હમણાં અમે રાજકોટમાં વરસતા વરસાદમાં જઈ રહ્યા હતા અને એક રોડ પર જોયું કે, એક ટ્રક ઊભી છે અને એમાંથી રેતી કપચી બહાર કાઢી મજૂરો દ્વારા રસ્તા પરના ખાડા પૂરવામાં આવી રહ્યા છે. મનમાં પ્રશ્ન થયો કે, વરસતા વરસાદમાં આવી કામગીરી શા માટે? એનો અર્થ શું? આવા ઉપાયો ટકાઉ ના જ હોય એની આમ આદમીને સમજ પડતી હોય તો તંત્રને કેમ નહિ પડતી હોય? આવો પ્રશ્ન મને પણ થયો. પણ ઉત્તર કોની પાસે જઈ મેળવવો? ઈ તો જવાબદાર મંત્રી પણ કહેતા હોય કે, વરસાદ પડે તો રસ્તામાં ખાડા પણ પડે. ગુજરાતમાં જ નહિ પણ દિલ્હીમાં પણ પડે છે એવા ય પ્રશ્ન પૂછવામાં આવે છે.
રાજકોટની વાત કરીએ તો હજુ ૪૦ ઇંચ વરસાદ પડ્યો નથી પણ જાણે ૧૦૦ ઇંચ વરસાદ પડ્યો હોય એવી રસ્તાઓની હાલત છે અને આવું માત્ર રાજકોટ જ નહિ પણ અમદાવાદ હોય કે સુરત …બધે સ્થિતિ એકસરખી છે. રાજ્યના 184 થી વધુ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા, જેમાં 4 રાજ્ય ધોરીમાર્ગો અને 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે. સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં થઈ છે, જેમ કે તાપી અને સુરત, જ્યાં અનુક્રમે 40 અને 32 રસ્તાઓ બંધ થયા હતા. કચ્છમાં પણ 154% થી વધુ વરસાદ પડવાથી રસ્તાઓને મોટું નુકસાન થયું છે. માઉન્ટ આબુ, જે ગુજરાતની સરહદ નજીક રાજસ્થાનમાં આવેલું છે, ત્યાં પણ ભારે વરસાદને કારણે રસ્તાઓ તૂટી ગયા છે અને વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉત્તર ભારતમાં હિમાચલ કે કાશ્મીરમાં અતિ ભારે વરસાદ પડયો અને નુકસાન થાય તે સ્વાભાવિક છે. અલબત્ત ત્યાં ય પર્યાવરણની એસી તૈસી કરાઈ હોવાનું પરિણામ છે પણ ગુજરાતની વાત કરીએ તો એક સમયે ગુજરાતના રસ્તાઓ અન્ય રાજ્યોની સરખામણીએ બહુ સારા ગણાતા અને કેશુભાઈ પટેલના શાસનમાં સવજીભાઈ કોરાટ માર્ગ મકાન મંત્રી હતા ત્યારે તો રસ્તાઓની ગુણવત્તા બહુ સારી રહેતી હતી.
તો હવે કેમ કામમાં લોટ, પાણી ને લાકડાં થઇ ગયાં છે. કોઈ રસ્તાનાં કામ સમયસર પૂરાં તો થતાં જ નહીં. પછી એ રાજકોટ – જેતપુર રોડ હોય કે, રાજકોટ અમદાવાદ રોડ. થોડા દિવસ પહેલાં અમે ઉદેપુર ગયા હતા અને ત્યાં જોયું કે, હાઈ વે હોય કે શહેરના રસ્તાઓ, ક્યાંય એક પણ ખાડો જોવા મળ્યો નહોતો. અહીંય વરસાદ સારો એવો પડ્યો છે અને અમે પાછાં આવતાં હતાં ત્યારે ડ્રાઈવરે કહ્યું કે, સાહેબ જોજો કે જેવી ગુજરાતની સરહદ શરૂ થશે એટલે ખાડા શરૂ અને એની વાત સાવ સાચી નીકળી. નેશનલ હાઈ વે તો એક જ છે પણ ગુજરાતના હાઈ વે આટલા બધા નબળા કેમ?
