SURAT

સુરતમાં આ રીતે થઈ ચોરી: આ સુપરચોરના કારનામા સાંભળીને તમે પણ મોમાં આંગળા નાખી દેશો

સુરત: વેસુ (Vesu) વિસ્તારની હૅપ્પી એક્સીલેન્સિયા (Happy Excellencia) બિલ્ડીંગમાં વીવીઆઈપી ચોરે (VVIP Thief) ગજબ સ્ટાઇલમા ચોરી કરી છે. ઠંડા કલેજે ચોરીને અંજામ આપ્યા બાદ આ સુપર ચોર (Supar Thif) સાઇકલ ઉપર બેસીને નો-દો ગ્યારહ થઇ ગયો હતો.જેની કરતૂતોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.રૂપિયા 57 લાખની મત્તાની ચોરી કરીને મામૂલી સાયકલ ઉપર નાસી જતા સામાન્ય લોકોને ભનક પણ ન આવે કે ચોરે કેટલી મોટી ચોરીને અંજામ આપીને ભાગ્યો છે.આ ચોર કુખ્યાત જયંતિ ખેતમલ (Jayanti Khatml ) હોવાનું જાણવા મળ્યું છે.જે પોશ વિસ્તારોમાં જ ચોરી કરવાની માનસિકતા ધરાવે છે.હાલટી આ સુપર ચોર વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.

સુપર ચોર જ્યંતી ખેતમલના કારનામા સાંભળી મોમાં આંગળા નાખી દેશો
20 દિવસ પહેલા વેસુમાં હેપ્પી એક્સીલેસિયા બિલ્ડીંગમાં કામે લાગેલો જ્યંતી ખેતમલ ફ્લેટ માલિક તરુણ અનિલ શાહના ફ્લેટમાં નોકર તરીકે કામે લાગ્યો હતો. ચોરીને અંજામ આપ્યા બાદ મામૂલી સાયકલ ઉપર ફરાર થઇ ગયેલ આ સુપર ચોરના કારનામા સાંભળીને તમે પણ મોમાં આંગળા નાખી દેશો.જ્યંતી ખેતમલે ચોરોની દુનિયામાં વીવીઆઈપી ચોર તરીકેનું નામ રોશન કર્યું છે. જેને ઘણાબધા મેટ્રો અને કોસ્મોપોલેટીન શહેરમાં ચોરીની વારદાતને અંજામ આપ્યો છે.પહેલા તે ધરમાં નોકર બનીને આવે છે અને પછી બધાને વિશ્વાસમાં લે છે. ત્યારબાદ તેને ખાત્રી થાય કે અહીં મોટો મુદામાલ હાથ લાગવાની શક્યતા છે પછી તે તેનું હુનર બતાવીને ચોરીને અંજામ આપી ને ઠંડા કલેજે સરકી જાય છે.અત્યાર સુધી જ્યંતી ખેમલ કરોડો રૂપિયાની ચોરીના કારનામા કરી ચુક્યો હોવાનું પણ બહાર આવ્યું છે.આગાઉ પણ તેને ઉમરા પોલીસ હદ વિસ્તારમાં જ આજ રીતની લખોની ચોરીની ઘટનાને અંજામ આપી નાસી છૂટ્યો હોવાની હકીકત પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી છે.

એરોપ્લેઇનમાં બેસી ચોરી કરવા નીકળતો ચોર જ્યંતી ખેતમલ
જયંતિ ખેતમલની ચોરીના કારનામા અહીં અટકતા નથી.તે માત્ર પોશ વિસ્તારને જ ટાર્ગેટ કરે છે.હાલ વેસુ રોડના જે ફ્લેટ સેન્ટરલ એક્સીલેનીયા નામની બિલ્ડીંગમાં તેને 57 લાખની ચોરી ઉપર હાથ અજમાવ્યો હતો તે બિલ્ડીંગમાં એક ફેલ્ટ 6 હજાર સ્કેયર ફૂટનો છે.જે ઉપરથી તમને અંદાજો આવશે કે ફ્લેટની કિંમતો કરોડોમાં હશે.જયંતિ આ જ પ્રકારના પોશ વિસ્તારના ફ્લેટ અને બંગલાઓમાં ચોરી કરવા માટે ટેવાયો છે.અને એટલું જ નહિ તે ચોરી કરવા માટે ખાસ એરોપ્લેનમાં સફર કરીને એક શહેરમાંથી બીજા શહેરમાં મુસાફરી કરીને લેવિસ પ્રકારની લાઇફસ્ટાઇલ જીવે છે.

Most Popular

To Top