SURAT

સુરતના પાલ વિસ્તારમાં 26 ફેબ્રુઆરીએ પાણી પુરવઠો બંધ, 27 ફેબ્રુઆરીએ ઓછા દબાણથી મળશે

સુરત મહાનગરપાલિકાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ ઝોન (રાંદેર) હેઠળ આવેલા પાલ જળ વિતરણ મથક ખાતે ભૂગર્ભ ટાંકીની સફાઈ અને જૂની ટાંકી સાથે ઇન્ટરકનેક્શન કરવાની હોવાથી 26/02/2026ના ગુરુવારે સવાર અને સાંજનો પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. તદુપરાંત 27/02/2026 ના શુક્રવારે પાણીનો પુરવઠો ઓછા પ્રેશરથી અને ઓછા જથ્થામાં મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ નાગરિકોને અગાઉથી જ જરૂરી પ્રમાણમાં પાણી સંગ્રહ કરી લેવાની તેમ જ પાણીનો બચતપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠો નિયમિત સમયસર શરૂ કરવામાં આવશે. નાગરિકોને થનારી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરવામાં આવી છે અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. નાગરિકોને સાથ સહકાર આપવાની અપીલ પણ કરાઈ છે.

કયાં વિસ્તારોમાં નહીં આવશે પાણી નોંધી લો

પાલ જળ વિતરણ મથક સંલગ્ન ઓવરહેડ ટાંકીના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક હેઠળ આવતા નીચેના વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત રહેશે:

  • ESR-4 વિસ્તાર: ટવીન ટાવરથી સિદ્ધિ વિનાયક હાઈટ્સ, અલ્પેશનગરથી સંત તુકારામ વિભાગ-2 અને વિભાગ-6 થી ઝઘડિયા ચોકડી સુધીના વિસ્તારો તથા આસપાસની સોસાયટીઓ.
  • ESR-2 વિસ્તાર: રોયલ પ્લેટિનમ કોમ્પ્લેક્સ, રાજહંસ પ્લેટિનમ, ઓર્ચિડ ઇન્ફિનિટી, નક્ષત્ર એમ્બેસી, પાલનપુર ગામ અને આસપાસના વિસ્તારો.
  • ESR-5 વિસ્તાર: હાર્મની રેસિડેન્સી, પંચામૃત કેમ્પસ, શ્રીપદ એન્ટિલિયા, પાલ ગામ અને તેની આસપાસની સોસાયટીઓ.
  • ESR-1 અને 3 વિસ્તાર: મોનાર્કથી ગૌરવપથ રોડ, પાલ હવેલીથી રાજહંસ કેમ્પસ અને કબૂતર સર્કલ સુધીના વિસ્તારો તથા આસપાસની સોસાયટીઓ.

Most Popular

To Top