અમદાવાદ : નકલી નોટોના કારોબારમાં સંડોવાયેલી ગેંગની મહિલા સાગરીત અમદાવાદના વાડજ વિસ્તારની રહેવાસી છે, અને તેના લગ્ન સુરત ખાતે થયેલા છે.
પ્રાથમિક વિગતો મુજબ આ મહિલા અમદાવાદની હોવાથી તે અમદાવાદના વિસ્તારોથી માહિતગાર હતી. તેથી અમરાઈવાડી વિસ્તારમાં આ લોકો સાથે પહોંચી હતી. આ મહિલાને નકલી નોટ અંગે સંપૂર્ણ માહિતી હોવાનું પણ બહાર આવ્યું છે.
આ ઉપરાંત આ મહિલા ત્રણ-ચાર દિવસ પહેલા અમદાવાદમાં આવી હોવાની પણ હકીકત સામે આવી છે. આ સમગ્ર મામલામાં આ મહિલાની ભૂમિકા નહિવત હોવાનું જાણવા મળી રહ્યું છે, તેમ છતાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર નેટવર્કમાં આ મહિલાની શુભ ભૂમિકા છે તે અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદના અમરાઈવાડીમાંથી ક્રાઇમબ્રાન્ચે અંદાજે 2.38 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરી એક મહિલા સહિત સુરતના 7 આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દરોડા દરમિયાન એક કારમાંથી 500ના દરની નકલી નોટોના મોટા જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ફોર્ચ્યુનર કાર નંબર (GJ-05-RS-5252) પર Government of India તેમજ આયુષ મંત્રાલય લખાણ જોવા મળ્યું હતું, જેનો ઉપયોગ નકલી નોટોની હેરાફેરી માટે કરવામાં આવતો હતો. પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ નકલી નોટો સુરતના વરાછા વિસ્તારમાં છાપવામાં આવતી હતી. પોલીસે સુરતમાં પણ કાર્યવાહી કરી અને અંદાજે 80 લાખ રૂપિયાની નકલી નોટો કબજે કરી છે. સાથે જ નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતું પ્રિન્ટિંગ મશીન પણ જપ્ત કરવામાં આવ્યું છે.
ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક સફેદ રંગની ફોર્ચ્યુનર કાર (નંબર: GJ.05.AR.5252) માં કેટલાક સુરતન શખ્સો નકલી નોટોનો જથ્થો લઈને અમદાવાદમાં વિતરણ કરવા આવી રહ્યા છે. પોલીસે સરખેજ-બાવળા હાઈવે પર વોચ ગોઠવી શાંતિપુરા સર્કલ પાસે આ કારને આંતરી હતી. કારની ચકાસણી કરતાં તેમાંથી ₹500 ના દરની કુલ 42,000 નકલી નોટો (કિંમત ₹2.10 કરોડ) મળી આવી હતી.
