World

અમેરિકાના મિસાઈલી હુમલા બાદ વેનેઝુએલામાં ઈમરજન્સી જાહેર

લેટિન અમેરિકા માટે આજે શનિવારની રાત અત્યંત તણાવભરી રહી હતી. જ્યારે વેનેઝુએલાની રાજધાની કારાકાસમાં એક પછી એક હવાઈ હુમલાના દાવાઓ સામે આવ્યા. અમેરિકી મીડિયાના અહેવાલ મુજબ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર વેનેઝુએલાની અંદર સૈન્ય અને વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવીને હવાઈ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઈ વેનેઝુએલામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ હુમલાઓ સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ 2 વાગ્યે પ્રથમ વિસ્ફોટ થયો હતો. ત્યારબાદ કારાકાસ અને આસપાસના વિસ્તારોમાં કુલ સાત જેટલા જોરદાર ધડાકાઓ સાંભળાયા હતા

હુમલાના દાવાઓ વચ્ચે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશભરમાં ઈમરજન્સી જાહેર કરવાની જાહેરાત કરી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે વેનેઝુએલા પર સીધો હુમલો થયો છે અને સરકાર દરેક સ્તરે જવાબ આપવા માટે તૈયાર છે. સરકારના જણાવ્યા અનુસાર કારાકાસ ઉપરાંત મિરાન્ડા, અરાગુઆ અને લા ગ્વાયરા જેવા રાજ્યોમાં પણ સૈન્ય અને નાગરિક ઠેકાણાઓને નુકસાન પહોંચ્યું છે.

વેનેઝુએલાએ આ ઘટનાને આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ ગણાવીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ કરી છે. સરકારનું કહેવું છે કે આ કાર્યવાહી માત્ર વેનેઝુએલા નહીં પરંતુ સમગ્ર લેટિન અમેરિકાની શાંતિ માટે ખતરો બની શકે છે.

આ દરમિયાન પાડોશી દેશ કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવ પેટ્રોએ પણ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે કારાકાસમાં ચાલી રહેલી ઘટનાઓ પર આખી દુનિયાએ સચેત રહેવાની જરૂર છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રને નિષ્પક્ષ તપાસ કરવાની અપીલ કરી છે.

વિશ્વના રાજકીય વિશ્લેષકો માને છે કે જો આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થાય છે. તો અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો તણાવ ખુલ્લા સંઘર્ષમાં ફેરવાઈ શકે છે. જેના પરિણામો વૈશ્વિક સ્તરે જોવા મળી શકે છે.

Most Popular

To Top