Gujarat

ગુજરાતના એક્સપોર્ટરો પર યુદ્ધનો ભાર: UAE-ઓમાનના બંદરો પર 5,500 કન્ટેનર અટવાયા

ઈઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે વધતી તણાવગ્રસ્ત યુદ્ધની પરિસ્થિતિએ ગુજરાતના એક્સપોર્ટર્સને મોટી મુશ્કેલીમાં મૂકી દીધા છે. ખાડી યુદ્ધના કારણે યુએઈના ખોરફક્કન પોર્ટ અને ઓમાનના સોહાર પોર્ટ પર ગુજરાતના લગભગ 5,500 કન્ટેનર અટવાયા છે. આ કન્ટેનરો પરત લાવવા માટે એક્સપોર્ટરોને અંદાજે રૂ. 275 કરોડ ખર્ચવાનો ભોગ પડી શકે છે. ખાસ કરીને ઈદના સમયે ગુજરાતના ગારમેન્ટ-કપડા ઉદ્યોગને ભારે નુકસાન પહોંચ્યું છે. અમદાવાદ અને સુરતના ઉદ્યોગો માટે ખાડીના દેશો સાથેના વેપાર અટકાવાના કારણે સમયસર માલ પહોંચતા નથી, ઓર્ડર રદ થઈ રહ્યા છે અને કન્ટેનરો અટકવાની સ્થિતિમાં ઉદ્યોગોને રૂ. 1,500 કરોડનો આર્થિક ફટકો લાગ્યો છે. આ સિવાય બંદરો પર 800 જેટલા રેફ્રિજરેટેડ કન્ટેનરો છે, પરંતુ પોર્ટ પર માત્ર 120 પ્લગ્સ ઉપલબ્ધ હોવાથી માલ ઠંડું રાખવામાં સમસ્યા આવી રહી છે. જો આ કન્ટેનરો પરત ન લઈ જવાય, તો કન્ટેનરોમાં માલ બગડી શકે છે. પ્રતિ કન્ટેનરનો અંદાજિત ખર્ચ 5 લાખ રૂપિયા છે. 5,500 કન્ટેનરો પાછા લાવવા માટે રૂપિયા 275 કરોડ ખર્ચેવાની પરિસ્થિતિ ઊભી થઈ છે, જે સામાન્ય એક્સપોર્ટરો માટે મુશ્કેલ છે.

ગુજરાત બટાકા, તરબૂચ, કેરી, ડેરી પ્રોડક્ટ અને સમુદ્રી ફૂડનો મહત્વપૂર્ણ નિકાસ કરે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ખાડી યુદ્ધ ખતરનાક બની રહી છે. દર વર્ષે ગુજરાતમાંથી ખાડી દેશોમાં માત્ર કેરીનો જ રૂ. 500 કરોડનો વેપાર થાય છે. જો યુદ્ધ લાંબું ચાલે, તો કેરી અને અન્ય કૃષિ ઉત્પાદનના નિકાસ પર મોટી અસર પડી શકે છે. એક્સપોર્ટરોની આ સ્થિતિને જોતા ઉદ્યોગોમાં કિનારા મેળવવા માટે માંગ ઉઠી છે કે કેન્દ્ર સરકાર યુદ્ધના આર્થિક નુકસાન માટે રાહત પેકેજ જાહેર કરે. છતાં, હાલની પરિસ્થિતિમાં ઉદ્યોગો માટે સહાયનું વિઝન હજુ સ્પષ્ટ નથી.

Most Popular

To Top