ગંગા નદીની ડોલ્ફિન (DOLPHIN OF GANGA) માછલી કયાં જોવા મળી? તે ડોલ્ફિન માછલીઓ વિજ્ઞાનીઓને ગંગા નદીની જ એક ટ્રીબ્યુટરી મહાનંદા નદીમાં જોવા મળી. ગંગા નદીની આ ડોલ્ફિન કેવા સ્થળને પસંદ કરે છે? તે ડોલ્ફિન પાંચ ફૂટથી આઠ ફૂટ ઊંડાણવાળા પાણીના સ્થળને પસંદ કરે છે. આ ડોલ્ફિન સામે હવામાન પરિવર્તન, નદીમાં કહેવાતો ઔદ્યોગિક કચરો, કાંપ અને યાંત્રિક હોડીઓ અને મ્યુનિસિપલ કચરો વગેરેથી થયેલા પ્રદૂષણને કારણે પડકાર ઊભો થયો છે.
ગંગા નદીની ડોલ્ફિન એ આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી (national aquatic animal) છે. તાજા પાણીની ડોલ્ફિન માછલીની કેટલી પ્રજાતિઓ છે? તાજા પાણીની ડોલ્ફિનની ચાર પ્રજાતિઓ છે. તેમાંની એક પ્રજાતિ ગંગા નદીમાં, બીજી પ્રજાતિ ચીનની યાંગ્સે નદીમાં, એક પ્રજાતિ પાકિસ્તાનની સિંધુ નદીમાં અને એક પ્રજાતિ દક્ષિણ અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળે છે.
ભારત, બાંગ્લાદેશ અને નેપાળની નદીઓમાં જોવા મળતી ડોલ્ફિન માછલીની પ્રજાતિ આંખે અંધ હોઇ, પોતાનો રસ્તો અને શિકારને પડઘાઓને આધારે શોધી કાઢે છે! ગંગા નદીની ડોલ્ફિન ‘સુસુ’ (susu dolphin) સામે કયા પડકારો છે? આ ડોલ્ફિન સામે પાણીનો ઓછો જથ્થો, વન્ય વિસ્તારોનો નાશ થવાને કારણે વધેલું પ્રદૂષણ વગેરે પડકારો છે. ‘વર્લ્ડ વાઇડ ફંડ’ (WORLD WIDE FUND) દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં શું જાણવા મળ્યું? તે સર્વે દ્વારા જાણવા મળ્યું કે ભારતની નદીઓમાં હાલમાં 2000થી પણ ઓછી ડોલ્ફિન છે!
ગંગા નદીની ટ્રીબ્યુટરી મહાનંદા નદી કયા સ્થળે ગંગા નદી સાથે જોડાય છે?
મહાનંદા નદી પશ્ચિમ બંગાળ, બિહારમાંથી આગળ વધીને બાંગ્લા દેશના ગોદાવરી આગળ ગંગા નદીમાં ભળી જાય છે. કઇ ડોલ્ફિનને પંજાબ રાજયના સત્તાવાર જળચર પ્રાણી તરીકે જાહેર કરાઇ? ફેબ્રુઆરી 1, વર્ષ 2019ના રોજ સિંધુ (SINDHU) નદીની ડોલ્ફિનને પંજાબ રાજયના સત્તાવાર જળચર પ્રાણી તરીકે જાહેર કરવામાં આવી. તેથી વન્ય ડિપાર્ટમેન્ટ દ્વારા ડોલ્ફિનની આ પ્રજાતિ લોપ ન પામે તે માટેની કાળજી લેવામાં આવશે! તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!
ગંગા નદીની ડોલ્ફિન માછલીઓ બિહારમાં મહાનંદા નદીમાં જોવા મળી
ગંગા નદીની ડોલ્ફિન માછલીઓ કે જેમના અસ્તિત્વ સામે ભય તોળાઇ રહયો છે, તે ડોલ્ફિન માછલીઓ ગંગા નદીની જ એક ટ્રીબ્યુનરી (મોટી નદીમાં વહી જતી નાની નદી) મહાનંદા નદીમાં જોવા મળી છે. આ મહાનંદા નદી બિહાર રાજયના કિશનગંજ જિલ્લામાંથી વહી જાય છે. વાત એમ છે કે વિક્રમશીલા જૈવવૈવિધ્ય સંશોધન અને શિક્ષણકેન્દ્રના કેટલાક વિજ્ઞાનીઓએ 6ઠ્ઠી જુલાઇ, વર્ષ 2019ના રોજ પોતે હાથ ધરેલી પહેલવહેલી મોજણીમાં જ આ ડોલ્ફિન માછલીઓને શોધી કાઢી હતી.
