વ્યારા: (Vyara) કાનપુરાનો અવધેશ કુશવાહની આજીવિકાનું સાધન એવાં વાનમાં (Van) પ્લાસ્ટિકનું સામન ગામે ગામે ફરી વેચાણ કરતા આવ્યા હતા. તેઓની વાન પોતાના ઘરની આગળ પાર્ક (Park) કરી હતી, ત્યારે રાત્રીનાં આશરે ૧ વાગ્યેનાં અરસામાં આ વાનને પેટ્રોલ (Petrol) નાંખીને મેહુલ પંચાલે (Mehul Panchal) સળગાવી (Fair) હોવાનો આક્ષેપ કર્યો છે. વાન સળગાવીને પેટ્રોલની બોટલ ફેંકીને જતો હતો ત્યારે અવધેશનાં પિતા રામ રતન કુશવાહાએ વાન સળગાવીને ભાગતા મેહુલ પંચાલને નજરે જોયાનું ફરિયાદમાં જણાવ્યું છે.
અગાઉ તેના ઘરમાંથી માલસામાનની ચોરી પણ કરી હોવાનુ ફરિયાદમાં જણાવ્યું છે
અગાઉ તા.૨૨મી સપ્ટેમ્બર નારોજ બપોરે મેહુલ પંચાલે અવધેશ કુશવાહને બિભત્સ ગાળો ભાંડી હતી. આગચંપી કરનાર ઈશમે અગાઉ તેના ઘરમાંથી માલસામાનની ચોરી પણ કરી હોવાનુ ફરિયાદમાં જણાવ્યું છે. જેની ફરિયાદ પણ અવધેશના પિતાએ કરી હતી, જેથી દાજ રાખી તેના માતાપિતાને અવારનવાર માં- બહેન પર બિભત્સ ગાળો બોલી, જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ પાર્ક કરેલ વાનને કોઈપણ કારણ વગર સળગાવી દેવામાં આવી હોય તેમજ તેના માતાપિતાને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હોય મેહુલ પંચાલ વિરુદ્ધ અવધેશ કુશવાહે વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી છે.