ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે વધુ તીવ્ર વળાંક લીધો છે. આ વધતો તણાવ વૈશ્વિક તેલના ભાવમાં વધારો કરી શકે છે. એટલે કે, જો ઈરાન અમેરિકાના પગલાંનો બદલો લેવાનું નક્કી કરે છે. વિશ્વભરનાં રોકાણકારો ઇઝરાયલ અને અમેરિકા સામે ઈરાનના બદલો લેવાના પગલાંથી ડરી ગયા છે. હોર્મુઝ સ્ટેટ એ મધ્ય પૂર્વમાંથી કાચા તેલની આયાત અને નિકાસ માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ વૈશ્વિક વેપાર માર્ગ છે.
તે ઓમાનના અખાત અને અરબી સમુદ્રને પર્સિયન અખાત સાથે જોડે છે. ભારત નજીકથી જોઈ રહ્યું છે કે શું ઈરાન તેના ખતરા પર કાર્યવાહી કરશે અને વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ તેલ પરિવહન ચોકી, હોર્મુઝ સ્ટેટને બંધ કરશે. ઈરાને ભૂતકાળમાં ક્યારેય આવું કર્યું નથી. જો કે આવી ચેતવણીઓ અનેક વખત આપવામાં આવી છે. ઈરાન વિશ્વનો નવમો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે જેનું ઉત્પાદન લગભગ 3.3 મિલિયન બેરલ પ્રતિ દિવસ છે. ભારત ક્રુડ ઓઇલનો વિશ્વનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે. તેની જરૂરિયાતોના 85 ટકાથી વધુને પૂર્ણ કરવા માટે આયાત ખૂબ આધાર રાખે છે.
ભારતે તેની તેલખરીદી વ્યૂહરચના પણ બદલી છે. તે રશિયા અને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદી રહ્યું છે. યુક્રેનના હુમલા બાદ પશ્ચિમી પ્રતિબંધો પછી સારી છૂટને કારણે રશિયાથી આયાતમાં વધારો થયો. ભારતમાં અમેરિકન તેલ શિપમેન્ટ જૂનમાં વધીને 4,39,000 બેરલ પ્રતિ દિવસ થયું, જે મે મહિનામાં 2,80,000 બેરલ પ્રતિ દિવસ હતું. ભારતની કુલ ક્રુડ આયાતમાં રશિયન ક્રુડ ઓઇલનો હિસ્સો 35 ટકા હતો. રશિયન તેલની આયાત સુએઝ કેનાલ, કેપ ઓફ ગુડ હોપ અથવા પેસિફિક મહાસાગર દ્વારા કરવામાં આવે છે. તમે કહી શકો છો કે પશ્ચિમ એશિયાઈ દેશો પર ભારતની નિર્ભરતા ધીમે ધીમે ઘટી રહી છે. પરંતુ ભારત હજુ પણ ઇરાક, સાઉદી અરેબિયા અને યુએઈથી તેનું ક્રુડ ઓઇલ મેળવે છે.
તે કુવૈત, કતાર અને ઓમાનથી પણ તેલ ખરીદે છે. હોર્મુઝ સ્ટેટ, ભારત માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે આયાતી ક્રુડનો લગભગ 47 ટકા આ માર્ગ દ્વારા આવે છે. તેથી જો તેલ સપ્લાય ચેનલ ખોરવાઈ જાય છે તો સપ્લાય ચેઇનમાં વિતરણ ભારતને અસર કરશે. ભારત દરરોજ લગભગ 5.1 મિલિયન બેરલ ક્રુડ ઓઇલ ખરીદે છે, જો કે, ઇઝરાયલ-ઈરાન સંઘર્ષમાં અત્યાર સુધી, ક્રુડ ઓઇલ સપ્લાયમાં કોઈ કાપ અથવા વિક્ષેપ થયો નથી. જો વિક્ષેપ આવે તો તે સંભવતઃ વિશ્વભરમાં તેલના ભાવમાં વધારો કરી શકે છે. ભારતના હંમેશા ઇઝરાયલ અને ઈરાન બંને સાથે સારા સંબંધો રહ્યા છે. બંને દેશો મહત્ત્વપૂર્ણ વેપારી ભાગીદાર રહ્યા છે.
