સુરત: સુરત ક્રાઈમ બ્રાંચે (Surat crime branch) શહેરમાં ગુનાઓના આરોપીઓને એક પછી એક દબોચી લેવાનું શરૂ કર્યું છે. ત્યારે કુખ્યાત ગાજીપરા ગેંગ (Gajipara gang)ના મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલને હિમાચલ પ્રદેશ (Himachal pradesh)ના કુલ્લુથી ઝડપી પાડ્યો હતો.
સુરત શહેરમાં ખૂન (Murder), ખૂનની કોશિશ, અપહરણ (Kidnapping), લૂંટ (robbery), ખંડણી, આર્મ્સ એક્ટ સહિતના સંખ્યાબંધ ગુનાઓ સાથે આતંક મચાવનાર કુખ્યાત ગાજીપરા ગેંગનો મુખ્ય સૂત્રધાર અલ્તાફ પટેલ હિમાચલ પ્રદેશથી ઝડપાઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં આવેલા પુલગા ગામ પાર્વતી વેલી ખાતે આરોપી અલ્તાફ ગફુરભાઇ પટેલ (રહે., ખારવા ચાલ, હનુમાન મંદિરની બાજુમાં, લંબે હનુમાન રોડ, વરાછા તથા મૂળ ભરૂચ)ને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે વિપુલ ગાજીપરા સહિત કુલ સાત આરોપીને અગાઉ ઝડપી પાડ્યા હતા. ગેંગનો મુખ્ય આરોપી અલ્તાફ પટેલ સહિત ત્રણ નાસતા ફરતા હતા. હિમાચલ પ્રદેશમાં સામાન્ય રીતે હોટેલોમાં આઈડી પ્રૂફ વગર રહેવું, અન્ય રાજ્યો કરતા સરળ હોવાથી તે સંપર્કથી બહાર ત્યાં રહેતો હતો. કોર્ટે 11 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યાં છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
- વર્ષ-2003માં આરોપી અમેરિકન લેડીઝના મર્ડરના ગુનામાં થાણે ખાતે સેન્ટ્રલ જેલમાં હતો
- વર્ષ-2007માં લંડન ખાતે નકલી પાસપોર્ટના ગુનામાં 6 મહિના જેલની સજા થતાં તેને લંડનથી ડિપોટ કરાયો હતો
- વર્ષ-2017માં ચકચારી મમ્મુ હાસોટી પર ફાયરિંગના ગુનામાં ધરપકડ થઈ હતી.
- વર્ષ-2018માં આરોપીએ પોતાની ધરપકડથી નાસવા માટે પોતાની મર્સિડીઝ કાર પૂરઝડપે હંકારી કાર વડે પોલીસને કચડી નાંખી જાનથી મારી નાંખવાનો પ્રયત્ન કર્યો હતો. જે અંગે નવસારી પોલીસમાં ગુનો નોંધાતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
- વર્ષ-2008માં NCB અમદાવાદ દ્વારા વડોદરા જિલ્લાના જાંબુવા ખાતેથી આશરે દોઢ કિલો જેટલા એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે રિચમંચ બ્રિટીશ કોલંબીયા કેનેડાના આરોપી નામે ક્ષી જીગ ફેગ ઉર્ફે રિચાર્ડ્સ નામના ઇસમની ધરપકડ NIA દ્વારા કરવામાં આવી હતી. તે આરોપીને વર્ષ-2011ના અરસામાં અલ્તાફ પટેલે સેયાજી ગંજ હોસ્પિટલ વડોદરા ખાતેથી પોતાની સાથે ભગાડી લઇ જઇ નેપાળ બોર્ડરથી અન્ય દેશમાં ભગાડી ગયો હતો.
અગાઉ પકડાયેલા આરોપીઓ
(૧) શશાંકસિંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંહ સિંહ
(૨) ઉજ્વલદીપ ઉર્ફે યુડી બ્રિજમોહનસિંગ (રાજપૂત)
(૩) અર્જુનકુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડે
(4) કપિલકુમાર ઉર્ફે પોપીન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ મામચંદ
(૫) મોહંમદ ઇલીયાસ મોહંમદ બીલાલ કાપડિયા
(6) વિપુલ ડાહ્યાભાઇ ગાજીપરા
(૭) ડેનીશ ઉર્ફે નાનો ઉર્ફે ડેનીયો રમેશચંદ્ર બિલાડાવાળા (ખત્રી)
હવે આ ગુનામાં વોન્ટેડ આરોપીઓ
(1) આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ ઐયુબખાન ઝોજા (પઠાણ)
(2) અંકિતકુમાર ઉર્ફે ડોક્ટર કરમવીરસિંગ