અમેરિકાના નોન – ઈમિગ્રન્ટ વિઝા ત્યાં દરેક પ્રકારનું કાર્ય કરવા માટે પ્રવેશતી વ્યક્તિઓ માટે ઉપલબ્ધ છે. એ સર્વેની લાયકાત અમેરિકાના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, 1952’ની કલમ 101માં દર્શાવવામાં આવી છે. કલમ 101ની જુદી જુદી પેટા કલમોમાં એની હેઠળ કઈ વ્યક્તિને વિઝા મળી શકે એ દર્શાવ્યું છે. એ સઘળી પેટા કલમો અને એની હેઠળ જેને જે વિઝા આપવામાં આવે છે એનું વર્ગીકરણ નીચે મુજબ છે.
A – 1 :- એલચીઓ, સરકારી પ્રધાનો અને રાજદ્વારી અધિકારીઓ અને એમના નજીકના કુટુંબીજનો.
A – 2 :- અન્ય સરકાર માન્ય અમલદારો અથવા વિદેશી સરકારોના કર્મચારીઓ અને એમના નજીકના કુટુંબીજનો.
A – 3 :- ઉપરની A – 1 અને A – 2 વર્ગના વિઝાધારકોના અંગત કર્મચારીઓ, નોકરો અને નજીકના કુટુંબીજનો.
B – 1 :- ધંધાદારી મુલાકાતીઓ.
B – 2 :- પર્યટક મુલાકાતીઓ.
C – 1 :- અમેરિકાથી વારંવાર આવતાં – જતાં વિદેશી પર્યટકો.
D – 1 :- દરિયાઈ અને હવાઈમાર્ગે ટૂંક સમય માટે અમેરિકા જતી કાફલાની વ્યક્તિઓ, જેઓ સ્ટીમર અથવા વિમાનમાં જતા હોય અને પાછા ફરવાના હોય.
E – 1 :- રાષ્ટ્રો વચ્ચેના કરારો અનુસાર જતાં વેપારીઓ.
E – 2 :- રાષ્ટ્રો વચ્ચેના કરારો અનુસાર જતા રોકાણકારો.
F – 1 :- શૈક્ષણિક તથા ભાષાના વિદ્યાર્થીઓ.
F – 2 :- F – 1 વિઝાધારકોના નજીકના કુટુંબીજનો.
G – 1 :- આંતરરાષ્ટ્રીય સંસ્થામાં કામ કરવા વિદેશી સરકારના મુખ્ય કાયમી પ્રતિનિધિઓ, એમનો સ્ટાફ અને કુટુંબીજનો.
G – 2 :- અન્ય સરકાર માન્ય વિદેશી સરકારોના પ્રતિનિધિઓ, જે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં કામ કરવા અમેરિકા જવા ઈચ્છે છે અને એમના નજીકના કુટુંબીજનો.
G – 3 :- જેમની સરકારો આંતરરાષ્ટ્રીય સંસ્થાના સભ્ય ન હોય એવી વિદેશી સરકારોના પ્રતિનિધિઓ, જે G – 1 અને G – 2 કેટેગરી અંગે અરજી કરવા લાયક હોય અને તથા એના કુટુંબીજનો.
G – 4 :- આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અધિકારીઓ અથવા કર્મચારીઓ તથા એમના નજીકના કુટુંબીજનો.
G – 5 :- G – 1 થી G – 4 વિઝાધારકોના અંગત નોકરચાકરો અને એમના કર્મચારીઓના સંબંધીઓ.
NATO – 1 થી NATO – 5 :- નાટો કરારની સંબંધિત કલમો હેઠળ અમેરિકામાં દાખલ થનાર વ્યક્તિઓ અને એમના નજીકના સંબંધીઓ.
NATO – 6 :- ઉત્તર એટલાન્ટિક કરાર હેઠળના મિશનમાં મિલિટરી સૈનિકો સાથે આવતા આમ નાગરિકો અને એમના નજીકના કુટુંબીજનો.
NATO – 7 :- NATO – 1 થી NATO – 6 સુધીના વિઝાધારકો અને નજીકના કર્મચારીઓ તથા એમના કુટુંબીજનો.
H – 1A :- રજિસ્ટર્ડ નર્સો.
H – 1B :- ખાસ રોજગારમાં કામ કરતી વ્યક્તિઓ, જે સ્નાતકની ડિગ્રીધારક હોય અથવા એને સમકક્ષ નોકરીનો અનુભવ ધરાવતી હોય.
