સ્ટૉકહોમ: સ્વીડન(Sweden)માં ધર્મ ગ્રંથ સળગાવવા મામલે હિંસા ફાટી નીકળી છે. રોષે ભરાયેલી લોકોની ભીડે 20થી વધારે વાહનોમાં આગ લગાવી દીધી હતી. જેથી ટોળાને વિખેરવા માટે પોલીસે(Police) હવામાં ફાયરીંગ કર્યું હતું. હિંસાના પગલે સ્વીડનના અનેક શહેરમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઈ છે. હિંસામાં 40 લોકો ઘાયલ થયા છે.
એક રીપોર્ટ અનુસાર, સોમવારના રોજ સ્વીડનમાં ભારે હિંસા ફાટી નીકળી હતી. આ હિંસા ફાટી નીકળવાનું કારણ એ હતું કે સ્વીડનમાં કુરાનની કોપી સળગાવવાના કટ્ટર દક્ષિણપંથી સંગઠનોની યોજનાનો વિરોધમાં કેટલીય જગ્યાએ હિંસક અથડામણો થઇ છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર સ્વીડિશ નેતા રાસમુસ પાલુદાને થોડા દિવસ પહેલા સ્વીડનના એક મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં કથિત રીતે કુરાનની એક કોપી સળગાવી હતી અને કહ્યું હતું કે, તે પોતાની રેલી દરમિયાન કુરાનની હજૂ પણ કોપીઓ સળગાવશે. જેના પગલે હિંસા ભડકી ઉઠી હતી. પોલીસે હિંસ ભીડ પર કાબૂ મેળવવા માટે હવામાં ગોળીબાર કર્યો હતો. જેના પગલે ત્રણ લોકો ઘાયલ થયા હતા.
હિંસા ગુનાહિત ગેંગના નેટવર્કે આયોજીત કરી: પોલીસ
સ્વીડનમાં શુક્રવારે ઓરેબ્રો શહેર અને રિંકેબાઈમાં શનિવારે માલ્મો શહેરમાં હિંસા ભડકી જ્યારે રવિવારે નોર્કોપિંગમાં હિંસા થઈ હતી. સ્વીડનના રાષ્ટ્રીય પોલીસ મુખ્ય એેંડર્સ થોર્નબર્ગે કહ્યું કે, તેમણે અત્યાર સુધી નોર્કોપિંગ જેવી હિંસા જોઈ નથી. પોલીસનું માનવું છે કે, આ હિંસા ગુનાહિત ગેંગના નેટવર્કે આયોજીત કરી છે. હિંસામાં સામેલ અમુક લોકો પોલીસ અને સ્વીડન સુરક્ષાદળ પહેલાથી જાણતા હતા.
અરબ દેશોએ હિંસાની ટીકા કરી
કુરાનની કોપી સળગાવવાની ઘટનાની અરબ દેશોએ નિંદા કરી છે. સઉદી અરબ તરફથી જણાવવામાં આવ્યું છે કે, પાલુદાન જાણી જોઈને કુરાન સળગાવી રહ્યો છે. સઉદી અરબના વિદેશ મંત્રાલય તરફથી ભાર આપીને કહ્યું કે, વાતચીત અને સહિષ્ણુતા તથા શાંતિપૂર્ણ રીતે સહઅસ્તિત્વ માટે સતત પ્રયાસ કરવાની જરૂર છે. આ નિવેદનમાં ધૃણા અને અતિવાદની ટિકા કરવામાં આવી છે.