વાપી: વાપીના (Vapi) ડુંગરા વિસ્તારમાં ડુંગરા કોલોનીમાં રહેતો ૧૫ વર્ષના એક તરુણ સહિત ત્રણ તરુણો દમણ ગંગા (Daman ganga) નદીમાં (River) નહાવા પડ્યા હતા. જેમાંથી બે તરુણો બહાર નીકળી ગયા હતા જયારે એક ૧૫ વર્ષનો તરુણ ડૂબી ગયો હતો. ફાયરબ્રિગેડની ટીમે રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ પરંતુ તરુણની કોઈ જાણ મળી શકી ન હતી. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડની ટીમ સવારે (Morning) તરુણની શોધખોળ કરશે. વાપી ડુંગરા કોલોનીમાં રહેતા ૧૫ વર્ષના પાટીલ તરુણ તેમજ અન્ય બે તરુણો ડુંગરામાં દમણ ગંગા નદીમાં નહાવા પડ્યા હતા. જે પૈકી બે તરુણને તરતા આવડતું હોવાથી બંને બહાર નીકળી ગયા હતા. જયારે એક ૧૫ વર્ષનો પાટીલ તરુણ પાણીમાં ડૂબી ગયો હતો. વાપી ફાયરબ્રિગેડની ટીમે તરુણની શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો. રાત થઈ જતા ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ ઓપરેશન રોકી દઈ હવે સવારે ફરીથી તરુણની શોધખોળ કરશે.
વાપીના મોરાઈ પાસે હાઈવે ક્રોસ કરવા જતા ટ્રકની અડફેટે આધેડનું મોત
વાપી : વાપી નજીક મોરાઈ પાસે નેશનલ હાઈવે ક્રોસ કરવા જતા મૂળ રાજસ્થાનના આધેડનું મોત નીપજયું હતું. મૂળ રાજસ્થાનના મદનલાલ ફતેચંદ યોગી મોરાઈ નજીક સુરતથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે નં.૪૮ ઉપર રોડ ક્રોસ કરવા જતા આઈસર ટ્રકે એડફેટે લેતા ગંભીર રીતે ઈજા થઈ હતી. એમ્બ્યુલન્સ દ્વારા તેમને પારડી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જયાં સારવાર બાદ તેમનું મોત નીપજયું હતું. આ અંગે મરનારના સુરતમાં રહેતા ભત્રિજા હરિરામ સીતારામ યોગીએ વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાપીના મોરાઈ નજીક સાલાસર ટ્રાન્સપોર્ટની ઓફીસ પાસે મદનલાલ યોગી રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે એક આઇસર ટ્રકે અડફેટે લેતા યોગીને માથાના ભાગે તેમજ ડાબા હાથના ભાગે ગંભીર ઈજા થઈ હતી. કોઈએ એમ્બ્યુલન્સને બોલાવીને પારડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. યોગીના ફોન પર છેલ્લો ફોન જેની સાથે થયો હતો તે દશરથ કુમાર કેદારમલ યોગીને ફોન પર જાણ કરી હતી. દશરથ કુમારની ટ્રકમાં મદનલાલ યોગી રાજસ્થાન જવાના હોવાથી અહીં આવ્યા હતા. જોકે રાજસ્થાન જવાને બદલે મદનલાલને ટ્રક ચાલકે ટક્કર મારતા ગંભાર ઈજા બાદ હોસ્પિટલમાં તેમનું મોત નીપજયું હતું.