સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના (VNSGU) રિઝલ્ટ (Result) મોડા જાહેર થવા કે પુન:મૂલ્યાંકનમાં પાસ થવા કે પછી માર્ક્સમાં સુધારો થતો હોય છે. જેથી તે વિદ્યાર્થીઓને (Student) મેરીટ મુજબ જે જગ્યાએ પ્રવેશ મેળવવા પાત્ર હોય, તે જગ્યાએ વધારાની બેઠક તરીકે પ્રવેશ અપાશે. યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠક મળી હતી. જેમાં જેમાં વિદ્યાર્થીઓના પરિણામ મામલે ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચા એમ હતી કે અમુક વિદ્યાર્થીઓના પરિણામો કોઈ કારણસરથી મોડા જાહેર થતા હોય, કેટલાક વિદ્યાર્થીઓ પુનઃમૂલ્યાંકનમાં નાપાસમાંથી પાસ થયા હોય અથવા ગુણમાં સુધારો થવાને કારણે પરિણામમાં સુધારો થતો હોય છે. કેટલાક વિદ્યાર્થીઓના પરિણામોમાં આગળના સેમેસ્ટરની રીમાર્ક ખેંચવામાં શરત ચૂક થઈ હોય અથવા અન્ય વહીવટી કાર્યવાહીને કારણે વિદ્યાર્થીઓના પરિણામો મોડા જાહેર થવા અથવા સુધારાઓ હોય છે. અન્ય કારણો જે વિદ્યાર્થીઓના કંટ્રોલમાં ન હોય. જેથી તે વિદ્યાર્થીઓ યોગ્ય સમયે પ્રવેશ ફોર્મ ભરી શકતા નથી. જેને કારણે તેમના વાસ્તવિક મેરિટ અનુસાર પ્રવેશપાત્ર જગ્યાએ પ્રવેશ મેળવી શકતા નથી.
ઓછી ફીને બદલે હાયર ફીમાં પ્રવેશ મેળવવો પડે છે. જે સ્પેશિયલાઈઝેશમાં જવા માંગતા હોય, તેમાં જઈ શકતા નથી. આવા વિદ્યાર્થીઓ તેઓની વાસ્તવિક મેરિટ અનુસાર પ્રવેશ મેળવવા પાત્ર હોય છે. આમ, આવા વિદ્યાર્થીઓને વાસ્તવિક મેરિટ અનુસાર જે જગ્યાએ પ્રવેશ મેળવવા પાત્ર હોય, તે જગ્યાએ સુપરન્યૂમરી બેઠક એટલે કે વધારાની બેઠક તરીકે પ્રવેશ આપવામાં આવે તેનો અભિપ્રાય કાર્યાલય દ્વારા આપવામાં આવ્યો હતો. જેને એકેડેમિક કાઉન્સિલમાં સ્વીકાર કરવામાં આવ્યો હતો. જેને સિન્ડિકેટ સભા દ્વારા પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.