ભારત દ્વારા ઇઝરાયલી સંરક્ષણ અને શસ્ત્ર પ્રણાલીઓની ખરીદીમાં મોટી છલાંગ લગાવવાને કારણે ઇઝરાયલનું મહત્ત્વ વધ્યું છે. બીજી બાજુ, ભારત ઇરાન પાસેથી કેટલાક જથ્થામાં તેલ અને ગેસ ખરીદી રહ્યું છે. જો હોર્મુઝમાં સંઘર્ષ વધુ ઊંડો થાય છે અથવા ટૂંકા ગાળા માટે કોઈ વિક્ષેપ પડે છે, તો રશિયન બેરલની ખરીદીમાં વધારો થશે. ભારતને અમેરિકા, નાઇજીરીયા, અંગોલા અને બ્રાઝિલ પાસેથી વધુ તેલ ખરીદવું પડી શકે છે. જો કે તેમાં માલ ભાડું વધુ લાગશે. જૂન મહિનામાં, ક્રુડ ઓઇલના ભાવ 24 ટકા વધીને પ્રતિ બેરલ 75 ડોલરની નજીક પહોંચી ગયા હતા જ્યારે રોકાણકારોને ડર છે કે મધ્ય પૂર્વના તણાવને કારણે આ વધારો ચાલુ રહેશે. શું આના પરિણામે ઈરાનમાં શાસન પરિવર્તન થશે? જો ચાલી રહેલા સંઘર્ષ દરમિયાન ઈરાનનું શાસન બદલાય છે.
અલી ખામેનીને સત્તા પરથી દૂર કરવાથી વૈશ્વિક તેલના ભાવ પર વધુ અસર પડશે, કારણ કે ઈરાન ‘OPEC’ દેશોમાં ત્રીજો સૌથી મોટો તેલ ઉત્પાદક દેશ છે. ભારતે તેલ વેપાર રદ કરવાની અથવા પ્રતિબંધોનો સામનો કરવાની અગાઉની ટ્રમ્પ વહીવટીતંત્રની માંગણી સ્વીકારી હતી; ઈરાન સાથેનો તેનો વેપાર 2017 માં લગભગ 4 બિલિયન ડોલરથી ઘટીને ગયા વર્ષે 1.4 બિલિયન ડોલર થયો હતો. સાથે જ હુમલાઓ પછી ગલ્ફ ક્ષેત્રમાં તણાવ તેમજ ગાઝા પર ઇઝરાયલી કાર્યવાહીને કારણે ઇઝરાયલ સાથેનો વેપાર 2022માં 11 બિલિયન ડોલરથી ઘટીને ગયા વર્ષે 3.75 બિલિયન ડોલર થયો છે. જો કે, છેલ્લા દાયકામાં ઇઝરાયલથી ભારતની સંરક્ષણ આયાત વધી છે. 2015માં લગભગ 5.6 મિલિયન ડોલરથી વધીને હાલમાં 128 મિલિયન ડોલર થઈ ગઈ છે.
ભારતે ઇઝરાયલ પાસેથી મિસાઇલ, માનવરહિત હવાઈ વાહનો, સેન્સર અને રડાર, એર ડિફેન્સ સિસ્ટમ અને નાનાં શસ્ત્રો સહિત અનેક લશ્કરી સાધનો અને શસ્ત્રો ખરીદ્યાં છે. 22 એપ્રિલના પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ગયા મહિને પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર માટે ઘણા ઇઝરાયલી મૂળનાં શસ્ત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઘણી ઇઝરાયલી કંપનીઓએ ભારતીય કંપનીઓ સાથે ભાગીદારી કરી છે અને સંયુક્ત સાહસો બનાવ્યાં છે અને તે ઈરાન-ઇઝરાયલ યુદ્ધ છતાં ભારતને પુરવઠો ચાલુ રાખવામાં પણ મદદ કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.