National

અંજુ-નસરુલ્લાના નિકાહ પછી પાકિસ્તાની બિઝનેસમેને આપી આ ખાસ ભેટ

નવી દિલ્હી: અલવર જિલ્લાના ભીવાડીથી પાકિસ્તાન (Pakistan) ગયેલી અંજુ (Anju) અને નસરુલ્લાએ નિકાહ (Nikah) કરી લીધા હોય તેવો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી અનેક વીડિયો અંજુ અને નસરુલ્લાના સામે આવ્યાં છે ત્યારે ફરીએક વાર અંજુનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં નસરુલ્લાના સંબંધીઓ અને પરિવારના સભ્યો અંજુને ભેટ (Gift) આપતા જોવા મળે છે. નવા વિડિયોમાં અંજુ અને નસરુલ્લા ઉભેલા જોવા મળે છે, જેમને સંબંધીઓ અને સંબંધીઓ આવીને ભેટ આપી રહ્યા છે. આ વીડિયોમાં એક વ્યક્તિ અંજુના દસ્તાવેજો પણ ચેક કરતો જોવા મળે છે. અંજુ અને નસરુલ્લાના વીડિયો બંને દેશો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. આ સાથે પાકિસ્તાની બિઝનેસમેને પણ નસરુલ્લા અને અંજુને એક કિંમતી પ્લોટ ભેટમાં આપ્યું છે.

અંજુ પોતે નસરુલ્લા સાથે નિકાહ કર્યા હોય કે વાતને નકારી રહી છે. તેણીનો દાવો છે કે તે ટૂંક સમયમાં ભારત પરત ફરશે. પરંતુ નવા વીડિયોએ ફરી એકવાર અંજુને ઘેરી છે. બે દિવસ પહેલા અંજુ અને નસરુલ્લાનો અન્ય એક વીડિયો વાઈરલ થયો હતો જેમાં તેમના મિત્રો સાથે તેઓ ડિનર કરતા જોવા મળ્યા હતા. જ્યારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં મહિલાઓને પુરૂષો સાથે બેસીને ખાવાની છૂટ નથી. મુસ્લિમ કટ્ટરપંથીઓની મહિલાઓ પર ભારે પ્રતિબંધ છે. પરંતુ અંજુના કેસમાં ખાસ છૂટ આપવામાં આવી રહી છે.

એક ઈન્ટરવ્યુમાં અંજુને સવાલ કરવામાં આવ્યો હતો કે તમે બે દિવસમાં ભારત આવવાના હતા. ભારતમાં શું થઈ રહ્યું છે તે વિશે તમે મૌન છો, તમે ક્યારે આવશો? તમને કોઈ સમસ્યા છે? જેનાં જવાબમાં અંજુએ કહ્યું હતું કે મને કોઈ તકલીફ નથી. તમે લોકો ત્યાં શું બોલો છો તેની મને જાણ છે. મને ભારત પરત આવવા લાયક રાખી નથી. ત્યાં મારી ગેરંટી કોણ લેશે? ન તો મારા સંબંધીઓ સ્વીકારશે, ન મારા બાળકો, તો હું ક્યાં જઈશ? મને આવવા લાયક રાખી નથી.

પરિવારજનો અને સંબંધીઓ બાદ હવે એક મોટા પાકિસ્તાની બિઝનેસમેને પણ નસરુલ્લા અને અંજુને એક કિંમતી પ્લોટ ભેટમાં આપ્યું છે. આ બિઝનેસમેને પાક સ્ટાર ગ્રૂપ ઓફ કંપનીઝના સીઈઓ મોહસીન ખાન અબ્બાસી છે. બિઝનેસમેને કહ્યું છે કે તેની પાછળનો હેતુ અન્ય ધર્મમાંથી ઇસ્લામમાં આવતા લોકોને સુવિધા આપવાનો છે. આ સાથે મદદ તરીકે એક ચેક પણ સોંપવામાં આવ્યો છે. જોકે ચેકમાં કેટલા પાકિસ્તાની રૂપિયા છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. બિઝનેસમેને અંજુને તેની કંપનીમાં નોકરીનું વચન પણ આપ્યું હતું.

Most Popular

To Top