ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ગાઝિયાબાદમાં યુટ્યુબ ચેનલ (YouTube channel) દ્વારા બાળકો વિશે વાંધાજનક વીડિયો શેર કરનાર યુટ્યુબર શિખા મૈત્રેય ઉર્ફે કુંવારી બેગમની (Kunwari Begum) ધરપકડ કરવામાં આવી છે. શિખા ઉપર આરોપો હતા કે તેણીએ કુંવારી બેગમના નામે યૂટ્યુબ વીડિયો બનાવીને લોકોને બાળકોનું યૌન શોષણ (Child sexual abuse) કરવા માટે ઉશ્કેરતી હતી અને બાળકો પ્રત્યે દુર્વ્યવહારને પ્રોત્સાહન આપી રહી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ યુટ્યુબ પર નાના અને નવજાત બાળકોના યૌન શોષણની પદ્ધતિઓ બતાવનાર શિખા મૈત્રેય ઉર્ફે કુંવરી બેગમની પોલીસે ધરપકડ કરી હતી. અસલમાં 23 વર્ષીય આરોપી શિખા ગેમિંગ ચેનલ ચલાવતી હતી. તેમજ NIFT દિલ્હીમાંથી પાસ આઉટ થયા બાદ તેણીએ બેંગલુરુમાં કામ પણ કર્યું હતું. ત્યારે બાદ ગેમિંગ ચેનલ ચલાવી તેણી ગેમિંગ વીડિયો બનાવી રહી હતી. આ વીડિયોમાંથી એક વીડિયોમાં તેણીએ બાળ શોષણ માટે ઉશ્કેરણી અને અશ્લીલ બાબતોની વાત કરી હતી. તેમજ ફરિયાદ નોંધાયા બાદ આરોપી શિખા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ મામલે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર ઈન્દિરાપુરમ (એક્ટિંગ) રિતેશ ત્રિપાઠીએ માહિતી આપતા કહ્યું હતું કે, ગાઝિયાબાદ પોલીસ કમિશનરેટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોની નોંધ લીધી હતી. આ વીડિયોમાં શિખા લોકોને બાળ શોષણ અંગે ઉશ્કેરી રહી હતી. આ મામલામાં એક સામાજિક કાર્યકર્તાએ કૌશામ્બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેની નોંધ લેતા પોલીસ સ્ટેશનમાં યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમજ મહિલાને સોશિયલ મીડિયા પર બાળ શોષણને ઉશ્કેરતી હતી જેથી તેણીની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા પાસેથી મોબાઈલ અને લેપટોપ પણ મળી આવ્યા હતા. તેમજ આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો
આરોપી શિખાની યુટ્યુબ પર ‘કુંવારી બેગમ’ નામની ચેનલ છે. જેમાં શિખાએ બાળકોના યૌન શોષણનો વીડિયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કર્યો હતો. જે દીપિકા નામના એક્સ એકાઉન્ટએ વીડિયો એક્સ ઉપર શેર કરી ફરિયાદ કરી હતી. વીડિયોમાં શિખા કહી રહી છે કે જે બાળકોના દાંત નથી તેમનું યૌન શોષણ થવું જોઈએ. તેવી જ રીતે મહિલા બાળકો પ્રત્યે વાંધાજનક ટિપ્પણી કરી રહી છે.
તપાસ બાદ મહિલાનું નામ શિખા મૈત્રેય હોવાનું કહેવાય છે. તેમજ વિવાદ વધ્યા બાદ મહિલાએ તમામ વીડિયો ડિલીટ કરી દીધા હતા. પરંતુ શિખાએ વીડિયો ડિલીટ કર્યો ત્યાં સુધીમાં ઘણા લોકોએ આ વીડિયો ડાઉનલોડ કરી લીધો હતો. ત્યારે પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ પોલીસની કસ્ટડીમાં આરોપી યુવતીએ કહ્યું કે તેણીની ચેનલના વીડિયોમાં છેડછાડ કરવામાં આવી છે.