કોલકાત્તા,તા. 26(પીટીઆઇ): પશ્ચિમ બંગાળમાં શનિવારે 30 વિધાનસભા બેઠકો માટે પહેલા તબક્કાનું મતદાન યોજાશે. આ 30 વિધાનસભા બેઠકો માટે 73 લાખથી વધુ મતદારો 191 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ કરશે પહેલા તબક્કામાં જે બેઠકો માટે મતદાન થવા જઇ રહ્યું છે એ મોટાભાગનો ભાગ નક્સલ પ્રભાવિત જંગલમહેલ ક્ષેત્રમાં છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચૂંટણી કમિશન કેન્દ્રીય સૈન્યની લગભગ 684 કંપનીઓ તૈનાત કરશે. મતદાન કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવશે, જેમાં 7061 પરિસરમાં આવેલા 10,288 મતદાન મથકોની સુરક્ષા કરવામાં આવશે.
ઉપરાંત, વ્યૂહરચનાત્મક સ્થળો પર રાજ્ય પોલીસ પણ તૈનાત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, પુરૂલિયાની તમામ નવ બેઠકો, બાંકુરાની ચાર, ઝારગ્રામની ચાર અને પશ્ચિમ મેદનીપુરની છ ઉપરાંત પૂર્વ મેદનીપુરની સાત બેઠકો માટે મતદાન યોજાશે. ભાજપના નેતા સુવેન્દુ અધિકારીનો વિસ્તાર પણ આ જ તબક્કામાં આવરી લેવાયો છે.
ટીએમસી અને ભાજપ બંનેએ આ તબક્કાની 29 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે ડાબેરી-કોંગ્રેસ-આઈએસએફ ગંઠબંધને તમામ 30 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.
ઝારગ્રામમાં બૂથ દીઠ 11 અર્ધસૈનિક જવાનો તેનાત કરવામાં આવશે, જે રાજ્યમાં અત્યાર સુધીની કોઈપણ ચૂંટણી માટે સૌથી વધુ છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
ચૂંટણી પંચના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઝારગ્રામના ડાબેરી વિંગ એક્સ્ટ્રીમિસ્ટ (એલડબ્લ્યુઇ) વિસ્તારો તરીકે 1,1010 પરિસરમાંના તમામ 1,307 બૂથને સંવેદનશીલ જાહેર કરીને, અમે ફક્ત બૂથ મેનેજમેન્ટ માટે કેન્દ્રીય દળોની 127 કંપનીઓ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ફોર્સની અન્ય 14 કંપનીઓ ક્વિક રિસ્પોન્સ ટીમ્સ (ક્યૂઆરટી) તરીકે ઉપયોગમાં લેવામાં આવશે, એક કંપની સ્ટ્રોંગ રૂમની જાળવણી માટે અને બીજી બે કંપનીઓને જિલ્લા અને સબ-ડિવિઝનલ સ્ટ્રાઇકિંગ ફોર્સ તરીકે અનામત રાખવામાં આવશે.
ચૂંટણી માટે ઝારગ્રામમાં એક સાથે કેન્દ્રીય દળોની 144 કંપનીઓ તૈનાત કરવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું. અન્ય જિલ્લામાં બૂથ દીઠ સરેરાશ છ અર્ધસૈનિક જવાનો તૈનાત કરવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. પુરૂલિયામાં સૌથી વધુ સૈન્ય તૈનાત છે જેમાં 2,025 પરિસરમાં 3227 બૂથમાં 185 કંપનીઓ કાર્યરત છે.
West Bengal: બંગાળની 30 બેઠકો માટે કાલે પહેલા તબક્કાનું મતદાન, 191 ઉમેદવારો મેદાનમાં
By
Posted on