Entertainment

VD18ના સેટ પર વરૂણ ધવન થયો ઇજાગ્રસ્ત! ફેન્સ ચિંતિત

મુંબઇ: બોલિવૂડ એક્ટર વરુણ ધવન હાલના દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘વીડી 18’ના શૂટિંગમાં વ્યસ્ત છે. કાલિસ દ્વારા નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ મુરાદ ખેતાની અને એટલી દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે શૂટિંગમાં વ્યસ્ત હોવા છતાં વરુણ સોશિયલ મીડિયા ઉપર ઘણો એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે અપડેટ્સ શેર કરતો રહે છે. દરમિયાન હાલમાં જ વરુણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. જેમાં અભિનેતાના પગ પર પટ્ટી બાંધેલી જોવા મળે છે.

વરુણ ધવને ઘઇકાલે 26મી ડિસેમ્બરે આ વીડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર ચાહકો સાથે શેર કર્યો છે. આ વીડિયો જોઈને વરુણના ફેન્સ તેના માટે ચિંતિત થઈ ગયા હતા. વરુણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના પગ પર પટ્ટીનો વીડિયો શેર કર્યો હતો. તેણે કહ્યું કે ફરી એકવાર તે VD 18 ના શૂટિંગમાં ઘાયલ થયો છે. વરુણે સ્ટોરી સાથે લખ્યું, ‘વીડી 18ના શૂટિંગમાં ફરી એકવાર…’

વરૂણ ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. જે તસ્વીરમાં જોઈ શકાઈ છે કે તે એક ખુરશીમાં બેઠો છે અને તેનો એક પગ ખુરશી ઉપર છે. જેના પર પાટો બાંધવામાં આવ્યો છે. વરૂણ ધવને આ પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે વીડી 18ના શૂટીંગ દરમિયાન ફરી એકવાર આવુ થયું. અભિનેતાની આ પોસ્ટ બાદ તેના ફેન્સ ખુબ જ ચિંતામાં તેના સાજા થવા માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

અગાઉ પણ ફિલ્મના સેટ ઉપર વરુણ ધવન ઈજાગ્રસ્ત થયો હતો. તેણે 17 ડિસેમ્બરે એક ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કર્યો હતો. જેમાં તેનો પગ સોજેલો જોવા મળ્યો હતો. આ ફોટોમાં તેના પગ લાલ દેખાતા હતા. તેણે આ ફોટા વિશે ખુલાસો કરતા કહ્યું હતું કે લોખંડના પાઈપ સાથે પગ અથડાતા તેનો પગ સોજી ગયો છે. ત્યાર બાદ ઓગસ્ટમાં વીડી 18નું શૂટિંગ ફરી શરૂ થયું ત્યારે પણ તે ઈજાગ્રસ્ત થયો હતો. જેનો ફોટો તેણે પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. 

Most Popular

To Top