એકલા ગુજરાતમાં ૩.૫ લાખથી વધુ સ્ટ્રીટ ડોગ હોવાનો અંદાજ છે. એકલા ગુજરાતમાં જ વર્ષે ૨૦૨૪માં કૂતરા કરડવાના ૪,૮૦,૪૨૭ કેસ નોંધાતા રાષ્ટ્રીય રોગ નિયંત્રક કેન્દ્રએ તત્કાલ અમલની સૂચના સાથે છેક તાલુકા સ્વાસ્થ્ય કેન્દ્ર સુધી રેબિઝના ૧૬૪ કરોડ ડોઝ પહોંચતા કરવા પડ્યા છે. જેની બજાર કિંમત ૪૫ કરોડથી વધુ થાય છે. રખડતા કૂતરાના કરડવાંથી પ્રતિવર્ષ દેશમાં ૩૮ લાખ નાગરિકોનાં બગડતા માનવ કલાકો અને તેના મૂલ્યને ગંભીરતાથી જોતાં ભારતની સર્વોચ્ચ અદાલતે કડક વલણ અપનાવી ૨૩ રાજ્યનો મુખ્ય સચિવોને સુપ્રિમ કોર્ટમાં પ્રત્યક્ષ હાજર રહેવાની ફરજ પાડી.
રાજ્યે પશુ જન્મ નિયંત્રણ નિયમોમાં અનુપાલન માટે શા પગલા લીધા છે તે બાબતે કોર્ટ સમક્ષ સોગંદનામુ રજૂ કરવા સંજ્ઞાનથી અમલ કરાવ્યો છે. કોર્ટે આમ નાગરિકોની પીડાને લક્ષમાં ન લેવા માટે ન્યાયાધિશ વિક્રમનાથ, સંદિપ મહેતા અને ગુજરાતનાં શ્રી એન.વી. અંજારીયા સાહેબની બેંચે દેશનાં તમામ રાજ્યોનાં મુખ્ય સચિવોને આદેશ આપ્યો છે કે નાગરીક સુવિધા માટેની સરકારી આસ્કયામતોમાં રખડતા પશુઓ ન પ્રવેશે તેની તકેદારી લેવામાં આવે.
જો કે રાઈટ ફોર એનીમલ ઇન્ડીયાનાં જીવદયા ભાવથી પ્રેરાએલ નાગરીકોએ સુપ્રિમ કોર્ટનાં ઈનીસ્ટેટીવ સામે સહી ઝુંબેશ ઉપાડી છે. ત્યારે સવાલ ઉભો થાય છે કે રખડતાં પશુ-પ્રાણીનાં અસ્તિત્વને માન્ય રાખવું કે એક સામાજીક વ્યવસ્થામાં બદ્ધ કુટુંબ જીવનનાં સદસ્યનાં આરોગ્ય અધિકારને સુરક્ષિત રાખવા!
ભારતનાં સંવિધાને અનુચ્છેદ ૨૧ અન્વયે નાગરીકોને આરોગ્ય પ્રદ સુરક્ષિત જીવનનો મૂળભૂત અધિકાર આપ્યો છે. તો અનુચ્છેદ ૪૭માં રાજ્યના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ રાજ્યને જાહેર સુખાકારી સુધારવા ફરજ સોંપેલ છે. અને આથી જ કલ્યાણ રાજ્યનાં ઉદ્દેશ સાથે ગુજરાત રાજ્ય પ્રતિ વર્ષ પોતાના રૂ. ૩,૭૦,૨૫૦ કરોડનાં બજેટમાં માનવીય સ્વાસ્થ્ય સુખાકારી માટે રૂ.ર૪,૩૮૫ કરોડ (બજેટના ૬.૩૧ %) ફાળવે છે ત્યારે રાજ્યનાં ગૃહ અને આરોગ્ય મંત્રાલયની જવાબદારી બને છે કે રખડતા-ભટક્તા પશુ પ્રાણીથી આમ નાગરિક આહત ન થાય. બંધારણે જે સ્વતંત્રતાને સર્વસ્વ મૂલ્ય તરીકે પ્રસ્થાપિત કર્યું છે તે મૂલ્ય અવ્યવસ્થાઓનાં કારણે ન હણાય.
જીવદયાપ્રેમી ગુજરાતમાં જ્યાં માનવ કરતા પશુઓની સંખ્યા વધુ છે. ત્યાં રસ્તા ઉપર અથડાતા ગાય અને ખૂંટની અંદાજીત સંખ્યા ૪.૮૫ લાખ છે. એકલા ગુજરાતમાં પશુઓના કારણે થતાં અકસ્માતોથી મૃત્યુ પામતા ૧.૮૫ લાખ નાગરીકોની સ્થિતિને ગંભીરતાથી લઈ ગુજરાત હાઈ કોર્ટે પોલિસ વિભાગને પશુ આહત સંબંધે અલગ એફ.આઈ.આર. દાખલ કરવા સંજ્ઞાન આપેલ છે. ગુજરાત હાઈ કોર્ટમાં દાખલ કરેલ એફીડેવીટ અનુસાર ગુજરાતમાં સરેરાશ ૪૩૩ નાગરીકો કૂતરા કરડવાથી અને ૨૨૭ નાગરીકોને પશુ આહતથી હાડકા તુટવામાં દૈનિક કિસ્સાઓ બને છે.
