National

SSC કૌભાંડ: પાર્થ ચેટરજીને મંત્રી પદ પરથી હટાવ્યા બાદ પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરાયા

કોલકાતા: પશ્ચિમ બંગાળનાં (West Bangal) શિક્ષક ભરતી કૌભાંડમાં (Scam) પાર્થ ચેટર્જીની સંડોવણી સામે આવતા મમતા સરકાર (Government) એક્શનમાં આવી છે. મંત્રી પદેશી હટાવ્યા બાદ પાર્થ ચેટર્જીને ટીએમસી પાર્ટીમાંથી પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ કહ્યુ કે પાર્થ ચેટર્જીને પાર્ટીના મહાસચિવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ત્રણ અન્ય પદો પરથી હટાવી દેવામાં આવ્યા છે. જ્યાં સુધી તપાસ ચાલશે ત્યાં સુધી તેમને સસ્પેન્ડ રખાશે. જો તેઓ દોષી સાબિત ન થાય તો પરત લેવામાં આવી શકે છે.

આ પહેલા મમતા બેનર્જી દ્વારા પાર્થ ચેટર્જીને મંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. તેઓ હાલમાં ઉદ્યોગ મંત્રી હતા. શિક્ષક ભર્તી કૌભાંડ એ સમયે થયું હતું જયારે તેઓ શિક્ષણ મંત્રી હતા ત્યારે આ કૌભાંડમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. બંગાળના મુખ્ય સચિવ દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર પાર્થ ચેટરજીને ઉદ્યોગ મંત્રી પદની સાથે અન્ય પદો પરથી પણ હટાવી દેવામાં આવ્યા છે. જેમાં તેમને માહિતી અને પ્રસારણ વિભાગ, સંસદીય બાબતો સંબંધિત વિભાગ વગેરેમાંથી પણ છૂટા કરવામાં આવ્યા છે. શિક્ષક ભરતી કૌભાંડમાં ED દ્વારા પાર્થ ચેટરજીની ધરપકડ કરવામાં આવી છે. અર્પિતા મુખર્જી પકડાયા બાદ પાર્થની ધરપકડ કરવામાં આવી હતી. અર્પિતાના ઘરે પાડવામાં આવેલા દરોડામાં લગભગ 20 કરોડ રૂપિયાની રોકડ મળી આવી હતી.

ફ્લેટમાં દરોડા પાડતા જ મળ્યો કાળા નાણાંનો ખજાનો
બુધવારે અર્પિતાના બીજા ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પણ લગભગ 20 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ સાથે જ ત્યાંથી કેટલાંક કિલો સોનું પણ મળી આવ્યું હતું. EDનું માનવું છે કે આ એ જ પૈસા છે જે શિક્ષક ભરતી કૌભાંડમાં લાંચ તરીકે લેવામાં આવ્યા હતા. આ પહેલા 21 કરોડ 90 લાખ મળ્યા હતા. બુધવારે EDને 27 કરોડ 90 લાખ રોકડા અને 4 કરોડથી વધુની કિંમતનું સોનું મળ્યું છે. જ્યારે ગઈકાલે 21મી જુલાઈના રોજ EDએ ડાયમંડ સિટીના ફ્લેટ પર દરોડા પાડ્યા હતા, જ્યારે બેલઘોરિયાના ફ્લેટમાં દરોડા દરમિયાન કાળા નાણાંનો ખજાનો મળી આવ્યો હતો.

EDને ગઈ કાલે આ વસ્તુ મળી
27 કરોડ 90 લાખ રોકડ
6 કિલો સોનું (અડધા કિલો સોનાના 6 કડા, 3 કિલો સોનાના બિસ્કિટ)
સોનાની પેન

એવી જગ્યાએ પૈસા સંતાડ્યા હતા કે તમને જાણીને નવાઈ લાગશે
આ ફ્લેટમાં પૈસા જે જગ્યાએ રાખવામાં આવ્યા હતા તે જાણીને તમને આશ્ચર્ય થશે. મોટાભાગની નોટો બેડરૂમમાં, ડ્રોઈંગ રૂમમાં અને ટોયલેટમાં ભરેલી હતી. વોશરૂમના બેસિનની નીચે એક લોકર બનાવવામાં આવ્યું હતું જેમાં કાળા નાણાનો જથ્થો રાખવામાં આવ્યો હતો. બુધવારે જ્યારે EDએ દરોડા પાડ્યા ત્યારે નોટોની રિકવરીથી તેની આંખો પહોળી થઈ ગઈ હતી. આખી રાત નોટોની ગણતરી ચાલી. નોટો ગણવા માટે મશીનો મંગાવવામાં આવ્યા હતા. ટ્રકમાં 20 બોક્સ મંગાવવામાં આવ્યા હતા. જ્યારે સવારે 4 વાગ્યે ગણતરી પૂરી થઈ ત્યારે આ રકમ 27 કરોડ 90 લાખ સુધી પહોંચી ગઈ હતી. ત્યારબાદ આ પૈસા ટ્રકમાં ભરીને મોકલવામાં આવ્યા હતા.

આ પૈસા એક છોકરી પાસેથી મળી આવ્યા, આ બહુ મોટી ગેમ છે: મમતા બેનર્જી
પાર્થ ચેટરજીને કેબિનેટમાંથી હટાવ્યા બાદ સીએમ મમતા બેનર્જીનું નિવેદન આવ્યું છે. મમતાએ દાવો કર્યો હતો કે આ આખો મામલો એક મોટા ષડયંત્રનો ભાગ છે, જેના વિશે તે વધુ કઈ કહી શકશે નહીં. મમતાએ એમ પણ કહ્યું કે આ પૈસા એક છોકરી (અર્પિતા) પાસેથી મળી આવ્યા છે જેને વારંવાર બતાવવામાં આવી રહી છે. પાર્થ પર લેવાયેલી કાર્યવાહી અંગે મમતા બેનર્જીએ કહ્યું કે અમે તેમને હટાવ્યા કારણ કે તૃણમૂલ કોંગ્રેસ એક કડક પાર્ટી છે. તે બદલી શકાતું નથી. આ એક મોટી રમત છે, જેના વિશે અત્યારે વધુ વાત કરવામાં નહીં આવશે.

Most Popular

To Top