Vadodara

VMC દ્વારા વરસાદી કાંસ ઉપરના ગેરકાયદે દબાણો તોડવાનું કામ હાથ ધરાયું



પાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ કેટલાકે સ્વેચ્છિક પણ દબાણ તોડ્યા

નાના દબાણો દૂર કરવા પહોંચેલી દબાણ શાખાએ મોટા દબાણો સામે મૌન સેવતા અનેક સવાલ ઉભા થયા



વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજરોજ ગુરુવારે વડોદરા શહેરના વિશ્વામિત્રી આસપાસ અને કાસ પર કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તાજેતરમાં ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વિશ્વામિત્રી નદી કાંઠે થયેલા દબાણોની સાથે-સાથે વરસાદી કાંસો પર થયેલા દબાણોનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો.
શહેરમાં આવેલા પૂર બાદ વિશ્વામિત્રી પર કરાયેલા નાના નાના દબાણોને દૂર કરવાની કવાયત આજરોજ ગુરુવારે સવારથી કરવામાં આવી હતી. નાના દબાણો દૂર કરવા પહોચેલી દબાણ શાખાએ મોટા દબાણો સામે મૌન સેવતા અનેક સવાલ ઉભા થયા છે. પાલિકાના અધિકારી મેહુલ સોલંકી પણ સમગ્ર કાર્યવાહી વખતે સ્થળ પર હાજર રહ્યા હતા. તંત્રના આદેશ બાદ દબાણ શાખા-MGVCLની ટીમ પોલીસ સાથે પહોંચી હતી.
આજ રોજ કારેલીબાગ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત સાથે આરાધના ટોકીઝથી ખાસવાડી સ્મશાન સુધી વરસાદી કાંસ ઉપર બનેલા 12 દબાણો દૂર કરવાનું કામ શરૂ કરાયું હતું. પતરાના શેડમાં કાર રીપેરીંગ કરતા ગેરેજો પણ છે. આ લોકોને નોટિસ પણ આપવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ અહીં 30 ફૂટનો રોડ છે, અને 30 ફૂટના રોડમાં જે દબાણો આવે છે તે તોડવાનું કાર્ય સવારથીજ પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાનું ચાલુ કર્યું હતું. ઉલ્લેખનીય છે હાઇવે પર ગત રોજ વરસાદી કાંસ ઉપરના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. વર્ષોથી આ દબાણો તોડવામાં આવતા ન હતા. હરણી દરજીપુરા પાસે આજવા બ્રિજ તરફ એપ્રોચ રોડ પરના પાંચ દબાણો તોડવામાં આવ્યા હતા. અગાઉ વિશ્વામિત્રી નદીના પૂરને લીધે વિશ્વામિત્રી પરના દબાણો તોડવા પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. જેમાં મંગલપાંડે રોડ પર અગોરા મોલનું ક્લબ હાઉસનું દબાણ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. પાલિકા દ્વારા નોટિસ આપિયા બાદ કેટલા કે સ્વેચ્છિક પણ દબાણ તોડ્યા છે.

Most Popular

To Top