મણિપુરમાં શું બની રહ્યું છે એ ભારતની બાકીની પ્રજાને પૂરી ખબર નથી અને કદાચ ઇશાન રાજ્યોને બાદ કરતા અન્ય પ્રદેશોની પ્રજાને શું બની રહ્યું છે એ જાણવાની પડી પણ નથી. નહીં તો કેન્દ્ર સરકાર મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન વધુ છ મહિના લંબાવવાનો નિર્ણય ના કરી શકી હોત અને ભાજપની દુવિધા એ છે કે, મણિપુરમાં ભાજપ સંખ્યાબળની દૃષ્ટિએ નંબર વન છે અને છતાં મુખ્યમંત્રી માટે કોઈની પસંદગી કરી શકતો નથી.
આ બહુ વિચિત્ર સ્થિતિ છે. ભાજપ માટે જ નહીં , મણિપુર માટે જ નહીં પણ દેશ માટે. મણિપુરમાં છેલ્લા બે વર્ષથી જાતીય હિંસાનો દોર શરૂ થયો એ પૂરો થતો નથી. કુકી અને મૈતઈ સમાજ વચ્ચે હિંસા થઇ એ હજુ ય ચાલુ છે અને 60,000થી વધુ લોકો રાહત કેમ્પમાં રહે છે. મણિપુરમાં મે, 2023 થી શરૂ થયેલી કુકી અને મૈતઈ સમુદાયો વચ્ચેની વંશીય હિંસામાં 250 થી વધુ લોકોના મોત થયા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હજુ પણ તંગ છે અને આજ કારણે ભાજપ સરકારના મુખ્યમંત્રી એન બીરેનસિંહે આખરે રાજીનામું આપવું પડ્યું હતું અને બાદમાં ગઈ 13 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.
આ રાજ્યમાં એક નહીં અનેક સમસ્યા છે. રાજ્યમાં 6,000 થી વધુ પોલીસ હથિયારોની ચોરી થઈ છે, જે સુરક્ષા માટે ગંભીર ચિંતાનો વિષય છે. એટલું જ નહીં રાજ્યના મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો જે ઇમ્ફાલ ખીણને નાગાલેન્ડ અને આસામ સાથે જોડે છે, તે કુકી વસ્તીવાળા વિસ્તારોમાંથી પસાર થાય છે. મે 2023 થી ખીણના મૈતઈ રહેવાસીઓ આ હાઇવેનો ઉપયોગ કરી શક્યા નથી, જેના કારણે પુરવઠા અને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. પરિણામે રાહત કેમ્પોમાં રહેતા લોકોની મુશ્કેલી વધી છે. દોઢ બે વરસથી તેઓ રાહત કેમ્પમાં રહે છે.
મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે. મેઘાચંદ્ર સિંહે રાષ્ટ્રપતિ શાસનના વિસ્તરણની ટીકા કરી છે. તેમણે આ પગલાને ‘લોકશાહી મૂલ્યો અને બંધારણમાં સમાવિષ્ટ સંઘીય ભાવના પર ગંભીર ફટકો’ ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે ભાજપ બહુમતી હોવા છતાં સક્ષમ નેતા પસંદ કરવામાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. એમની વાત સાવ સાચી છે કારણ કે, ભાજપ માટે એવો કોઈ નેતા શોધવો અત્યંત મુશ્કેલ બની ગયું છે જે બંને સમુદાયોને સ્વીકાર્ય હોય. સંખ્યાબળની દૃષ્ટિએ ભાજપ મજબૂત છે.
60 ધારાસભ્યોમાંથી 37 ભાજપના છે, પરંતુ 10 કુકી ધારાસભ્યો નવી સરકારમાં જોડાવા તૈયાર નથી, જેના કારણે સર્વસંમતિ બનાવવી અઘરી બની છે. એન. બિરેન સિંહના રાજીનામા પછી ભાજપમાં જ નેતૃત્વ માટે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. સંબીત પાત્રા જેવા ભાજપના કેન્દ્રીય નેતાઓએ રાજ્યના ધારાસભ્યો સાથે ઘણી બેઠકો કરી, પરંતુ કોઈ એક નામ પર સર્વસંમતિ સધાઈ શકી નથી. પક્ષમાં બિરેન સિંહ અને સત્યવ્રત કેમ્પ જેવા વિવિધ જૂથો છે, જે બધાને સંતોષી શકે તેવા નેતાની પસંદગીને મુશ્કેલ બનાવે છે.
