Entertainment

કોરોના રાહત ફંડમાં વિરાટ-અનુષ્કાએ ક્રાઉડ ફંડીગથી 11.39 કરોડ ભેગા કર્યા

મુંબઇ : ભારતીય ટીમ (Indian cricket team)ના કેપ્ટન વિરાટ કોહલી (captain kohli) અને તેની અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા (anushka shrma)એ કોરોના રાહત ફંડ (ફંડ રાઇઝિંગ) માટે શરૂ કરેલા કેમ્પેનને ધારવા કરતાં ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો છે.

તેમની અપીલને પગલે 7 દિવસમાં રૂ. 11.39 કરોડ એકત્ર થયા છે. આ સેલિબ્રિટી કપલે (celebrity couple) 7મી મેના રોજ ફંડ રાઇઝિંગ (fund rising) પ્લેટફોર્મ કેટૂ #InThisTogether નામથી એક અભિયાન શરૂ કર્યું હતું, જેમાં 7 દિવસમાં રૂ. 7 કરોડ ભેગા કરવાનું આયોજન હતું.

વિરાટ-અનુષ્કા (virushka)એ બંનેએ મળીને તેમાં રૂ. 2 કરોડ દાન કર્યા હતા. તેમના આ અભિયાન (campaign)માં એમપીએલ સ્પોર્ટસ (mpl sports) ફાઉન્ડેશને રૂ. 5 કરોડનું માતબર દાન કર્યું હતું. જે રકમ ભેગી થઇ છે તે એસીટી ગ્રાન્ટ્સને સોંપવામાં આવશે અને આ રકમનો ઉપયોગ જરૂરિયતમંદો માટે ઓક્સિજન કન્સેન્ટ્રેટ, મેડિકલ ઇક્વિપમેન્ટ, મેન પાવર તેમજ વેક્સીનેશન ફેસિલીટી પહોંચાડવા માટે કરવામાં આવશે.

વિરાટ અને અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર શુક્રવારે પોતાની પોસ્ટમાં તેમના આ અભિયાનને આટલો સારો પ્રતિસાદ આપવા માટે તમામનો આભાર માન્યો હતો. વિરાટે લખ્યું હતું કે આ ખુશીને વ્યક્ત કરવા મારી પાસે શબ્દ નથી. અમે ટાર્ગેટ કરતાં વઘુ રૂપિયા ભેગા કર્યા છે. જેમણે અભિયાનને સપોર્ટ કર્યો છે રે શેર કરીને રૂપિયા દાન કર્યા છે એ તમામનો હું આભાર માનું છું. અનુષ્કાએ પણ એવું જ લખવાની સાથે ઉમેર્યું હતું કે તમારા બધા વગર આ અભિયાન સફળ ન થયું હોત. જય હિન્દ.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top