Gujarat

ખેડૂતોના દેવા માફ કરો – વિધાનસભાની બહાર બહાર દેખાવો – સૂત્રોચ્ચાર

ગાંધીનગર,
આજે ગુજરાત વિધાનસભા સંકુલની બહાર ગુજરાત કોંગીના ધારાસભ્યો દ્વારા ખેડૂતોના દેવા માફ કરો તેવા સૂત્રો સાથે દેખાવો કરવામા આવ્યા હતા. ખાસ કરીને સીનીયર કોંગી સભ્ય અમીત ચાવડાના નેતૃત્વમાં કોંગી સભ્યો દ્વ્રારા પોસ્ટર્સ હાથમાં લઈને દેખાવો તથા ખેડૂતોના દેવા માફ કરો તેવા સૂત્રો પોકરવામા આવ્યા હતા. કોંગી સભ્યો દ્વારા એવી માંગ કરાઈ હતી કે દેવા માફ કરો , કાયમી નોકરી આપો , ફિકસ પેનો અંત લાવો , રૂા.500 માં ગેસનું સીલીન્ડર આપો , અનામત જ્ઞાતિના લોકોને તેમની જનસંખ્યા આધારિત બજેટ ફાળવો તેવી પણ માંગણી કરાઈ હતી. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી , જીગ્નેશ મેવાણી અને શૈલેષ પરમાર સહિતના સભ્યો આ દેખાવોમાં જોડાયા હતા.

Most Popular

To Top