અમદાવાદ : સરકાર દ્વારા ખોટા આરોપો લગાવી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હેરાન-પરેશાન કરવામાં આવ્યા હતા. જેમાં આખરે સત્યની જીત થઈ અને નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટ દ્વારા EDનો કેસ રદ્દ કરવામાં આવ્યો હતો. નેશનલ હેરાલ્ડ જે છેલ્લા ૧૨ વર્ષથી જે કેસ ઈડીએ ખોટો કેસ બનાવ્યો હતો.
કેન્દ્રની ભાજપ સરકાર ED, IT, CBI સહિત સ્વાયત સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરી વિપક્ષને ખતમ કરવાના ષડયંત્રો હવે ખુલ્લા પડી ગયા છે. આજે કોગ્રેસ દ્વારા સત્યના વિજય સાથે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના નેતૃત્વમાં સત્યના વિજયની પદયાત્રા સાથે ભાજપ કાર્યાલય ખાનપુર ઘેરાવો કરવા તરફ કુચ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોની પદયાત્રા આગળ વધે તે પહેલા જ પોલીસે બળપ્રયોગ કરીને ટીંગાટોળી કરીને કાર્યકરોની અટકાયત કરી હતી.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર જે રીતે ED, IT, CBI સ્વાયંત સંવિધાનિક સંસ્થાઓનો દુરુપયોગ કરે છે, આજે એ બેનકાબ થઈ ગયું, આજે તેની પોલ ખુલી ગઈ. દેશની તાનાશાહી સરકાર દ્વારા ખોટા આરોપો લગાવી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને હેરાન-પરેશાન કરવામાં આવ્યા હતા. જેમાં આખરે સત્યની જીત થઈ અને નેશનલ હેરાલ્ડ કેસમાં કોર્ટ દ્વારા ED નો કેસ રદ્દ કરવામાં આવ્યો. નેશનલ હેરાલ્ડ, જે છેલ્લા ૧૨ વર્ષથી જે કેસ ઈડીએ ખોટો કેસ બનાવ્યો હતો, આજે ઈડીના તે કેસનું સંજ્ઞાન રાઉઝ એવન્યુની એક અદાલતે લેવાનો ઇનકાર કરી દીધો છે. આ ષડયંત્ર રાહુલ ગાંધી વિરુદ્ધ નથી, સોનિયા ગાંધી વિરુદ્ધ નથી, કોંગ્રેસ પક્ષ વિરુદ્ધ નથી, આ ષડયંત્ર બધાની વિરુદ્ધ છે, આ ષડયંત્ર આ દેશના લોકતંત્ર વિરુદ્ધ છે, આ ષડયંત્ર આ દેશના બંધારણ વિરુદ્ધ છે, આ ષડયંત્ર એક-એક ભારતવાસીના મૂળભૂત અધિકારો વિરુદ્ધ છે. કારણ કે તેમના બધાની રક્ષા કરવાનું દાયિત્વ આ દેશની જનતાએ વિપક્ષને સોંપ્યું છે અને વિપક્ષ, ખાસ કરીને રાહુલ ગાંધી તે દાયિત્વને ખૂબ મજબૂતીથી નિભાવી રહ્યા છે.