદ્દે Central Board of Film Certification (CBFC) સામે તીખા સવાલો ઉઠાવ્યા છે.

દીપક તિજોરીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફિલ્મમાં “હાફ-મ્યૂટ” ગાળીઓ અંગે પોતાની ગૂંચવણ વ્યક્ત કરી. તેમણે લખ્યું કે CBFCની લોજિક સમજાતી નથી , કેટલાક શબ્દો અડધા મ્યૂટ કરાયા છે, જ્યારે કેટલાક સંપૂર્ણ રીતે સાંભળવા મળે છે. “આખરે આવું શા માટે?” એવો સવાલ તેમણે કર્યો. તેમણે ખાસ નોંધ્યું છે કે ફિલ્મને પહેલેથી જ 18+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, એટલે કે તે માત્ર પુખ્ત દર્શકો માટે છે, ત્યારે આવી અડધી-અડધી સેન્સરશિપનો અર્થ શું છે? “અમે કોને બચાવી રહ્યા છીએ? અને શાથી?” એવો સીધો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો.

તેમણે વધુમાં OTT રિલીઝને લઈને પણ મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે થિયેટરમાં અડધી ગાળીઓ મ્યૂટ કરવામાં આવે છે, પરંતુ થોડા જ સમયમાં એ જ ફિલ્મ OTT પર સંપૂર્ણ રીતે અનમ્યૂટ વર્ઝનમાં આવે છે. ત્યાં બાળકો પણ પરિવાર સાથે બેઠા બધું સ્પષ્ટ સાંભળી શકે છે તો પછી થિયેટરમાં આ પ્રકારની સેન્સરશિપનો અર્થ શું રહ્યો?

દીપક તિજોરીના આ નિવેદનને સોશિયલ મીડિયા પર વ્યાપક સમર્થન મળ્યું છે. ઘણા યુઝર્સે પણ CBFCની નીતિ પર સવાલો ઉઠાવ્યા. કેટલાક લોકોએ લખ્યું કે “જ્યારે અર્થ બધાને સમજાય છે, ત્યારે મ્યૂટ કરવાનો શું ફાયદો?” જ્યારે અન્યોએ કહ્યું કે “જો ફિલ્મ 18+ છે તો સેન્સર કરવાની જરૂર જ શું?”

ફિલ્મ અંગે વાત કરીએ તો, Aditya Dharના દિગ્દર્શનમાં બનેલી આ સ્પાય-એક્શન થ્રિલરમાં Ranveer Singh મુખ્ય ભૂમિકામાં છે. સાથે R. Madhavan, Arjun Rampal અને Sanjay Dutt જેવા કલાકારો પણ જોવા મળે છે. ફિલ્મે અત્યાર સુધી દેશભરમાં ₹650 કરોડથી વધુ અને વિશ્વભરમાં ₹1000 કરોડથી વધુની કમાણી કરી છે, અને હજુ પણ તેની સફળતા યથાવત છે. પરંતુ હવે CBFCની સેન્સરશિપ નીતિ પર ઉઠેલા સવાલો ફિલ્મ કરતાં વધુ ચર્ચાનો વિષય બની રહ્યા છે.

Most Popular

To Top