National

UEA: ભારતના વાતાવરણમાં મોટા ફેરફારની ચેતાવણી, હિમાલય પીગળવાની સંભાવના

નવી દિલ્હી: ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયાની (University of East Anglia in England) એક રિસર્ચ મુજબ થોડા જ સમયમાં ભારતનું ક્લાયમેટ (Climate) થોડા જ સમયમાં બઘળી શકે છે. જો દેશનું તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસથી વધે છે તો હિમાલયના 90 ટકા વિસ્તારોમાં એક વર્ષથી વધુ સમય માટે દુષ્કાળનો (Drought) સામનો કરવો પડશે. એક નવા સંશોધનમાં આ ડરામણો ખુલાસો સામે આવ્યો છે.

આ અભ્યાસ ઈંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયા (UEA) ના સંશોધકો દ્વારા કરવામાં આવ્યો હતો. સર્વેનો ડેટા ક્લાઈમેટિક ચેન્જ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જે મુજબ ક્લાઈમેટિક ચેન્જની સૌથી ખરાબ અસર ભારતના હિમાલયના વિસ્તારોમાં થશે. રિપોર્ટ અનુસાર 80 ટકા ભારતીયો ગરમીની તાણનો સામનો કરી રહ્યા છે. જો આ રોકવું હોય તો પેરિસ એગ્રીમેેન્ટ મુજબ તાપમાનને દોઢ ડિગ્રી સેલ્સિયસ ઉપર અટકાવવું પડશે. જો તે 3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે તો પરિસ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ જશે.

આ નવો અભ્યાસ વિવિધ અભ્યાસોને જોડીને કરવામાં આવ્યો છે. આ તમામ આઠ અભ્યાસ ભારત, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા અને ઘાના પર કેન્દ્રિત છે. આ તમામ વિસ્તારોમાં આબોહવા પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનને કારણે દુષ્કાળ, પૂર, પાકની અછત અને જૈવવિવિધતામાં ઘટાડો થવાની સંભાવના છે.

અડધા ખેતરો સુકાઈ જશે, પાક પર પ્રતિકૂળ અસર થશે
નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો તાપમાનમાં 3-4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે તો ભારતમાં પોલીનેશન એટલે કે પરાગનયન અડધું ઘટી જશે. જો તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધે છે, તો તે એક ચતુર્થાંશ ઘટશે. તેમજ 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની ખેતી પર મોટી અસર પડશે. તેમજ દેશમાં અડધોઅડધ વાવેતર વિસ્તાર સુકાઈ જશે.

સર્વે મુજબ એ પણ શક્ય છે કે ભારતે ભયંકર દુષ્કાળનો સામનો કરવો પડી શકે. તેમજ આખા વર્ષ દરમિયાન શુષ્ક રહી શકે છે. આવો દુષ્કાળ સામાન્ય રીતે 30 વર્ષમાં એકવાર થાય છે. જો વધતા તાપમાનને 1.5 ડિગ્રી સેલ્સિયસ ઉપર અટકાવવામાં આવે તો ખેતીની જમીનને દુષ્કાળથી બચાવી શકાય છે. આ તાપમાનમાં પણ ભારત, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા અને ઘાના જેવા દેશોમાં ખેતીની જમીન સુકાઈ જશે.

Most Popular

To Top