ભ્રષ્ટાચારનો ભોરીંગ રસ્તાઓને ગળી જાય છે. કોન્ટ્રાક્ટરો નબળું કામ કરે છે અને નિર્ધારિત માપદંડોનું પાલન કરતા નથી. યોગ્ય સમયે અને યોગ્ય રીતે પેચવર્ક ન થવાથી નાના ખાડા પણ મોટા ખાડામાં ફેરવાઈ જાય છે, જેનાથી રસ્તાની સ્થિતિ વધુ ખરાબ થાય છે. અતિ ભારે વરસાદ પડે ને રસ્તાને નુકસાન થાય એ સમજી શકાય પણ એવો વરસાદ તો પડ્યો નથી. કોન્ટ્રાક્ટરો અને સરકારી અધિકારીઓની મિલીભગતથી ટેન્ડર પ્રક્રિયામાં પણ ગેરરીતિ થાય છે. જે કોન્ટ્રાક્ટરો સત્તાધારી પક્ષ સાથે નિકટના સંબંધો ધરાવે છે અથવા તો કમિશન ચૂકવે છે, તેમને કામ આપવામાં આવે છે, ભલે તેમની કામગીરીનો રેકોર્ડ નબળો હોય.
અને નુકસાન થાય એ પછી જે તે એજન્સીને દંડવાના બદલે ગુજરાત સરકારે રસ્તા મરામત માટે અલગથી બજેટ ફાળવવું પડે છે. તાજેતરમાં પંચાયત હેઠળ આવતા 4,196 કિલોમીટરના 1,258 ગ્રામીણ રસ્તાઓનાં સમારકામ અને રિસરફેસિંગ માટે ₹2,609 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. 62 નગરપાલિકાઓમાં રસ્તાઓનાં સમારકામ માટે ₹97.50 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂર કરી છે. આ સિવાય, ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા શહેરી રસ્તાઓના તાત્કાલિક સમારકામ માટે 156 નગરપાલિકાઓને અગાઉ ₹99.60 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
અમદાવાદ શહેરમાં દર વર્ષે રસ્તા બનાવવા અને રિસરફેસ કરવા માટે ₹1,000 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોના બજેટમાં ગુજરાત સરકારે એક બજેટમાં આ વિભાગને ₹24,400 કરોડ ફાળવવામાં આવ્યા હતા, જેમાં રસ્તાનાં સુધારણા, મજબૂતીકરણ, અને જાળવણી માટે મોટી રકમનો સમાવેશ થાય છે. આમાંથી ₹910.51 કરોડ એવા ગ્રામીણ રસ્તાઓ અને મુખ્ય જિલ્લા માર્ગોના રિસરફેસિંગ માટે ફાળવવામાં આવ્યા હતા જેનું છેલ્લાં સાત વર્ષમાં રિસરફેસિંગ થયું ન હતું.
આ સ્થિતિમાં ટકાઉ રસ્તા બને એ માટેની ટેકનીક તો અપનાવવી દૂરની વાત છે. હા, રસ્તાઓનું સૌથી મોટું નુકસાન પાણી ભરાવાને કારણે થાય છે. તેથી, રસ્તાઓની બંને બાજુએ યોગ્ય રીતે ઢાળવાળી સપાટી અને મજબૂત ડ્રેનેજ સિસ્ટમ બનાવવી જોઈએ, જેથી વરસાદનું પાણી સરળતાથી વહી જાય અને રસ્તા પર ભરાઈ ન રહે. નાળાં, ગટરો અને ભૂગર્ભ પાઈપલાઈન બનાવીને રસ્તાઓ પરથી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવો જોઈએ. આ ડ્રેનેજ સિસ્ટમનું નિયમિતપણે નિરીક્ષણ અને સફાઈ પણ જરૂરી છે. ચોમાસા પહેલાં રસ્તાઓની ગુણવત્તાનું નિરીક્ષણ કરીને જ્યાં જરૂર હોય ત્યાં ખાડા અને તિરાડોનું સમારકામ (પેચવર્ક) કરવું જોઈએ.
ઉપરાંત, ડ્રોન અને જીપીએસ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તાઓની સ્થિતિનું નિયમિત મોનિટરિંગ કરવું જોઈએ, જેથી નુકસાન થતાંની સાથે જ સમારકામ શરૂ કરી શકાય. રસ્તાના બાંધકામ અને જાળવણીની જવાબદારી સ્પષ્ટ રીતે કોન્ટ્રાક્ટર અને સરકારી અધિકારીઓને સોંપવી જોઈએ. જો રસ્તાઓ ગેરંટી પિરિયડમાં તૂટી જાય તો કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેને રીપેર કરવા માટે જવાબદાર ગણવો જોઈએ. આ તમામ પગલાં જો અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવે, તો ગુજરાતના રસ્તાઓ વધુ મજબૂત અને ટકાઉ બની શકે છે, જેનાથી દર વર્ષે થતાં મોટાં નુકસાન અને નાગરિકોને પડતી હાલાકીને અટકાવી શકાય છે. પણ એવું કરવા માટે રાજકીય ઇચ્છાશક્તિ જોઈએ અને શક્તિ માટે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.