શહેરીકરણના લીધે વધતી ઊંચી ઈમારતોનાં લીધે એક નવી ઈકો સિસ્ટમ તૈયાર થઈ રહી છે જેમાં કબુતર જેવા પક્ષીઓનાં વિસ્તારને વ્યાપક અનુકુળતા મળતા આજે એકલા અમદાવાદમાં અંદાજીત ૭ લાખ કબુતર હોવાનો આંકડો એરપોર્ટ ઓથોરીટી જણાવે છે. રખડતાં ભટકતાં કૂતરાઓ કરડવાથી હડકવા નામે ચેપી રોગ થાય છે. ગાયો અને ખુંટથી હાડકાં ભાંગે છે તો ઉડતા કબુતરોની ચરકમાંથી હાઈપર સેન્સેટીવ ન્યુમોનિયાથી ફેફસામાં સોજા આવવા સાથે ક્રિપટો કોકોસીસ પ્રકારે મેનેન્જાઈટીસ ઉપરાંત ફલ્યુ અને સીટા કોસીસ (પોપટ તાવ) પ્રકારે માનવીય રોગોનો વ્યાપ વધ્યો છે.
ફેફસાનાં વધતા રોગો માત્ર ને માત્ર સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદ, ભાવનગર પ્રકારે શહેરોમાં ગંભીર રૂપ લઈ રહ્યા છે ત્યારે પુણ્યની ખેવનાથી કબુતરોને જુવાર આપતા કે કૂતરાને ટેમ્પો ભરી રોટલા અને બીસ્કીટ આપતા પશુ પ્રેમીઓએ વિચારવું રહ્યું કે રખડતા પશુઓ પંખીઓથી આમ નાગરિકોનું સ્વાસ્થ્ય હણાય છે જે દેખાતી હકીક્ત છે તેથી કલ્યાણ રાજ્યની ખેવના કરતા પ્રજાના પ્રતિનિધિઓએ વિચારવું રહ્યું કે સામાજીક શિસ્તનાં દાયરામાં રહેતા માનવ સમુદાયને હજુ ક્યાં સુધી જંગલ રાજની પીડા સહન કરવાની!
ડાર્વિનના ઉત્ક્રાંતિ વાદમાં તો ફીટેસ્ટ સર્વાયવલની ઐતિહાસિક હકીક્ત દર્શાવાઈ છે અને પુરાણ પણ જીવો જીવસ્થ ભોજ્યતે કહે છે ત્યારે રખડતી ભટક્તી જીવ વ્યવસ્થા સામે માનવીય વ્યવસ્થાપનને પ્રાધાન્ય આપવાની સુપ્રિમ કોર્ટની મુહિમ યોગ્ય છે. અને એનીમલ લવર્સ પોતાના ઘરે તો પશુ પંખીનો ઉછેર કરી જ શકે છે. ઘરના આંગણે એક કરતા વધુ કૂતરાઓ અને કબુતરના ઉછેર કેન્દ્રો હંમેશા પ્રશંસાપાત્ર રહ્યા છે. ગૌ શાળા અને પાંજરાપોળો તો કરૂણા અને દાનને પાત્ર રહી છે ત્યારે જૈન વિજ્ઞાનનાં મહત્વના સુત્ર તરીકે જીવદયામાં ઇકોલોજી, જૈવ નૈતિક્તા, બાયો એથિકસ, ટકાઉ જીવન શૈલી માટે પ્રાણીમાત્રની સુ-સંગતતા ઉપર ભાર મુકાયો છે. જે ને આધુનિક શહેરી વ્યવસ્થાઓએ પણ સ્વિકૃત કરવા રહ્યા અને એ જ તો સમ્યક દર્શન છે.
જીવ ઉત્ક્રાંતિના ૨૮ લાખ વર્ષ દરમિયાન સર્પમાંથી વરાહ (ભુંડ) અને તેમાંથી નૃસિંહ અવતાર તરીકે વિકસીત માનવમાં પણ પશુ વિચારે સિંહ જેનેટીકલ મેમરી બને છે. ત્યારે માનવ સહજ રીતે જ હિંસક હોવાનો પરંતુ જૈન અને પછીથી બૌદ્ધ વિચારે નવો આયામ આપી અહિંસાને સર્વ સ્વીકૃત કરી છે ત્યારે (૧) પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણુ (૨) વિવિધતાનાં સહ અસ્તિત્વનો સ્વીકાર (૩) પ્રાણી કલ્યાણ માટે નૈતિક આધાર તરીકે સમતુલિત આહારનું અનુશરણ કરીએ તે એક સારી સામાજીક વ્યવસ્થા બને છે પણ તેનો અર્થ એ પણ નથી કે ૧૨ લાખ વર્ષોથી વિકસીત માનવીય બૌદ્ધિક વ્યવસ્થાઓને રખડતા પશુ-પ્રાણીથી હાની થાય.
રખડતા ભટકતા પશુ પ્રાણી ઉપર રોક માટેની સુપ્રિમ કોર્ટની પહેલ માનવીય છે તેનું સન્માન કરીએ અને મ્યુનિસિપલ તંત્રને પ્રાણી સંસ્કૃતિનાં પ્રાકૃતિક નિયંત્રણ માટે સ્વતંત્રતા આપીએ. માનવ સમુદાયના વસ્તી નિયંત્રણ માટે સ્વયં માણસ જાગત છે અને આથી જ તો બેબસ તેવું રાષ્ટ્રીય સુત્ર પ્રચલિત કરવું પડયું છે. એટલું જ નહિ પણ બહુ પત્નીત્વને ગેર કાનુની જાણ્યું છે ત્યારે જીવદયાના નામે રખડતા ભટક્તા પશુ પંખીઓ પ્રત્યેના વ્યવસ્થા લક્ષી નિર્ણયોની અમલવારી માટે સુપ્રિમકોર્ટના જીવદયા વ્યવસ્થાપનને આદર આપીએ જે આધુનિક કલ્યાણ વિચાર બની રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.