બીજી એક ગૌણ માહિતી એ હતી કે આ ડોલ્ફિન માછલીઓ ચોમાસાના પૂરસંકટ દરમ્યાન બાજુના અરેરીઆ જિલ્લામાં જોવા મળી હતી. આ રીતે ડોલ્ફિન માછલીનું નદીના પ્રવાહમાંથી મળવું એ જેતે નદીની માછલીઓની તંદુરસ્ત નીવસન વ્યવસ્થાનો સંકેત આપે છે. આ ડોલ્ફિન માછલીઓ પાંચ ફૂટથી આઠ ફૂટ ઊંડા પાણીવાળા સ્થળને પસંદ કરે છે. તેઓ ઝંઝાવાતી વેગથી વહેતા પાણીમાં જોવા મળે છે કે જયાં તેમને માટે ખોરાક તરીકે પૂરતી માછલીઓ હોય છે.ગંગા નદીની આ ડોલ્ફિન માછલી પાણીનો એવો વિસ્તાર પસંદ કરે છે કે જે પોતાનામાં વહેતા પાણીનો થોડોક જ પ્રવાહ ધરાવે અથવા ત્યાં તેવો પ્રવાહ લગીરે ય ન હોય કે જેથી માછલીઓનો શિકાર કરી શકાય અને ત્યાં પાછા ફરી શકાય.
નિષ્ણાત લોકો જણાવે છે, ‘ગંગા નદીની ડોલ્ફિન માછલીઓની વસાહતો સામે હવામાન પરિવર્તનને કારણે મોટો પડકાર ઊભો થયો છે. નદીમાં ઠાલવવામાં આવતો ઔદ્યોગિક અને મ્યુનિસિપલ કચરો, કાંપ અને યાંત્રિક હોડીઓ વગેરેથી થયેલા પ્રદૂષણને કારણે ગંગા નદીના તાજા પાણીની ડોલ્ફિનના અસ્તિત્વ સામે મોટા પડકારો ઊભા થયા છે.’ગંગા નદીની ડોલ્ફિન માછલી એ આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી છે. પરંતુ તેઓ ઘણી વાર શિકારીઓના શિકારનો ભોગ બને છે.
તાજા પાણીની ડોલ્ફિન માછલીઓની ચાર પ્રજાતિઓ છે. તેમાંની એક પ્રજાતિ ગંગા નદીની ડોલ્ફિન માછલી છે. તાજા પાણીની ડોલ્ફિન માછલીની બીજી એક પ્રજાતિ ચીનની યાંગસે નદીમાં જોવા મળે છે. અન્ય એક પ્રજાતિ પાકિસ્તાનમાં સિંધુ નદીમાં અને બાકીની એક પ્રજાતિ દક્ષિણ અમેરિકાની એમેઝોન નદીમાં જોવા મળે છે.
ભારત, નેપાળ અને બાંગ્લાદેશની ગંગા- બ્રહ્મપુત્ર-મેઘના અને કર્નાફૂલી-સાંગુ નદીની પ્રણાલીઓમાં એક સમયે વસતી ડોલ્ફિન હવે નાશ પામી છે. ગંગા નદીની ડોલ્ફિન માત્ર તાજા મીઠા પાણીમાં જીવી શકે છે અને તેઓ આંખે અંધ હોય કારણ કે ઉત્ક્રાંતિના તબક્કામાંથી પસાર થતાં થતાં તેમણે કાદવિયા પાણી સાથે અનુકૂલન સાધવાનું હોઇ, તેઓ આંખે અંધ બની હતી. આ ડોલ્ફિન માછલીઓ અને ચામાચીડિયાઓ પરાવર્તન પામતાં અવાજનો ઉપયોગ કરીને જેતે વસ્તુ (તેમના શિકારનું સ્થળ) શોધી કાઢે છે. આને ‘ઇકોલોકેશન’ કહે છે. આમ અવાજ તેમને માટે સર્વસ્વ છે. ઇકોલોકેશનના સહારે તેનો પાણીમાંથી વિહાર કરે છે, તેમની સામેના ભયમાંથી પાર ઊતરે છે અને પોતાનાં બચ્ચાંઓની દેખરેખ રાખે છે.
ગંગા નદીની ડોલ્ફિન માછલીઓ નેપાળ, ભારત અને બાંગ્લાદેશની નદી પ્રણાલીઓમાં જોવા મળે છે.ગંગા નદીની ડોલ્ફિન માછલીઓ (જેમને ‘સુસુ’ પણ કહેવામાં આવે છે) દુનિયાના સૌથી વધારે વસતીની ઘનતા ધરાવતાં વિસ્તારોમાં જોવા મળે છે. નદીના પાણીનો જથ્થો, વન્ય વિસ્તારો ઓછા થવાને કારણે વધી રહેલું પ્રદૂષણ, તે માછલીઓની મત્સ્ય જાળમાં ફસાઇ જવાની ઘટના વગેરે પરિબળોને કારણે તેમના અસ્તિત્વ સામે ભય ઊભો થયો છે.
હમણાં ‘વર્લ્ડ વાઇડ ફંડ’ (ડબલ્યુ ડબલ્યુ એફ), ભારત અને તેના ભાગીદારો દ્વારા ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓની પ્રણાલીમાં લગભગ 6000 કિ.મી.ના વિસ્તારમાં એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તે સર્વે પરથી જાણવા મળ્યું હતું કે હાલમાં ભારતની નદીઓમાં 2000થી પણ ઓછી ડોલ્ફિન બાકી રહી છે.ગંગા નદીમાં વહી જતી મહાનંદા નદી કેવીક નદી છે?આ મહાનંદા નદી એ ગંગા નદીની એક ટ્રીબ્યુટરી (મોટી નદીમાં વહી જતી નાની નદી) છે.તે દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ, હિમાલયમાંથી ઉદ્ભવે છે.