ભાજપ માટે આ રાજ્ય માથાનો દુખાવો બન્યું છે. વિપક્ષ આરોપ પણ મુકે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની આટલી ખરાબ હાલત છતાં એકવાર પણ મુલાકાત લીધી નથી અને એ કારણે ભાજપને નુકસાન થયું છે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભાજપ મણિપુરની બંને બેઠકો હારી ગયું હતું, જે દર્શાવે છે કે રાજ્યમાં પક્ષની લોકપ્રિયતા અને અસર ઘટી છે. અને હવે રાષ્ટ્રપતિ શાસના લંબાવાતા ફરી કેન્દ્ર સરકાર અને ભાજપ ટીકાનો ભોગ બનશે. સંસદ ચાલુ છે અને ત્યાં પણ આ મુદો ચર્ચિત બનશે.
પ્રાથમિક શિક્ષણની કોઈને પડી નથી!
ગુજરાત હોય કે રાજસ્થાન કે પછી યુપી. બધે પ્રાથમિક શિક્ષણની એક હાલત છે અને બહુ ખરાબ છે. રાસ્જ્થાનમાં હમણાં એક સ્કૂલની છત પદ અને સાત વિદ્યાર્થીઓ મુર્ત્યું પામ્યા એ મુદે ચર્ચા થઇ અને રાજસ્થાન સરકાર એકાએક જાગી ગઈ અને હવે રાજ્યમાં જર્જરિત શાળાઓનું મરામત કામ કરવા બજેટ અપાયું છે પણ આ પ્રશ્ન માત્ર રાજસ્થાનનો નથી. ગુજરાતમાં પણ આ જ હાલત છે. ઘણી શાળા જર્જરિત છે. પ્રાથમિક શાળામાં ભૌતિક સુવિધાથી માંડી શિક્ષકની કમી જોવા મળે છે. ગુજરાતમાં લગભગ 40,000 પ્રાથમિક શિક્ષકોની કમી છે અને સરકારે કેવો નિર્ણય હમણા લીધો? નિવૃત શિક્ષકોને જવાબદારી સોંપવી. અરે નોકરી માટે કેટલાય યુવાનો રાહમાં છે. લાયકાત ધરાવે છે એમની નિયુક્તિ કેમ નહીં? વિરોધ થયો એટલે રાજ્ય સરકારે પરિપત્ર પાછો ખેંચ્યો. અરે! હમણાં એક ધર્મસ્થાનમાં વીવીઆઈપી આવે તો એની સરભરા કરવા માટે શિક્ષકોને ફરજ સોંપાઈ. એનો વિરોધ થયો એટલે હુકમ પાછો ખેંચાયો.
યુપીમાં પાંચ હજાર શાળાઓ બંધ કરીને બાજુની શાળામાં મર્જર કરવાના નિર્ણયનો વિરોધ થઇ રહ્યો છે. વિપક્ષે આરોપ મુક્યો છે કે, સરકાર આ શાળા બંધ કરીને એ વિસ્તારમાં દારૂની દુકાન ખોલાવે છે. ૨૮ લાખ બાળકોએ શાળા છોડી છે. ગુજરાતમાં પણ આવું બની રહ્યું છે. કેટલાક નિયમ છે. એક કે ત્રણ કિલોમીટરમાં બીજી શાળા હોય અને વિદ્યાર્થીઓની સંખ્યા અમુક કરતા ઓછી હોય તો એને બંધ કરી નજીકની શાળામાં મર્જર કરી દેવાય છે.
આ કારણે બાળકો શાળા છોડે છે એવું અનેક કિસ્સાઓમા જોવા મળ્યું છે અને ગુજરાતમાં તો એક કૌભાંડ એવું ય ચાલે છે કે, શાળામાં બોગસ વિદ્યાર્થીઓ દર્શાવાય છે જેથી શાળા બંધ ના થાય અને શિક્ષકોને અન્યત્રે નોકરીએ જવું ના પડે. રાજકોટ અને અન્ય વિસ્તારોમાં આવા કિસ્સા બહાર આવ્યા છે. પ્રાથમિક શિક્ષણ એ પાયો છે અને એ જ મજબૂત ના હોય તો શિક્ષણની શી દશા થાય એ ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં ૨૦૧૯-૨૦માં તો એક અહેવાલ મુજબ ૬૦૦૦ શાળાઓ બંધ કરવાની વાત હતી. આજે શું સ્થિતિ છે એના ચોક્કાસ આંકડા મળતા નથી પણ પ્રાથમિક શિક્ષણમાં ગુજરાત ઉતરતા ક્રમે છે. રાજસ્થાન, યુપી, બિહાર જેવા રાજ્યોમાં પણ એવી જ સ્થિતિ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.