Sports

વિરાટ કોહલીએ તોડ્યો સચિનના હોમ ગ્રાઉન્ડ ઉપર તેમનો રેકોર્ડ

નવી દિલ્હી: વિરાટ કોહલીએ (Virat Kohli) વર્લ્ડ કપ 2023માં (ODI World Cup 2023) ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલમાં ઈતિહાસ રચ્યો છે. કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડકપ સેમિફાઇનલ (World Cup semi finals) મેચમાં શાનદાર સદી ફટકારી છે. આ સાથે જ વિરાટ કોહલી હવે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. કોહલીએ 49 સદી ફટકારનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.

મળેલી માહિતી મુજબ વિરાટ કોહલીએ પોતાની ODI કારકિર્દીની 50મી સદી ફટકારી હતી. હવે આ સાથે જ તે ODIમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. વિરાટે ODIમા સદી ફટકારવામાં સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. આ મેચ જોવા માટે સચિન પોતે વાનખેડે હાજર છે. ત્યારે કોહલીએ સચિનના ઘરઆંગણે તેમનો સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ તેમની સામે તોડ્યો છે. જણાવી દઈએ કે સચિને 452 વનડે ઇનિંગ્સમાં 49 સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ પોતાની 279મી ઇનિંગમાં 50 સદી ફટકારી છે.

કોહલીએ આ ઇનિંગ દરમિયાન બીજા પણ ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ સાથે જ કોહલી હવે વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. કોહલીએ 80 રન બનાવતાની સાથે જ સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. જણાવી દઈએ કે સચિને 2003ના વર્લ્ડ કપમાં 673 રન બનાવ્યા હતા. ત્યારે કોહલીએ વર્લ્ડ કપની એક જ સિઝનમાં સૌથી વધુ 50 પ્લસ સ્કોર બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. આ બાબતમાં પણ કોહલીએ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. જેણે 2003ની સિઝનમાં 7 વખત 50 થી વધુ રન બનાવ્યા હતા.

વિરાટે 2019 વર્લ્ડ કપમાં સતત સૌથી વધુ 50+ સ્કોર બનાવવા મામલે સચિન તેંડુલકરને પણ પાછળ છોડી દીધા હતા. જણાવી દઈએ કે સચિને 1996 અને 2003ના વર્લ્ડ કપમાં સતત 54 વખત સ્કોર કર્યો હતો. ત્યારે કોહલીએ 2019 વર્લ્ડ કપમાં સતત પાંચ વખત આ રેકોર્ડ તોડ્યો હતો. આ સાથે જ શ્રેયસે આ વર્લ્ડ કપમાં સતત ચોથી વખત 50+ સ્કોર કરીને સચિનની બરાબરી કરી હતી. કોહલી પોતાની આ મેચમાં 117 રન બનાવીને આઉટ થયા છે.

Most Popular

To Top