National

જિમથી બહાર નીકળ્યા અને સીધી મોત

ચંડીગઢમાં પ્રોપર્ટી ડીલર પર 8 ગોળીઓનો વરસાદ, સીસીટીવીમાં કેદ ખૂની રમત,હેલ્મેટધારી હુમલાખોરો ફરાર

શહેરના સેક્ટર-9 વિસ્તારમાં બુધવારે દિવસદાઢે એક પ્રોપર્ટી ડીલરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરી ફેલાઈ ગઈ હતી. ઘટનાએ શહેરની કાયદો-વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે.
મળતી માહિતી મુજબ, મૃતક પ્રોપર્ટી ડીલર રોજની જેમ જિમમાં વર્કઆઉટ કરીને બહાર નીકળ્યા હતા. જેમ જ તેઓ જિમની બહાર આવ્યા, ત્યાં પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા બાઈક પર સવાર હુમલાખોરોએ તેમની પર તાબડતોબ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આરોપીઓએ અંદાજે 8 ગોળીઓ ચલાવી, જે સીધી જ તેમને વાગી હતી.

ગોળીઓના અવાજથી આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને લોકો પોતાની જાન બચાવવા દોડાદોડ કરવા લાગ્યા હતા. ઘટના બાદ તેમના સાથીદારો અને સ્થાનિક લોકોએ વિલંબ કર્યા વગર તેમને તાત્કાલિક સ્કોર્પિયો કારમાં બેસાડી PGI હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભારે રક્તસ્રાવ થવાને કારણે રસ્તામાં જ તેમની હાલત ગંભીર બની ગઈ હતી અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસ ની પ્રાથમિક તપાસ મુજબ, હુમલાખોરોએ પોતાની ઓળખ છુપાવવા માટે હેલ્મેટ પહેરેલા હતા. ઘટના અંજામ આપ્યા બાદ તેઓ ઝડપી ગતિએ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ માટે તેમની ઓળખ સ્થાપિત કરવી એક મોટો પડકાર બની ગઈ છે. પોલીસે ઘટનાની નોંધ લઈને તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ ખંગાળવામાં આવી રહ્યા છે. પ્રાથમિક દૃષ્ટિએ આ મામલે જૂની અદાવત કે ગેંગવોરની સંભાવના પણ તપાસ હેઠળ છે.

Most Popular

To Top