નવી દિલ્હી: બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી (Election) માટે મતદાન થઈ રહ્યું છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન (Former Prime Minister) ખાલિદા ઝિયાની મુખ્ય વિપક્ષી પાર્ટી (Opposition Party) બાંગ્લાદેશ (Bangladesh) નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ આ ચૂંટણીનો બહિષ્કાર (Boycott) કર્યો હતો. જેના કારણે વડાપ્રધાન (Prime Minister) શેખ હસીનાની સતત ચોથી વખત જીતવાની (Win) પ્રબળ સંભાવના છે.
પ્રાપ્ત વિગતો મુજબ બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે. દરમિયાન ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. બાંગ્લાદેશ સંસદની 300 બેઠકો માટે સવારે 8 વાગ્યે મતદાન શરૂ થયું હતું. તેમજ 8મી જાન્યુઆરીએ પરિણામ અપેક્ષિત છે. ચુંટણીના મથકે હિંસાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. તેમજ સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
વડાપ્રધાન શેખ હસીનાએ ભારત માટે કહ્યું…
મતદાન બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ભારતના વખાણ કર્યા અને કહ્યું, ‘તમારું હૃદયપૂર્વક સ્વાગત છે. અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે અમારી પાસે ભારત જેવો વિશ્વાસપાત્ર મિત્ર છે. અમારા મુક્તિ સંગ્રામ દરમિયાન તેમણે અમને ટેકો આપ્યો હતો. 1975 બાદ જ્યારે અમે અમારો આખો પરિવાર ગુમાવ્યો ત્યારે તેઓએ અમને આશ્રય આપ્યો હતો. તેથી ભારતના લોકોને અમારી શુભકામનાઓ.
10 જિલ્લામાં 17 મતદાન મથકોને આગ લગાડવામાં આવી છે
બાંગ્લાદેશમાં ચૂંટણી પહેલા અહીં મોટા પાયે હિંસા થઈ છે. ગઇકાલે શનિવારે વહેલી સવારથી બાંગ્લાદેશના 10 જિલ્લાઓમાં ઓછામાં ઓછા 17 મતદાન મથકોને આગ લગાડવામાં આવી હતી. પોલીસને સુનામગંજ, હબીગંજ, તાંગેલ, શરિયતપુર, ચટ્ટોગ્રામ, ગાઝીપુર, મૈમનસિંહ, નેત્રોકોના, ખુલના અને બરગુના જિલ્લામાં મતદાન મથકો પર આગજની કરવામાં આવી હતી.
શુક્રવારે રાત્રે ઢાકા નજીક પેસેન્જર ટ્રેનમાં આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા હતા. બીએનપીએ આ ઘટનાની યુએન મોનિટર તપાસની માંગ કરી છે. આ ઉપરાંત રાજબારી જિલ્લાના બલિયાકાંડીમાં મતદાન કેન્દ્ર પર ફરજ પર રહેલા ગ્રામ સંરક્ષણ પક્ષ (વીડીપી)ના સભ્ય રંજીત કુમાર ડે શનિવારે સવારે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર રણજીતની હત્યા કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તેમનો મૃતદેહ શાળાની પાછળની ઝાડીઓમાંથી મળી આવ્યો હતો. આ સિવાય ગાઝીપુરમાં મતદાન મથકો અને ચૂંટણી શિબિરોને પણ આગ લગાવી દેવામાં આવી છે.