સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) બીકોમ, બીએ, બીબીએ અને બીસીએ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સોની પહેલા સેમેસ્ટરની પરીક્ષા (Exam) આવતી કાલથી એટલે કે 12 ડિસેમ્બરને સોમવારથી શરૂ થવા જઈ રહી છે. જે પરીક્ષા ઓફલાઈન ડિસ્ક્રિપ્ટિવ (Offline descriptive) છે. વઘુમાં બીએસસી સેમ-1ની પરીક્ષા એમસીકયુ ઓએમઆર સીસટમથી લેવાશે.
- ફર્સ્ટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મૂંઝવણમાં આવ્યા વિના જે રીતે તૈયારી કરતા હોય, તે પ્રમાણે તૈયારી કરવી
- મોબાઇલ, સ્માર્ટ વોચ સહિતનું ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ લાવશે તો પણ રૂ.500 પેનલ્ટી સાથે જે-તે વિષયનું પરિણામ રદ કરાશે
- પરીક્ષા જે પદ્ધતિથી નક્કી થઈ હતી, તે પ્રમાણે જ છે
યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટની જુદા જુદા કાર્સોની પહેલા સેમેસ્ટરની પરીક્ષા સોમવારથી શરૂ થશે. જે પરીક્ષા ઓફલાઇન એમસીક્યૂ-ઓએમઆર સિસ્ટમથી લેવાશે, એવી વાત હતી. જેને કારણે વિદ્યાર્થીઓ મુઝવણમાં મુકાયા હતા. પણ યુનિવર્સિટીએ આ મામલે જણાવ્યું હતું કે માત્ર બીએસસી સેમ-૧ની પરીક્ષા એમસીક્યૂથી લેવાશે, જ્યારે બીકોમ ,બીએ ,બીબીએની એકઝામ ઓફલાઈન ડિસ્ક્રિપ્ટિવ બેસ પર છે. જે વાત ફેલાય છે, તે ખોટી છે.
પરીક્ષા જે પદ્ધતિથી નક્કી થઈ હતી, તે પ્રમાણે જ છે. ફર્સ્ટ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને મૂંઝવણમાં આવ્યા વિના જે રીતે તૈયારી કરતા હોય, તે પ્રમાણે તૈયારી કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષા ખંડમાં વિદ્યાર્થી કાપલી, પેપર અને પુસ્તક સહિતના કોઇ પણ લખાણવાળા સાહિત્ય સાથે પકડાશે તો પછી યુનિવર્સિટી નિયમ મુજબ રૂ.500 પેનલ્ટી સાથે જે-તે વિષયનું પરિણામ રદ કરશે. આવી જ રીતે મોબાઇલ, સ્માર્ટ વોચ સહિતનું ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ લાવશે તો પણ રૂ.500 પેનલ્ટી સાથે જે-તે વિષયનું પરિણામ રદ કરશે.