National

વારાણસી એરપોર્ટ પર અંધાધૂંધી: ફ્લાઈટ કેન્સલ થવાથી પ્રવાસીઓ રોષ ફાટી નીકળ્યો

નવી દિલ્હી : શીત ઋતુને કારણે ભારતમાં ઘણા રાજ્યો અને શહેરોમાં હાલ ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીની (Visibility) સમસ્યા છે. આ સમસ્યા વારાણસીમાં (Varanasi) પણ જોવા મળી છે. જેના કારણે સોમવારે વારાણસી એરપોર્ટ (Airport) પર ઘણી ફ્લાઇટ્સ (Flights) રદ કરવામાં આવી છે. અથવા ડાયવર્ટ (Divert) કરવામાં આવી છે. આવું બન્યા પછી વારાણસીના એરપોર્ટ પર ભારે હોબાળો મચી ગયો હતો. ફ્લાઈટ કેન્સલ થવાને કારણે એરપોર્ટ પર જ ઘણા લોકો એકઠા થઈ ગયા છે. જોકે આ બધું ખરાબ હવામાનને કારણે થયું હતું. ઘણી એરલાઈન્સ કંપનીઓએ વારાણસી અથવા ત્યાંથી ફ્લાઈટ ડાયવર્ટ કરી છે જ્યારે કેટલીકએ ફ્લાઈટ કેન્સલ પણ કરી દીધી છે.

  • ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીની સમસ્યા છે
  • આખો દિવસ કોઈ ડોમેસ્ટિક ફ્લાઈટ બાબતપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી નથી
  • એરપોર્ટ પર સાંજે ગાઢ ધુમ્મસને કારણે માત્ર શારજાહની ફ્લાઈટ જ લેન્ડ થઈ શકી હતી

આ રૂટની ફ્લાઇટો હાલ ડાઇવર્ટ કરાઈ હતી
અતિશય ઠંડી અને ત્યારબાદ ખરાબ થયેલા વાતાવરણને કારણે ફ્લાઇટોને ડસ્ટિવર્ટ કરવાની નોબત ઉઠી હતી જેના અનુસંધાનમાં હાલ વિસ્તારાએ ટ્વિટ કર્યું કે વારાણસી એરપોર્ટ પર નબળી વિઝિબિલિટીને કારણે, મુંબઈ-વારાણસી ફ્લાઇટને રાયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી જ્યારે એક દિલ્હી-વારાણસી ફ્લાઇટને દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી હતી. જોકે યાત્રીઓને થયેલી આ સમસ્યા બદલ અને અસુવિધાને લઇને એરલાઇન્સ કંપનીએ ખેદ વ્યક્ત કર્યો હતો.

ફ્લાઇટને ઉતરાણ કરવાની પરવાનગી નથી મળી રહી
આ યાત્રીઓને જે રીતની અસુવિધાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઇને તમને જાણવી દઈએ કે વારાણસી બાબતપુર એરપોર્ટ પર સાંજે ગાઢ ધુમ્મસને કારણે માત્ર શારજાહની ફ્લાઈટ જ લેન્ડ થઈ શકી હતી. ઓછી વિઝિબિલિટીના કારણે એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા અનેક એરક્રાફ્ટને વારાણસી એરપોર્ટ પર લેન્ડ કરવાની પરવાનગી મળી રહી નથી. ભયંકર ધુમ્મસને કારણે આખો દિવસ કોઈ ડોમેસ્ટિક ફ્લાઈટ બાબતપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી નથી.વારાણસી તરફ આવતી 12 ફ્લાઈટોને દેશના 12 એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે. વારાણસી એરપોર્ટ પરથી 11 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. આ અસુવિધાને કારણે વારાણસી એરપોર્ટ પર દિવસભર મુસાફરો પરેશાન જોવા મળ્યા હતા.

મુસાફરો હવે ટ્વીટ કરીને મદદ માંગી રહ્યા છે
સોમવારે સવારથી એરપોર્ટ પર એકપણ ફ્લાઈટ લેન્ડ થઈ ન હતી અચાનક ફ્લાઈટ ડાયવર્ઝન થઈ જતાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટર પર આ મુદ્દા વિશે લખ્યું હતું કે તેની પત્ની અને 1 મહિનાનું બાળક વારાણસી એરપોર્ટ પર ફસાયેલા છે. વારાણસી એરપોર્ટ પર ફસાયેલા લોકોએ ટ્વિટર પર મદદ માંગી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝરે લખ્યું ‘કૃપા કરીને મારી પત્ની અને 1 મહિનાના બાળકની મદદ કરો તેઓ વારાણસી એરપોર્ટ પર ફસાયેલા છે. એવી અપેક્ષા છે કે તે આજે મુંબઈ પહોંચશે, મારા બાળકને મુંબઈમાં વહેલી તકે ડૉક્ટરની સલાહની જરૂર છે.

Most Popular

To Top