સુરત: કોરોનાકાળ (Corona pandemic)ને કારણે દોઢ વર્ષથી બંધ મનપા (SMC)નો ડો.શ્યામાપ્રસાદ મુખર્જી ઝુઓલોજિકલ ગાર્ડન એટલે કે નેચર પાર્ક (Sarthana nature park)માં રોજકોટ (Rajkot)થી લઇ આવવામાં આવેલી વ્હાઈટ ટાઈગર (White tiger)ની જોડી ગૌરવ અને ગરીમાને સોમવારથી મુલાકાતીઓ (Visitors)ને જોવા માટે ખુલ્લા મૂકવામાં આવતાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.
આ સાથે વધુમાં નેચ૨ પાર્ક ખાતે રાયપુર ઝૂ ખાતેથી મેળવવામાં આવેલી સિંહ (Lion)ની જોડીના સફળ પ્રજનન થકી એપ્રિલ-૨૦૨૧માં જન્મેલા સિંહબાળ કે જેને તેની માતા દ્વારા પૂરતી કાળજી ન લેવાતાં નેચર પાર્કના તંત્ર દ્વારા બોટલ ફીડિંગ (હેન્ડ રિયરિંગ) દ્વારા તેનો ઉછેર કરવામાં આવ્યો છે. તેનું પ્રથમ વેક્સિનેસન તા.14-7-21ના રોજ કરી દેવાયું છે અને હાલમાં તંદુરસ્ત છે. જેને પણ ટૂંક સમયમાં મુલાકાતીઓ માટે પ્રદર્શનમાં મૂકવાની વિચારણા ચાલી રહી છે.
સુરત મહાનગરપાલિકાના સ૨થાણા, નેચર પાર્ક (પ્રાણી સંગ્રહાલય) ખાતે સફેદ વાઘ મેળવવા બાબતે રાજકોટ ઝૂ સાથે પત્ર વ્યવહાર કરી માર્ચ-2021માં સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, ન્યૂ દિલ્હીની મંજૂરી મેળવવામાં આવી હતી. જે મુજબ સુરત ઝૂ અને રાજકોટ ઝૂ ખાતેથી પ્રાણીઓની પરિવહનની કામગીરી થઇ છે અને સુરત ઝૂના પાલિકાના નેચર પાર્કના ડો.રાજેશ પટેલ સહિતની ટીમ દીપડા (1 જોડી) અને જળ બિલાડી (1 જોડી) લઈ રાજકોટ ઝૂને આપી રાજકોટ ઝૂ ખાતેથી સફેદ વાઘ (1 જોડી) તથા શિયાળ (1 જોડી) તથા સિલ્વર ફિશન્ટ (1 જોડી) લાવવામાં આવી છે. વ્હાઈટ ટાઇગરની જોડીમાં ગૌરવનું 160 કિલોથી વધુ વજન છે, અને ગરિમાનું વજન 125 કિલો છે. બંનેની ઉંમર સવા બે વર્ષ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરથાણા નેચર પાર્કમાં ગત 9 જૂનના રોજ સરથાણા નેચર પાર્કમાં વાઘણ સંભવીનું મોત થયું હતું. જેથી છેલ્લા અઢી મહિનાથી સરથાણા નેચર પાર્કમાં કૃષ્ણ નામનો એક જ વાઘ હતો. જેથી હવે વાઘની સંખ્યા 3 થઈ ગઈ છે. જેમાં બે નર અને એક માદાનો સમાવેશ થાય છે.
સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં પ્રથમ વખત સફેદ વાઘ લાવવામાં આવ્યાં છે. જેથી હવે વાઘની સંખ્યા 3 થઈ ગઈ છે. જેમાં બે નર અને એક માદાનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષથી વધુ સમયથી વ્હાઇટ ટાઈગરને લાવવા માટે પ્રયાસ કરવામાં આવતા હતાં. આખરે તેમાં સફળતા મળી હતી. રાજકોટ ઝૂઓલોજિકલ પાર્કમાંથી વ્હાઈટ ટાઈગરની જોડી ગૈારવ અને ગરિમાને લાવવામાં આવતાં નેચર પાર્કમાં આકર્ષણમાં વધારો થયો છે. સાથે શિયાળ અને વિદેશી કલર ફૂલ પક્ષી સિલ્વર ફિઝનને લાવવામાં આવ્યાં છે. પાલિકાએ તેની સામે જળબિલાડીની એક જોડી અને એક જોડી દિપડાની આપી છે. વ્હાઈટ ટાઇગરની જોડીમાં બંનેની સવા બે વર્ષ ઉમર છે.
સુરત નેચરપાર્કમાં આવેલા પ્રાણીઓને નિયમ પ્રમાણે ક્વોરન્ટીન અને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ શહેરીજનો માટે ડિસ્પ્લે કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી સરથાણા નેચર પાર્કમાં કૃષ્ણ નામનો એક જ વાઘ હતો. ગત 9 જૂનના રોજ સરથાણા નેચર પાર્કમાં વાઘણ સંભવીનું મોત થયું હતું. જેથી છેલ્લા અઢી મહિનાથી સરથાણા નેચર પાર્કમાં એક જ વાઘ હતો.