Sports

વિજય હઝારે ટ્રોફી માટે શ્રેયષ મુંબઇ ટીમનો કેપ્ટન, જાણો અર્જૂન તેંડુલકરને સ્થાન મળ્યું કે નહીં

વિજય હઝારે ટ્રોફી (vijay hazare trophy) 20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. શ્રેયસ ઐયર (Shreyas Iyer) વિજય હજારે ટ્રોફીમાં મુંબઇ ક્રિકેટ ટીમની કપ્તાની સંભાળશે. પૃથ્વી શો તેની નાયબ એટલે કે ટીમનો ઉપ-કપ્તાન હશે. શ્રેયસ ઐયર જ્યારે કેપ્ટન હતો ત્યારે મુંબઈએ 2018-19ની સિઝનમાં વિજય હઝારે ટ્રોફી જીતી હતી. ફાઈનલમાં મુંબઇએ દિલ્હીને ચાર વિકેટથી હરાવ્યું હતું. શરૂઆતમાં અજિંક્ય રહાણે ટીમનો કેપ્ટન હતો અને ઐયર ઉપ-કપ્તાન હતો. ત્યારબાદ ઐયર કપ્તાન બન્યો. શ્રેયસ ઐયર 20 ઓવરની ટૂર્નામેન્ટમાં સૈયદ મુસ્તાક અલી ટ્રોફીને ખભામાં ઈજાને કારણે ચૂકી ગયો હતો. આ ટૂર્નામેન્ટમાં મુંબઈનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું. તે ફક્ત એક જ મેચ જીતી શકી હતી.

હવે મુંબઈ ક્રિકેટ એસોસિએશને સ્થાનિક 50 ઓવરની ચેમ્પિયનશિપ માટે 22 સભ્યોની ટીમ (Mumbai Cricket Team)ની ઘોષણા કરી છે. બેટિંગ વિભાગમાં ટીમમાં ઓલરાઉન્ડર શિવમ દુબે, મર્યાદિત ઓવર નિષ્ણાત સૂર્યકુમાર યાદવ, યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન અને અખિલ હરવાડકરની સાથે સિનિયર વિકેટકીપર (wicket keeper) બેટ્સમેન આદિત્ય તારે પણ સામેલ છે. અર્જુન તેંડુલકર (Arjun Tendulkar) નું નામ મુંબઈની ટીમમાં નથી. તે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. પરંતુ ખાસ કંઈ કરી શક્યો નહીં. વિજય હજારે ટ્રોફી માટે ટીમની પસંદગી પહેલા અર્જુન સંભવિત પ્રેક્ટિસ મેચોમાં પણ પ્રભાવિત કરી શક્યો ન હતો.

મુંબઈની તમામ મેચ જયપુરમાં યોજાશે

બોલિંગ એટેકનું નેતૃત્વ અનુભવી ઝડપી બોલર ધવલ કુલકર્ણી કરશે, જેમાં તુષાર દેશપાંડે, આકાશ પારકર અને સ્પિનર ​​શમ્સ મુલાની, અથર્વ અંકોલેકર રહેશે. મુંબઈએ મંગળવારે ભારતીય ટીમનાં પૂર્વ ઓફ સ્પિનર ​​રમેશ પોવારને ટૂર્નામેન્ટના મુખ્ય કોચ (tournament coach) તરીકે નિયુક્ત કર્યા છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન બાદ અમિત પગનીસે આ પદ છોડી દીધું હતું. આવી સ્થિતિમાં પોવારની પસંદગી કરવામાં આવી છે. મુંબઇને દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને પુડ્ડુચેરીની સાથે એલિટ ગ્રુપ ડીમાં મૂકવામાં આવ્યો છે. મુંબઈની ટીમ તેની તમામ મેચ જયપુરમાં રમશે.

નીચે મુજબ છે મુંબઈની ટીમ

શ્રેયસ ઐયર (કેપ્ટન) પૃથ્વી શો (વાઇસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અખિલ હરવાડકર, સૂર્યકુમાર યાદવ, સરફરાઝ ખાન, આદિત્ય તારે, હાર્દિક તમોર, શિવમ દુબે, આકાશ પારકર, ચિન્મય સુતાર, આતિફ અટારવાલા, શમ્સ મુલાની, અથર્વ અંકોલેકર પાટિલ, સુજિત નાયક, તનુષ કોટિયન, પ્રશાંત સોલંકી, ધવલ કુલકર્ણી, તુષાર દેશપાંડે, સિદ્ધાર્થ રાઉત અને મોહિત અવસ્થી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top