Sports

મેડલ પરત કરવા PMO જઈ રહેલી વિનેશ ફોગાટને પોલીસે રોકી, પહેલવાને રસ્તા ઉપર અર્જુન એવોર્ડ ત્યજ્યો

નવી દિલ્હી: કુસ્તીની (Wrestling) દુનિયામાં ચાલી રહેલું ‘દંગલ’ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દરમિયાન કુસ્તીબાજ (Wrestler) બજરંગ પુનિયા (Bajarang Puniya) બાદ આજે મહિલા રેસલર વિનેશ ફોગાટે (Vinesh Phogat) પણ પોતાનું સન્માન (Award) પરત કર્યું છે. જ્યારે તે સન્માન પરત કરવા માટે પીએમઓ (PMO) જઈ રહી હતી, ત્યારે પોલીસે (Police) વિનેશને કર્તવ્યપથ ઉપર રોકી હતી. તેથી વિનેશે તેના અર્જુન એવોર્ડનો રસ્તામાં બેરિકેડ્સ ઉપર જ છોડી ત્યાગ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણચંદ્રક વિજેતા વિનેશ ફોગાટે આજે એટલે કે શનિવારે 30 ડિસેમ્બરે નવી દિલ્હીમાં કર્તવ્ય પથના ફૂટપાથ ઉપર તેણીના અર્જુન એવોર્ડ સમેત ખેલ રત્ન પુરસ્કારો છોડી દીધા હતા. દરમિયાન એવોર્ડ પરત કરતા પહેલા વિનેશ ફોગાટે કહ્યું હતું કે ‘આ દિવસ કોઈપણ ખેલાડીના જીવનમાં ન આવવો જોઈએ. દેશની મહિલા કુસ્તીબાજો સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે.’

વિનેશ ફોગાટે આ પગલું દેશમાં મહિલા કુસ્તીબાજો સાથેના વર્તનના વિરોધમાં વચન આપીને ભર્યું છે. અગાઉ વિનેશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેણીએ પોતાના એવોર્ડ ત્યજવાના નિર્ણય સાથે નવા WFI પ્રમુખ સંજય સિંહની ચૂંટણી પર નિરાશા વ્યક્ત કરી હતી.

અગાઉ 22 ડિસેમ્બરે બજરંગ પુનિયાએ તેમનો પદ્મશ્રી એવોર્ડ પરત કર્યો હતો. આ અંગે બજરંગ પુનિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે ‘હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. માત્ર મારા વિરોધની જાણ માટે હું આ પત્ર લખી રહ્યો છું. તેમજ આ મારું નિવેદન છે.’ સાક્ષી મલિકે નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ બજરંગ પુનિયાએ તેમનું પદ્મશ્રી પરત કર્યું.

શું છે સમગ્ર મામલો:
બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના વ્યક્તિ સંજય સિંહ ‘બબલુ’એ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ની ચૂંટણી જીતી હતી. જેના પગલે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા રેસલર નારાજ છે. આ કુસ્તીબાજો લાંબા સમયથી બ્રિજ ભૂષણનો વિરોધ કરી રહ્યા છે. કારણકે બ્રિજ ભૂષ?ણ શરણ વિરુદ્ધ મહિલા કુસ્તિબાજોની જાતીય સતામનીના આરોપો લગાડવામાં આવ્યા હતાં. માટે આ તમામ પહેલવાનોની માંગ હતી કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ પદ ઉપર મહિલા હોવી જોઈએ.

Most Popular

To Top