H – 2A :- અમેરિકન ખેતીવાડી વિભાગ દ્વારા અધિકૃત અમેરિકન મજૂરોની ક્ષણિક તંગી પૂરી કરવા અમેરિકા આવતા હંગામી ખેતીવાડી મજૂરો.
H – 2B :- અમેરિકામાં જે શિક્ષિત મજૂરો (જેની તંગી હોય)ની હંગામી નોકરી કરવા આવતા હંગામી મજૂરો.
H – 3 :- હંગામી તાલીમાર્થીઓ.
H – 4 :- H – 1, H – 2 અથવા H – 3 વિઝાધારકોના નજીકના કુટુંબીજનો.
I :- વિદેશી પત્રોના અધિકૃત પ્રતિનિધિઓ, જે અમેરિકામાં માત્ર પત્રકારિત્વના કામ અંગે જ આવતા હોય તથા એમના નજીકના સંબંધીઓ.
J – 1 :- US ઈન્ફર્મેશન સંસ્થા દ્વારા માન્ય એક્સચેન્જ કાર્યક્રમની રૂએ અમેરિકામાં અભ્યાસ, કામકાજ અને તાલીમ અર્થે આવતા મુલાકાતીઓ.
K – 1 :- પોતાના પ્રિયતમ – પ્રિયતમા સાથે લગ્નના હેતુસર અમેરિકા આવતી વ્યક્તિઓ.
K – 2 :- K – 1 વિઝાધારકોનાં અપરિણીત અને સગીર બાળકો.
K – 3 :- અમેરિકન નાગરિકો (સિટિઝન)ની પત્ની યા પતિઓ.
K – 4 :- અમેરિકન નાગરિકો (સિટિઝન)ની પત્ની યા પતિના બાળકો.
L – 1 :- મેનેજરો, એક્ઝિક્યુટિવો તથા ખાસ પ્રકારનું જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ, જે આંતર કંપનીઓની બદલી રૂપે અમેરિકામાં પ્રવેશ ઈચ્છતી હોય.
L – 2 :- L – 1 વિઝાધારકોના નજીકના સંબંધીઓ.
M – 1 :- ભાષાઓનું શિક્ષણ લેનાર સિવાયના વ્યાવસાયિક અથવા અશૈક્ષણિક વિદ્યાર્થીઓ.
M – 2 :- M – 1 વિઝાધારકોના નજીકના સંબંધીઓ.
O – 1 :- વિજ્ઞાન, કળા, શિક્ષણ, વેપાર – ઉદ્યોગ તથા રમતગમતના ક્ષેત્રે અતિ કૌશલ્ય ધરાવતી વ્યક્તિઓ.
O – 2 :- O – 1 વિઝાધારકોના નજીકના સંબંધીઓ.
P – 1 :- આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સ્વીકૃત ખેલાડીઓ તથા ગાન – વૃંદવાદકો અને નૃત્યકારો.
P – 2 :- એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ અમેરિકામાં મનોરંજન કરવા આવતા કલાકારો.
P – 3 :- સાંસ્કૃતિક કાર્યક્રમો માટે અમેરિકા આવતા કલાકારો અને મનોરંજન કરનારાઓના જૂથ.
P – 4 :- P – 1 અને P – 2 વિઝાધારકોના નજીકના કુટુંબીજનો.
Q – 1 :- આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમોમાં ભાગ લેવા આવતા વિઝા એક્સચેન્જ મુલાકાતીઓ.
Q – 2 :- Q – 1 વિઝાધારકોના નજીકના સંબંધીઓ.
R – 1 :- અધિકૃત ધર્મોના મુખિયાઓ.
R – 2 :- R – 1 વિઝાધારકોના નજીકના કુટુંબીજનો.
S :- અમેરિકાની સરકારને સહાય યા માહિતી આપનાર વ્યક્તિઓ. (13 સપ્ટેમ્બર, 1999 સુધી જ ઉપલબ્ધ હતા)
T :- અમેરિકામાં ગેરકાયદેસર ઘુસાડવામાં આવેલ અને જબરજસ્તીથી વેશ્યાગીરી, ઘરનોકર યા ખેતી માટે મજૂરી કરતા લોકો.
TN :- કેનેડિયન અને મેક્સિકન પ્રોફેશનલો અને કન્સલ્ટન્ટો.
V :- ગ્રીનકાર્ડધારકની પત્ની યા પતિ અને 21 વર્ષથી નીચેના અવિવાહિત સંતાનો, જેઓ ઈમિગ્રન્ટ વિઝા માટે 3 વર્ષથી વધુ રાહ જોઈ રહ્યાં હોય.