સુરતમાં ચાલતી હતી ‘મિની બેંક નોટ પ્રેસ’
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ નોટો સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામે તાપી નદી કિનારે આવેલા યોગગુરુ પ્રદીપજીના આશ્રમમાં છપાતી હતી. આ યોગ ગુરુ ‘સત્યમ યોગ ફાઉન્ડેશન’ સાથે જોડાયેલો હોવાનીં ચોકાવનારી વિગતો સામે આવી છે. . ક્રાઈમ બ્રાન્ચે સુરત પોલીસની મદદથી ત્યાં દરોડો પાડીને નોટો છાપવાનું મશીન, પ્રિન્ટર, લેપટોપ અને ખાસ પ્રકારનો કાગળ જપ્ત કર્યો છે.કારમાંથી લાકડાની ચાકડી પણ મળી આવી છે. આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સામેલ છે, તેની વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર કેસમાં હજુ વધુ મોટા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનું – ક્રાઈમ બ્રાન્ચની આ કામગીરીથી ભારતીય અર્થતંત્રમાં મોટા પાયે નકલી નોટો ઘૂસાડવાનું કાવતરું નિષ્ફળ ગયું છે. આ ટોળકીના આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે અત્યારે ઊંડી તપાસ ચાલી રહી
આ રીતે મળ્યું નકલી ચલણી નોટનું કૌભાંડ
18 માર્ચ, 2026ના રોજ અમદાવાદ ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી
બાતમીના આધારે અમરાઈવાડી વિસ્તારમાં પોલીસે વોચ ગોઠવી
બાતમી મુજબની સફેદ કાર દેખાતા તેને અટકાવી ઝડતી લીધી
ફોર્ચ્યુનર કારમાંથી 500ના દરની નકલી નોટોના બંડલો મળી આવ્યા
AI અને ચાઈનીઝ મટીરિયલના ઉપયોગની માહિતી સામે આવી
મુખ્ય સૂત્રધાર: આ આખી ગેંગનો માસ્ટરમાઈન્ડ મુકેશભાઈ લાખાભાઈ ઠુમ્મર છે, જેણે સુરતમાં રહેણાંક મકાનમાં પ્રિન્ટિંગ સેટઅપ ઊભું કર્યું હતું. નોટો છાપવા માટે વપરાતો RBI અને ભારત લખેલો સિક્યોરિટી થ્રેડ પેપર ચાઈનીઝ વેબસાઈટ (https://www.google.com/search?q=Alibaba.com) દ્વારા વિદેશી એજન્ટોના સંપર્કથી મંગાવ્યો હતો.
ચાઈનીઝ કનેક્શન: આરોપીઓ નકલી નોટ માટે જરૂરી સિક્યોરિટી થ્રેડ વાળું પેપર (જેના પર ‘RBI’ અને ‘ભારત’ લખેલું હોય છે) અલીબાબા જેવી ચાઈનીઝ ઓનલાઈન સાઈટ પરથી મંગાવતા હતા.
ટેકનોલોજીનો દુરુપયોગ: નોટ અસલી જેવી જ દેખાય તે માટે આરોપીઓએ ChatGPT જેવા AI પ્લેટફોર્મ અને ફોટો એડિટિંગ સોફ્ટવેરની મદદ લીધી હતી. તેનાથી તેઓએ નોટની ડિઝાઇન અને લેઆઉટને અદ્દલ અસલી જેવું બનાવ્યું હતું.
અમદાવાદ અને સુરતથી આ ચીજો કબજે લેવાઇ
અમદાવાદથી 2.10 કરોડની નકલી કરન્સી
સુરતથી 28 લાખની નકલી કરન્સી
25 લાખની કિંમતની ફોર્ચ્યુનર કાર
16 રીમ સિક્યોરિટી પેપર, પ્રિન્ટર લેપટોપ, પેપર કટિંગ મશીન અને નોટો ગણવાનું મશીન
ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી
મુકેશભાઈ લાખાભાઈ ઠુમ્મર (રહે.77, ક્રિષણા રો હાઉસ સરથાણા જકાતનાકા, સુરત)
અશોકભાઈ ધનજીભાઈ માવાણી (રહે. 140 અશોકવાટિકા સોસાયટી, કાપોદ્રા, સુરત)
રમેશભાઈ વલ્લભભાઈ ભાલર (રહે. રહે. 25 અમરદીપ સોસાયટી, નાનાવરાછા, સુરત)
દિવ્યેશ ઈશ્વરભાઈ રાણા (રહે. 473 બ્રાહ્મણ ફળિયું, બસ સ્ટેન્ડ પાસે અમરોલી, સુરત)
પ્રદીપભાઈ દિલીપભાઈ જોટાંગીયા (સત્યમ દરગાહ સામે, ધોરણપારડી ગામ, સુરત)
મહિલા આરોપી (કતારગામ, સુરત)
ભરતભાઈ વાલજીભાઈ કાકડીયા (અયોધ્યાપુરમ સોસાયટી, વરાછા રોડ, સુરત)