National

કમલનાથ પહોંચ્યા દિલ્હી, ભાજપમાં જોડાવાની અટકળો પર આપ્યો આ જવાબ

ભોપાલ: લોકસભા ચૂંટણીની (LokSabha Elections) તૈયારી કરી રહેલી કોંગ્રેસને (Congress) સતત આંચકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન મધ્યપ્રદેશના (MadhyaPradesh) પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલનાથ ટૂંક સમયમાં ભાજપમાં (BJP) જોડાઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે કમલનાથ કોંગ્રેસ હાઈકમાન્ડથી નારાજ છે. દરમિયાન નકુલનાથે તેમના બાયોમાંથી (Bio) કોંગ્રેસનું નામ હટાવી દીધું છે. જેનાથી તેમના ભાજપમાં જોડાવાની અટકળો વધુ મજબૂત થઈ રહી છે.

મળેલ વિગતો મુજબ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ ભાજપમાં જોડાય તેવી સંભાવના જણાઇ રહી છે. તેમણે શનિવારે તેમનો છિંદવાડા પ્રવાસ રદ કર્યો હતો. તેમજ આ અટકળો વચ્ચે કમલનાથ શનિવારે બપોરે પુત્ર નકુલ સાથે રાજધાની પહોંચ્યા હતા. આ પ્રવાસને લઈને રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમજ દિલ્હીમાં શનિવારથી ભાજપનું રાષ્ટ્રીય અધિવેશન શરૂ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં મુખ્યમંત્રી ડો.મોહન યાદવ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સહિત રાજ્ય ભાજપના ઘણા મોટા નેતાઓ દિલ્હીમાં છે.

દરમિયાન કમલનાથની બીજેપીમાં સામેલ થવાને લઈને પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ અટકળોને નકારી ન હતી અને ખુલ્લેઆમ જવાબ આપ્યો ન હતો. તેમણે પત્રકારોને કહ્યું કે જો આવું કંઈ થશે તો હું તમને પહેલા જાણ કરીશ.

સૂત્રોના જણાવ્યા અનુસાર કમલનાથ પોતાના પુત્ર નકુલનાથના રાજકીય ભવિષ્યને લઈને ચિંતિત છે. છેલ્લી લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને મધ્ય પ્રદેશમાં માત્ર એક જ બેઠક મળી હતી જે કમલનાથના ગઢ છિંદવાડામાંથી હતી. જ્યાં તેમના પુત્ર નકુલનાથે સખત સંઘર્ષ બાદ જીત મેળવી હતી.

રાજકીય સૂત્રોનો દાવો છે કે કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલનાથે શુક્રવારે છિંદવાડામાં તેમના સમર્થકો સાથે બેઠક કરી હતી. જેમાં કમલનાથે તેમના ભાજપમાં જોડાવા અંગે ચર્ચા કરી હતી. તેમજ સભામાં ઉપસ્થિત તમામ સભાસદોના આ અંગે અભિપ્રાય પણ લીધા હતા.

જેમાં ગોવિંદ રાય, વિશ્વનાથ ઓક્ટે, દીપક સક્સેના અને સુનીલ જયસ્વાલ તેમજ અરુણોદય ચૌબે અને રામુ ટેકામ અને અન્ય નેતાઓનો સમાવેશ થાય છે. આ નેતાઓ સાથે બંધ બારણે ચર્ચા કર્યા બાદ એવી અટકળો ચાલી રહી છે કે કમલનાથ અને તેમના સાંસદ પુત્ર નકુલ નાથ ભાજપમાં જોડાઈ જશે. જો કે કોંગ્રેસના છિંદવાડા જિલ્લા અધ્યક્ષ વિશ્વનાથ ઓક્ટેએ કહ્યું કે આ માત્ર ચર્ચા છે. આવું કંઈ થવાનું નથી. કમલનાથ તેમના પુત્ર નકુલ નાથ સાથે બપોરે દિલ્હી જવા રવાના થયા હતા.

Most Popular

To Top