નવી દિલ્હી, તા. 26 (પીટીઆઇ) : ભારતીય ટીમ વતી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી ચુકેલા કર્ણાટકના અનુભવી મધ્યમ ઝડપી બોલર આર. વિનય કુમારે શુક્રવારે ઇન્ટરનેશનલ અને ફર્સ્ટક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. 37 વર્ષિય આ ખેલાડીએ પોતાની સ્ટેટ ટીમનું નેતૃત્વ કરીને સતત રણજી ટ્રોફી ટાઇટલ જીતાડ્યા હતા.
તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે આજે દાવણગેરે એક્સપ્રેસ 25 વર્ષ દોડીને ક્રિકેટીય જીવનના આટલા બધા સ્ટેશન પાસ કર્યા પછી એ સ્ટેશને આવીને ઊભી રહી છે કે જેને નિવૃત્તિ કહે છે. હું નસીબદાર રહ્યો કે મારી કેરિયરમાં મને સચિન તેંદુલકર, મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓ સાથે રમવાની તક મળી. આટલી બધી લાગણીઓ સાથે હું વિનય કુમાર ઇન્ટરનેશનલ અને ફર્સ્ટક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. વિનય કુમારે ભારતીય ટીમ વતી 1 ટેસ્ટ, 31 વન ડે અને 9 ટી-20 ઇન્ટનેશનલ મેચ રમી છે.
વિનય કુમારની બેટિંગ કેરિયર આંકડાની નજરે
ફોર્મેટ મેચ રન સર્વોચ્ચ એવરેજ 100 50
ટેસ્ટ 1 11 6 5.50 0 0
વન ડે 31 86 27* 9.55 0 0
ટી-20 Is 9 2 2* – 0 0
ફર્સ્ટક્લાસ 139 3311 105* 22.07 2 17
લિસ્ટ-એ 141 1198 82 21.78 0 4
ટી-20 s 181 861 68 15.37 0 1
વિનય કુમારની બોલિંગ કેરિયર આંકડાની નજરે
ફોર્મેટ મેચ વિકેટ શ્રેષ્ઠ ઇકોનોમી 5 વિકેટ 10 વિકેટ
ટેસ્ટ 1 1 1/73 5.61 0 0
વન ડે 31 38 4/30 5.94 0 0
ટી-20 Is 9 10 3/24 7.84 0 0
ફર્સ્ટકલાસ 139 504 8/32 2.83 26 5
લિસ્ટ-એ 141 225 5/34 4.82 3 0
ટી-20 s 181 194 4/4 7.85 0 0