નવી દિલ્હી : વિરાટ કોહલીના (Virat Kohli) બેટિંગનો કરીઝ્મા ભલે નવેમ્બર 2019થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International cricket) સદી ન ફટકારી શક્યું હોય, પરંતુ 28 ઓગસ્ટે એશિયા કપમાં (Asia Cup) પાકિસ્તાન (Pakistan) સામેની શાનદાર મેચમાં (Match)ફરી એકવાર બધાની નજર આ ઉમદા ખેલાડી પર રહેશે.જેનું ખાસ કારણ એ છે કે, એશિયા કપમાં વિરાટ તેની કારકિર્દીમાં 100મી ટી ટવેન્ટી (T20) આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહ્યો છે. પાકિસ્તાન સામે બીજી T20માં તેનું બેટ જોરદાર બોલે છે. અત્યાર સુધી તેના રેકોર્ડ (Record) ઉપર નજર કરીએ તો વિરાટે પાકિસ્તાન સામે સાત T20 મેચ રમી છે, જેમાં તે ત્રણમાં મેન ઓફ ધ મેચ રહ્યો હતો.જે તેનું કટ્ટર હરીફ દેશ પાકિસ્તાન સામે જોરદાર પ્રદર્શન કહી શકાય.
પાકિસ્તાન વીરૂયુદ્ધ 77.75ની સરેરાશ રનરેટ છે
વિરાટ કોહલીએ પાકિસ્તાન વિરુદ્ધ 77.75ની એવરેજથી 311 રન બનાવી ચુકયાંઓ છે. અને એશિયા કપમાં તો વિરાટનું બેટ પાકિસ્તાન સામે ઘણો જાદુ ચલાવી ચૂક્યું છે.તેનો રેકોર્ડ ODI ક્રિકેટમાં તેની સૌથી મોટી 183 રનની ઇનિંગ પણ આ બેટ્સમેને માત્ર 10 વર્ષ પહેલા એશિયા કપમાં રમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા બાદ વિરાટ 100 T20 ઈન્ટરનેશનલ મેચ રમનાર દેશનો બીજો ક્રિકેટર બનશે.
વિરાટ પાકિસ્તાન વિરુદ્ધ એક અલગ જ બેટ્સમેન જોવા મળ્યો છે
ભારત-પાકિસ્તાન મેચ આવતા જ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને વિરાટ વચ્ચે સરખામણીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જોકે, વસીમ અકરમે કહ્યું છે કે બાબરે હજુ લાંબી સફર કાપવાની છે. વિરાટનો અનુભવ ઘણો લાંબો થઇ ચુક્યો છે. આમ છતાં બાબર ભારત-પાક મેચમાં શાનદાર ફોર્મ સાથે આવી રહ્યો છે, જ્યારે વિરાટ છેલ્લા ઘણા સમયથી તેના લાંબા રન માટે અને ફોર્મ માટે ઘણો સંઘર્ષ કરી રહ્યો છે. આ ટુર્નામેન્ટમાં લોકોના મોં બંધ કરવા માટે વિરાટ પર સારી ઇનિંગ્સ રમવાનું માનસિક દબાણ રહેશે. ઉપરથી પણ આ તેની સોમી મેચ છે. આ બેટ્સમેનની તરફેણમાં એક વાત એ છે કે પાકિસ્તાન સામે તે અલગ જ ફોર્મમાં બેટિંગ કરી રહ્યો છે. ગત વર્ષે દુબઈમાં રમાયેલી T20 વર્લ્ડ કપની મેચમાં ભારત પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગયું હતું, પરંતુ અહીં વિરાટે 57 રનની ઇનિંગ રમી હતી.
એશિયા કપમાં પાકિસ્તાન સાથે રમાયેલી એક T20માં મેન ઓફ ધ મેચ
વિરાટ 2016ના એશિયા કપમાં પાકિસ્તાન સામે માત્ર એક જ T20 મેચ રમી છે, પરંતુ અહીં પણ તેણે 49 રન બનાવીને ભારતને જીત અપાવી હતી અને મેન ઓફ ધ મેચ પણ રહ્યો હતો. 2021ના T20 વર્લ્ડ કપમાં શાહીન આફ્રિદીની લાંબી ઓવરમાં સિક્સર મારવાની હોય કે પછી 2016ના T20 વર્લ્ડ કપમાં કોલકાતામાં તરખાટ મચાવનાર મોહમ્મદ અમીરની બોલિંગ પર આગળ આવીને સિક્સર લગાવવામાં આવેલ કલાત્મક ડ્રાઈવ હોય તેમાં પણ તેનું પ્રદર્શન ઉમદા રહ્યું હતું.
વિરાટ હાલ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે.
વિરાટ હાલ આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે
પાકિસ્તાનના કેપ્ટાન બાબર આઝમની તુલના છેલ્લા કેટલાય વખતથી વિરાટ સાથે થઇ રહી છે.પાકિસ્તાનમાં તેને બીજા વિરાટ સાથે સરખવવામાં આવી રહ્યો છે.પરંતુ અત્યાર સુધી તેનું બેટ ભારત સામે ગયા વર્ષે ટી20 વર્લ્ડ કપની મેચમાં અણનમ 68 રન સિવાયના રન કાઢી શક્યું નથી. તેણે 2018 એશિયા કપમાં ભારત સામે બે વનડે રમી હતી, જેમાં તેણે 47 અને નવ રન બનાવ્યા હતા.આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટેસ્ટ, ODI, T20 તેણે તેની છેલ્લી 11 ઇનિંગ્સમાંથી નવમાં બે સદી અને સાત અડધી સદી ફટકારી હતી. તે જબરદસ્ત ફોર્મમાં છે.