National

દિલ્હીના જીટીબી હોસ્પિટલ કેમ્પસમાં સાથી કેદીને છોડાવવા ધોળા દિવસે ગોળીબાર: એકનુ એન્કાઉન્ટર

દિલ્હી : દિલ્હીમાં ગુનાખોરી (Delhi crime) સતત વધી રહી છે. ચેઇન સ્નેચિંગની ઘટનાઓ બાદ હવે બદમાશો વ્યાપક પ્રમાણમાં ખુલ્લે આમ દિવસોમાં પોલીસ સાથે લડત ચલાવી રહ્યા છે. રાજધાની(capital)માં 24 કલાકની અંદર બીજી વખત એન્કાઉન્ટર (encounter) થયું હતું. ગુરુવારે, જીટીબી હોસ્પિટલ (gtb hospital) કેમ્પસમાં ધોળા દિવસે પોલીસ અને ત્રાસવાદીઓ વચ્ચે ગોળીઓ છોડવામાં આવી હતી. બદમાશો તેમના કેદી સાથીઓને ભગાડવા માટે પહોંચ્યા હતા. દરમિયાન પોલીસની જવાબી કાર્યવાહીમાં એક બદમાશ માર્યો ગયો હતો જ્યારે બીજો એક બદમાશ ઘાયલ થયો હતો. જો કે, અન્ય એક બદમાશ તેના કેદી સાથીને ભગાડી લેવામાં સફળ રહ્યો હતો.

ફરાર કુલદીપ ઉર્ફ ફજજા

બદમાશો સ્કોર્પિયન્સમાં પહોંચ્યા તે પહેલા પોલીસ પર કેટલાક રાઉન્ડ ફાયરિંગ
(firing) કર્યું હતું. દિલ્હી પોલીસની પૂર્વીય રેન્જના સંયુક્ત કમિશનરએ જણાવ્યું કે કેદી કુલદીપ ફજ્જાને તબીબી સારવાર (treatment) માટે જીટીબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પાંચ લોકોએ હોસ્પિટલના કેમ્પસમાં પોલીસ ઉપર ફાયરિંગ કરીને ફજ્જાને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. બદમાશો સ્કોર્પિયોમાં પહોંચ્યા હતા. પોલીસ સાથે થયેલા ગોળીબાર દરમિયાન,જવાબી કાર્યવાહીમાં એક હુમલાખોર ઠાર માર્યો ગયો હતો અને બીજો ઘાયલ થયો હતો. જોકે, કેદી ફજ્જા તેના બદમાશ સાથીદારો સાથે ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

જીતેન્દ્ર યોગી ગેંગનો સભ્ય છે ફજજા
માહિતી અનુસાર, કેદી ફજ્જા ગેંગસ્ટર જીતેન્દ્ર યોગી ગેંગનો સભ્ય છે. તેની ઉપર હત્યા અને અન્ય ઘણા ગંભીર 70 થી વધુ કેસ છે. એસએસઆઈ બ્રહ્મપાલની આગેવાનીમાં પોલીસની ટીમે ફજ્જાને જીટીબી હોસ્પિટલમાં લાવી હતી. જિલ્લાની ક્રાઈમ બ્રાંચ અને ઉચ્ચ અધિકારીઓએ બનાવની તપાસ શરૂ કરી છે. ગોળીબારમાં ઈજાગ્રસ્ત થયેલા અંકેશ મુંડકા નિવાસી છે, જેમાંથી બે હત્યા અને એક હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. તે ઘાતક હુમલોના કિસ્સામાં વોન્ટેડ હતો. મૃતક બદમાશ રવિ બેગમપુરનો રહેવાસી છે, જેના પર હત્યાના અનેક કેસ છે.

પહેલાથી ઘેરો નાખીને બેઠા હતા કેદીના સાથીઓ
માહિતી મુજબ, કેદી ફજ્જાને જીટી મંડી જેલથી તબીબી સારવાર માટે જીટીબી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યારે તેના પાંચ સાથીઓ પહેલાથી જ હોસ્પિટલની બહાર ઘેરો નાખીને બેઠા હતા. તેમને ખાતરી હતી કે ફજ્જાને આજે હોસ્પિટલમાં લાવવામાં આવશે. જલદી પોલીસ કેદી સાથે હોસ્પિટલ પહોંચી હતી. દરમિયાન તેઓએ પોલીસ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધી હતી.

તડકે એન્કાઉન્ટરમાં બે બદમાશો પકડાયા હતા
અગાઉ ગુરુવારે સવારે પાંચ વાગ્યે થયેલ એન્કાઉન્ટરમાં દિલ્હી પોલીસે બે બદમાશોની ધરપકડ કરી હતી. એન્કાઉન્ટર દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બદમાશો ભૈરો માર્ગ પરથી પસાર થવા જઇ રહયા છે. પોલીસ ટીમ પહેલેથી જ ત્યાં છટકું ગોઠવીને હાજર હતી. બદમાશોની બ્લુ કાર જોઇને પોલીસે તેમને રોકવાનો ઈશારો પણ કર્યો. આના આધારે કારની ગતિએ અફરાતફરી મચી ગઈ હતી. તેની કાર બેરીકેડ સાથે ટકરાઈ હતી. આ પછી, બદમાશોએ પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આ દરમિયાન બે પોલીસકર્મીઓને ગોળી વાગી હતી. જવાબી કાર્યવાહીમાં બંને બદમાશોના પગમાં ગોળી વાગી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top